Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજકોટમાં પિતા-પુત્રની જોડીએ બનાવી ગુજરાતની પહેલી વિન્ટેજ ઈ-કાર , ફિચર્સ સાંભળીને આંખો થઇ જશે ચાર

પહેલી વિન્ટેજ ઈ-કારરાજકોટમાં એક પિતા-પુત્રની જોડીએ ગુજરાતની પહેલી વિન્ટેજ ઈ-કાર બનાવી છે.જેના ફિચર્સ સાંભળીને તમારી આંખો ચાર થઈ જશે. કારણ કે બન્નેએ મળીને એવી કાર બનાવી છે કે રસ્તા પર લઈને નીકળો તો લોકો ચકિત થઇ જાય..3 મહિનાની સખત મહેનતથી તૈયાર કરી કાર ગાડી બનાવનાર ભાવિક ચૌહાણે જણાવ્યું હતું કે આ ગાડી બનાવવામાં મારો અને મારા પપ્પાનો હાથ છે. આ ગાડીની ડિઝાઈન બનાવવામાં અમે ખુબ જ મહેનત àª
રાજકોટમાં પિતા પુત્રની જોડીએ બનાવી ગુજરાતની પહેલી વિન્ટેજ ઈ કાર   ફિચર્સ સાંભળીને આંખો થઇ જશે ચાર
પહેલી વિન્ટેજ ઈ-કાર
રાજકોટમાં એક પિતા-પુત્રની જોડીએ ગુજરાતની પહેલી વિન્ટેજ ઈ-કાર બનાવી છે.જેના ફિચર્સ સાંભળીને તમારી આંખો ચાર થઈ જશે. કારણ કે બન્નેએ મળીને એવી કાર બનાવી છે કે રસ્તા પર લઈને નીકળો તો લોકો ચકિત થઇ જાય..
3 મહિનાની સખત મહેનતથી તૈયાર કરી કાર 
ગાડી બનાવનાર ભાવિક ચૌહાણે જણાવ્યું હતું કે આ ગાડી બનાવવામાં મારો અને મારા પપ્પાનો હાથ છે. આ ગાડીની ડિઝાઈન બનાવવામાં અમે ખુબ જ મહેનત કરી છે. ગાડીની લંબાઈથી લઈને ગાડીના પૈડા સુધીમાં અમે ખુબ જ મહેનત કરી છે. ગાડીને અહિંયા સુધી પહોંચાડવામાં અમારે 3 મહિના લાગી ગયા છે. 3 મહિનામાં અમે એક દિવસ પણ રજા રાખી નથી.

રોયલ એનફિલ્ડ-મારુતિ સુઝૂકીના પાર્ટસનો ઉપયોગ 
પિતા-પુત્રએ આ ગાડી બનાવવામાં રોયલ ઈન્ફિલ્ડ અને મારૂતિ સુઝુકિના પાર્ટ્સનો ઉપયોગ કર્યો છે. જેથી કરીને કોઈ કસ્ટમર આવે અને તે ખરીદે તો પછી  સર્વિસમાં કોઈ સમસ્યા ન આવે.બેય એવી કંપની સિલેક્ટ કરી છે કે તેના પાર્ટ્સ ગમે ત્યાંથી મળી જાય.ગમે ત્યાં તેઓ સર્વિસ કરાવી શકે છે. આ ગાડીનું નામ પ્રેસ્ટીઝ ગોલ્ફ રાખ્યું છે. અત્યારે તેનુ એક મોડલ બહાર પાડ્યું છે. જેમાં  રેડ અને બ્લુ કલર બહાર પાડ્યા છે.
કારની મેક્સિમમ સ્પીડ 45 કિલોમીટર/કલાક 
કારની સ્પીડ 45 ઉપર જતી નથી એટલે આ કાર માટે તમારે RTO પાસિંગની જરૂર રહેતી નથી. ભાવિકનું કહેવું છે કે આ કાર બનાવવાનો વિચાર તેના પપ્પાને આવ્યો હતો. તેમનુ 20 વર્ષથી સપનું હતું કે આ કાર બનાવીયે..પણ અમે પૈસે ટકે એટલા સુખી ન હતા..જેથી કામ શરૂ કરી શક્યા ન હતા, હવે અમે જાતે કાર બનાવીને લોન્ચ કરી છે.
કેમ આવ્યો વિન્ટેજ  કાર બનાવવાનો આઇડિયા ?
વિન્ટેજ કાર બનાવવાનો આઈડિયા એટલા માટે આવ્યો કે અત્યારે રસ્તા પર વિનટેજ કાર ચલાવીએ તો રસ્તામાં બધા લોકો વિન્ટેજ કારને જુએ છે.જેથી અમને વિનટેજ કાર બનાવવાનો વિચાર આવ્યો હતો.50 લાખની ગાડીને લઈને નિકળો તો કોઈ ન જુએ પણ આ ગાડીને લઈને નિકળો એટલે લગભગ બધા તમારી સામે જ જોશે.
5 યૂનિટમાં 80 કિલોમીટરની રેન્જ 
લોકોનું ધ્યાન આપણા તરફ ખેંચે તેવી કાર છે.સૌથી મોટી વાત એ છે કે આ કાર ઈ-કાર છે.એટલે કે તેમાં પેટ્રોલ કે ડિઝલની જરૂર નથી રહેતી.કારણ કે આ કાર ઈલેક્ટ્રીક કાર છે.આ કારમાં વધીને 5 યુનિટ જોઈએ છે.5 યુનિટમાં તમને 80 કિલોમીટરની રેન્જ આપે છે.
ગાડી બનાવવામાં થયો રૂપિયા 3 લાખનો ખર્ચ 
આ ગાડીને બનાવવામાં રૂપિયા 3 લાખનો ખર્ચ થયો છે. જો કોઈને આ ગાડી જોઈતી હોય તો આ ગાડી 3 લાખ 51 હજારમાં લઈ શકે છે.ગાડી લીધા પછી પણ પિતા-પુત્રએ તમામ સહકાર આપવાની તૈયારી દર્શાવી છે. તેમનું કહેવું છે કે તમે કારમાં કંઇપણ રિપેરિંગ કામ કરાવવું હોય તો ત્યાં કરાવી શકો છો.  

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.