Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રતનપર મીલની ચાલી રહેણાક વિસ્તારમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા અફડાતફડી મચી

સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં ગેસના બાટલાં ભરેલા રૂમમાં આગ લાગ્યા બાદ ધડાધડ બ્લાસ્ટ થતા આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી હતી. આગ અને બ્લાસ્ટના કારણે સ્થાનિક વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. રતનપર વિસ્તારમાં આગ લાગ્યા બાદ અચાનક જ ધડાકા થવાનું શરૂ થતા લોકો પોતાના ઘરની બહાર નીકળી આવ્યા હતા રહેણાંક મકાનમાં  LPG સિલિન્ડર બ્લાસ્ટસુરેન્દ્રનગરના રતનપર રહેણાક વિસ્તારમાં આ
05:35 PM Feb 15, 2023 IST | Vipul Pandya
સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં ગેસના બાટલાં ભરેલા રૂમમાં આગ લાગ્યા બાદ ધડાધડ બ્લાસ્ટ થતા આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી હતી. આગ અને બ્લાસ્ટના કારણે સ્થાનિક વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. રતનપર વિસ્તારમાં આગ લાગ્યા બાદ અચાનક જ ધડાકા થવાનું શરૂ થતા લોકો પોતાના ઘરની બહાર નીકળી આવ્યા હતા 
રહેણાંક મકાનમાં  LPG સિલિન્ડર બ્લાસ્ટ
સુરેન્દ્રનગરના રતનપર રહેણાક વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનની અંદર મોટી સંખ્યામાં ઘરેલુ LPG સિલિન્ડર રાખવામાં આવ્યા હતા. જેમાં અચાનક આગ ફાટી નીકળ્યા બાદ અચાનક બ્લાસ્ટ થવાની શરૂઆત થઈ હતી. બ્લાસ્ટના કારણે આકાશમાં ઊંચે સુધી આગની જ્વાળાઓ જોવા મળી હતી. LPG સિલિન્ડરના બ્લાસ્ટનો અવાજ એટલો પ્રચંડ હતો કે જે ઘરમાં બ્લાસ્ટ થયા ત્યાં મોટું નુકસાન થયું હતુ પણ સાથે સાથે આ વિસ્તારના અન્ય મકાનોની દીવાલોમાં પણ તિરાડો પડી ગઈ હતી. રતનપર વિસ્તારમાં આગ લાગ્યા બાદ અચાનક જ ધડાકા થવાનું શરૂ થતા લોકો પોતાના ઘરની બહાર નીકળી આવ્યા હતા અને પોતાનો જીવ બચાવવા બનાવ સ્થળથી દૂર ભાગતા જોવા મળ્યા હતા. 
પોલીસ દ્વારા કેમ કોઈ પગલા લેવામાં આવ્યા નથી ?
આ ઘટનાની જાણ થતાં પાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભયાવહ આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો. ફાયરબ્રિગેડ અને પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે એક સ્થળ પર આટલા સિલિન્ડર કયા કારણોસર રાખવામાં આવ્યા હતા તેને લઈ અનેક ચર્ચાઓ વહેતી થઈ હતી અને આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. 
જો કે લોકો અને રહીશોએ સમય સૂચકતા વાપરતા મોટી જાનહાનિ ટળી હતી. અત્રે ઉલ્લેખનીય છેકે રતનપર રહેણાક વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી મકાનમાં ગેસ સિલિન્ડર સંગ્રહ કરી તેનું ગેરકાયદેસર રીતે વેચાણ અને રિફિલિંગ કરવામાં આવતુ હોવાનુ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે સ્થાનિક વિસ્તારમાં ગેસ સિલિન્ડરનો ધંધો ચાલતો હોવા છતા પોલીસ દ્વારા કેમ કોઈ પગલા લેવામાં આવ્યા નથી ? આ અંગે પણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
આપણ  વાંચો-જેતપુર એસટી બસ સ્ટેન્ડમાં રોમીયો તેમજ ખિસ્સા કાતરૂઓનો આતંક
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
FireBrigadeGascylinderblastGujaratFirstpoliceRatanparareaSurendranagar
Next Article