Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તેહેવારની સિઝન પહેલાં સરકારની 'ભેટ', આ વસ્તુઓ હવે 5 ટકા GST વસૂલાશે

એક તરફ રાજ્યમાં ચોમાસું બેઠું છે. ક્યાંક ધીમી ધારે વરસાદ છે, તો ક્યાંક જળબંબાકીર છે. તો બીજી તરફ તબેવારની સિઝન પણ ટૂંક સમયમાં ચાલુ થઇ રહી છે. ત્યારે સરકારે પણ પ્રજાને પડતા પર પાટું મારતી હોય એમ જીવન જીવન જરુરિયાતની ચીજ વસ્તુઓ પર જીએસ.ટી.નો ભાર વધાર્યો છે.  જેમાં  છૂટક વેપારી અનાજ, લોટ, કરિયાણા સહિતની વસ્તુના વેચાણ પર ટેક્સ લગાડ્યો છે. સરકારની જાહેરાત મુજબ જીએસટી ડિપાર્ટમન્ટે ફૂડ આઇà
તેહેવારની સિઝન પહેલાં સરકારની  ભેટ   આ વસ્તુઓ હવે 5 ટકા gst વસૂલાશે
એક તરફ રાજ્યમાં ચોમાસું બેઠું છે. ક્યાંક ધીમી ધારે વરસાદ છે, તો ક્યાંક જળબંબાકીર છે. તો બીજી તરફ તબેવારની સિઝન પણ ટૂંક સમયમાં ચાલુ થઇ રહી છે. ત્યારે સરકારે પણ પ્રજાને પડતા પર પાટું મારતી હોય એમ જીવન જીવન જરુરિયાતની ચીજ વસ્તુઓ પર જીએસ.ટી.નો ભાર વધાર્યો છે.  જેમાં  છૂટક વેપારી અનાજ, લોટ, કરિયાણા સહિતની વસ્તુના વેચાણ પર ટેક્સ લગાડ્યો છે. સરકારની જાહેરાત મુજબ જીએસટી ડિપાર્ટમન્ટે ફૂડ આઇટમ પર 5 ટકાનો જીએસટી લાદયો છે. જીએસટી કાઉન્સિલે જાહેરાત કરી  છે કે આ નિયમ માત્ર છૂટક વેપારીઓને જ લાગુ પડશે. જો કે સરકારે જ્યારે જાહેરનામું બહાર પાડ્યું ત્યારે તેમાં હોલસેલ અને રિટેઈલ વેપારીઓને આવરી લેવાયા છે. તે મુજબ  દરેક ટ્રાન્સપોર્ટ ફૂડ જેમાં અનાજ, કઠોળ, હોટલ ફૂડ તમાન પેક્ટ ફૂડ્સ પર પર 5% GST લાગુ પડશે. ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નિયમ મુજબ ખાદ્ય પદાર્થ ટ્રાન્સપોર્ટ કરતી વખતે તેને પ્રોપર સીલ કરવું ફરજિયાત છે. આ સ્થિતિમાં દરેક ટ્રાન્સપોર્ટ ફૂડ પર 5 ટકા જીએસટી લાગુ પડે છે. જેથી વેપારીઓ પણ હાલમાં આ નવી જાહેરાતને લઇને મુંઝવણમાં છે.

કઇ કઇ વસ્તુઓ પર સરકારે  કર લગાડ્યો 
જનતા પર આજથી મોંઘવારીનો નવો માર, આ વસ્તુઓ થશે મોંધી 
આજથી દૂધની બનાવટો પર 5% GSTવસૂલાશે 
દૂધ, છાશ, પનીર, દહીં પર 5% GSTલાગુ 
લોટ, અને દાળ પર પણ 5% GST વસૂલાશે 
હોટલમાં 1 હજારથી ઓછું ભાડું ધરાવતા રૂમ પર GST
હોસ્પિટલમાં 5 હજારથી મોંઘા રૂમ પર પણ  GST
 
GST સ્લેબમાં  ફેરફાર
ગત મહિને યોજાયેલી બેઠકમાં GST કાઉન્સિલે વિવિધ ઉત્પાદનો પરના GST દરોમાં ફેરફાર કર્યો છે.  જે મુજબ હવે દહીં, લસ્સી, પનીર, મધ, અનાજ, માંસ અને માછલીની ખરીદી પર 5 ટકા GST ચૂકવવો પડશે. આ સિવાય અન્ય વસ્તુઓના GST સ્લેબમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. પેકેજ્ડ અને લેબલવાળા દહીં, લસ્સી, પનીર, મધ, અનાજ, માંસ અને માછલીની ખરીદી પર 5 ટકા GST વસૂલવામાં આવશે.

Advertisement

નોન બ્રાન્ડેડ અનાજના જથ્થો પણ જો ટ્રાન્સપોર્ટ કરાશે તો તેના ઉપર 5 ટકા જીએસટી
ખાદ્ય પદાર્થના પ્રિપેક્ડ ગંજ બજારમાંથી માલ લાવી નાના વેપારીઓ છૂટકમાં પોતાના વિસ્તારમાં વસ્તુઓ લાવીને રિટેઇલર વેપારી તરીકે   વેપાર કરતા હોય છે, આવા વેપારીએ કે જેઓ નાના વેપારીઓ છે. તેમના વેચાણ પર પણ હવે ઉપર જીએસટી  લાગુ પડશે. જેમ કે કાલુપુર માર્કેટમાંથી એક વેપારી ચોખની ગુણી ખરીદી તેના ઉપર 5 ટકા જીએસટી ભરે છે. જ્યારે તે વેપારી પોતાની દુકાનમાં તે ચોખા છૂટકમાં વેચે ત્યારે તેના ઉપર તે જીએસટી લઈ શકે નહીં. આમ વેપારી છૂટક વેચાણ પર ગ્રાહક પાસેથી ટેક્સ નહીં લઈ શકે. સરવાળે વસ્તુઓના ભાવમાં વધારો થઇ શકે છે.  સાથે જકોઇ પણ કંપની વગરના નોન બ્રાન્ડેડ અનાજના જથ્થો પણ જો ટ્રાન્સપોર્ટ કરવામાં આવે તો તેના ઉપર 5 ટકા જીએસટી લગાડવામાં આવશે. સામાન્ય રીતે કોઇ પણ અનાજને ટ્રાન્સપોર્ટ કરવું હોય ત્યારે તેને ફરજિયાત રીતે પેક કરીને સીલ કરવું પડે છે. આવા અનાજ ભરેલા કોથળાની ગુણોને પણ સીલ પેક ગણી તેના પર 5 ટકા જીએસટી લાગશે.
જો કે 25 કિલોથી વધુના પેકેટ પર GST નહીં
લીગલ મેટ્રોલોજી એકટ મુજબ જીએસટી લાગશે. એટલે કે 25 કિલોથી નીચેની બેક અને 10 એમએલટી નીચેનું કન્ટેનર પ્રિ પેક કરેલા ખાદ્ય પદાર્થો પર જીએસટી લાગુ પડશે. પરંતુ તેનાથી વધારે વજનના પેકેટ પર જીએસટી લાગુ પડશે નહીં.
Tags :
Advertisement

.