Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગૂગલમાં કામ કરતી મહિલાકર્મી સાથે અમદાવાદમાં આચરવામાં આવ્યું દુષ્કર્મ

હૈદરાબાદની યુવતી અમદાવાદ અમદાવાદ આવી હતીમેટ્રોમોનીયલ સાઈટ પરથી પરિચયમાં આવેલા યુવક સાથે સગાઈ થઈ હતીહૈદરાબાદમાં નોંધાવેલી ફરિયાદ સરખેજ ટ્રાન્સફર થઈઅમદાવાદના (Ahmedabad) સિંધુભવન રોડ પરની તાજ સ્કાયલાઇન હોટલમાં યુવતી પર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે. મેટ્રીમોનિયલ સાઇટ બંને યુવક યુવતી વચ્ચે પરિચય થયો હતો અને બાદમાં પરિવારજનોએ મળીને સગાઇ પણ નક્કી કરી દીધી હતી. જોકે યુવàª
10:50 AM Nov 18, 2022 IST | Vipul Pandya
  • હૈદરાબાદની યુવતી અમદાવાદ અમદાવાદ આવી હતી
  • મેટ્રોમોનીયલ સાઈટ પરથી પરિચયમાં આવેલા યુવક સાથે સગાઈ થઈ હતી
  • હૈદરાબાદમાં નોંધાવેલી ફરિયાદ સરખેજ ટ્રાન્સફર થઈ
અમદાવાદના (Ahmedabad) સિંધુભવન રોડ પરની તાજ સ્કાયલાઇન હોટલમાં યુવતી પર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે. મેટ્રીમોનિયલ સાઇટ બંને યુવક યુવતી વચ્ચે પરિચય થયો હતો અને બાદમાં પરિવારજનોએ મળીને સગાઇ પણ નક્કી કરી દીધી હતી. જોકે યુવકે તેની વાગ્દત્તાને (Fiancee) ચા મા કેફી પીણું પીવડાવી બળાત્કાર ગુજારી સગાઈ તોડી નાખી હોવાની ફરિયાદ નોંધાઈ છે. જે અંગે સરખેજ પોલીસે (Sarkhej Police) ગુનો નોંધી આરોપી યુવકની ધરપકડ કરી.
સગાઈ નક્કી થતા ડિનર ડેટ માટે મળ્યા હતા
મૂળ હૈદરાબાદની યુવતી અમદાવાદ IIM ખાતે સેમિનારમાં ભાગ લેવા અમદાવાદ આવી હતી. Google કંપનીમાં કામ કરતી યુવતી હોટલ તાજ સ્કાય લાઈનમાં રોકાઈ હતી. તે સમયે મેટ્રોમોનીયલ સાઈટ પરથી પરિચયમાં આવેલા યુવક આમીર અકિલ શેખ તેને મળવા આવ્યો અને સગાઈ નક્કી થઈ હોવાથી તેણે યુવતીને ડિનર ડેટ માટે ઓફર કરી હતી. બીજા દિવસે યુવકે હોટલ પર જઈ યુવતીની ચા મા કેફી પીણું પીવડાવી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. જે અંગેની જાણ હૈદરાબાદ જઈ પરિવારને કરતા પરિવારે હૈદરાબાદના સાયબરાબાદ પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ ઝીરો નંબરથી સરખેજ પોલીસ મથકમાં ટ્રાન્સફર થતા પોલીસે બળાત્કારી યુવકની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે.
યુવતીએ આપઘાતનો પ્રયાસ કરેલો
ઝડપાયેલ આરોપી આમીર શેખ ITC કંપનીમાં એક્સિક્યુટીવ તરીકે કામ કરે છે અને તેની ફિયાન્સની મરજી વિના તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. ફરિયાદમાં કરેલા આક્ષેપો મુજબ ચા પીધા બાદ યુવતી બેભાન થઈ ગઈ હતી. જ્યારે તે ભાનમાં આવી ત્યારે તેના શરીર પર કપડાં ન હતા સાથે જ આમિર તેની સાથે સૂતો હતો. જેથી યુવતીએ તેનો વિરોધ કરતા હોટલમાં હોબાળો પણ થયો હતો. જોકે યુવતીએ હૈદરાબાદ જઈને આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ઉપરાંત યુવક અને તેના પરિવારએ યુવતી સાથેની સગાઈ તોડી નાખતા યુવતીએ આત્મહત્યાની કોશિશ કરી હોવાની પણ હકીકત સામે આવી છે.
શરીર સંબંધ બાંધ્યા બાદ સગાઈ તોડી નાખતા ફરિયાદ કરી
મહત્વનું છે કે બળાત્કાર ગુજાર્યા બાદ જ્યારે પણ યુવતી લગ્નની વાત યુવકને કરતી હતી ત્યારે તે બહાનું કરી વાત ટાળી દેતો હોવાની હકીકત સામે આવી છે અને બળાત્કાર ગુજાર્યા બાદ યુવકે સગાઈ તોડી નાખતા, મામલો પોલીસ મથકે પહોંચ્યો છે ત્યારે પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે યુવકે યુવતીને કઈ દવા પીવડાવી હતી અને આ બનાવ પાછળનું અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - આ IAS અધિકારીને ગુજરાતમાંથી ચૂંટણી ફરજમાંથી હટાવાયા, જાણો કારણ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadCrimeCrimeNewsGujaratFirstRapeSarkhejPolice
Next Article