Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ટીમ ઈન્ડિયા માટે આજની મેચમાં કરો યા મરો જેવી સ્થિતિ, આ સ્ટાર બોલરની થઇ શકે છે એન્ટ્રી

T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) પહેલા ટીમ ઈન્ડિયા માટે તૈયારીની પૂરી તક છે. જોકે, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણ મેચની T20 આંતરરાષ્ટ્રીય સિરીઝની પ્રથમ મેચમાં હાર મળ્યા બાદ આજે એકવાર ફરી ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે જોવા મળશે. ટીમ ઈન્ડિયા ઘણા ફેરફારો સાથે મેદાનમાં ઉતરી શકેપ્રથમ મેચમાં મોટા ટોટલનો બચાવ કરવામાં નિષ્ફળ રહ્યા બાદ, ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની શ્રેણીને જીવંત રાખવા માàª
ટીમ ઈન્ડિયા માટે આજની મેચમાં કરો યા મરો જેવી સ્થિતિ  આ સ્ટાર બોલરની થઇ શકે છે એન્ટ્રી
T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) પહેલા ટીમ ઈન્ડિયા માટે તૈયારીની પૂરી તક છે. જોકે, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણ મેચની T20 આંતરરાષ્ટ્રીય સિરીઝની પ્રથમ મેચમાં હાર મળ્યા બાદ આજે એકવાર ફરી ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે જોવા મળશે. 
ટીમ ઈન્ડિયા ઘણા ફેરફારો સાથે મેદાનમાં ઉતરી શકે
પ્રથમ મેચમાં મોટા ટોટલનો બચાવ કરવામાં નિષ્ફળ રહ્યા બાદ, ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની શ્રેણીને જીવંત રાખવા માટે આજે એટલે કે શુક્રવારે અહીં બીજી T20I માં તેમની ખામીઓ ભરવાની કોશિશ કરશે. વળી બીજી તરફ બોલિંગને લઇને પરેશાન ટીમ ઈન્ડિયાને એક સારા સમાચાર મળી શકે છે. ટીમના સૌથી પ્રભાવશાળી બોલર જસપ્રિત બુમરાહને આ મેચમાં જગ્યા મળી શકે છે. આ મેચમાં ટીમ ઈન્ડિયા ઘણા ફેરફારો સાથે મેદાનમાં ઉતરી શકે છે. મહત્વનું છે કે, મોહાલીમાં રમાયેલી પ્રથમ T20 મેચમાં હાર બાદ કેપ્ટન રોહિત શર્માએ હાર માટે બોલરોને જવાબદાર ઠેરવ્યા હતા. જ્યાં ભારતીય ટીમને 4 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. જણાવી દઈએ કે, પ્રથમ T20 મેચ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાએ શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી હતી. તેથી ટીમ ઈન્ડિયા માટે આ કરો યા મરોની લડાઈ હશે.
પ્રથમ T20 મેચમાં ભારતીય બોલરોનું પ્રદર્શન ઘણું નિરાશાજનક
ભારતીય ટીમ કોઈપણ કિંમતે અહીં જીત નોંધાવવા ઈચ્છશે. જો ટીમ અહીં હારશે તો તેણે શ્રેણી ગુમાવવી પડશે. બંને ટીમો વચ્ચે લગભગ બે વર્ષ બાદ દ્વિપક્ષીય T20 સિરીઝ રમાઈ રહી છે. ભારતે છેલ્લે ઓસ્ટ્રેલિયાને તેના ઘરે હરાવ્યું હતું, જ્યારે 2019-20માં તેને ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. આવું જ કઇંક આ વખતે ફરી ભારત સાથે ન થાય તે માટે ટીમ ઈન્ડિયા આ મેચમાં ઘણા ફેરફારો સાથે મેદાને ઉતરી શકે છે. ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ T20 મેચમાં ભારતીય બોલરોનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું હતું. આ મેચમાં ટીમના અનુભવી ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર અને ઉમેશ યાદવ ખૂબ મોંઘા સાબિત થયા હતા. બંનેએ મળીને 8 ઓવરમાં 108 રન આપ્યા હતા. માત્ર અક્ષર પટેલે થોડી સારી બોલિંગ કરી હતી. 
ભુવનેશ્વર કુમાર ડેથ ઓવરોમાં ટીમ ઈન્ડિયા માટે મુસિબત
જસપ્રીત બુમરાહની ગેરહાજરી ટીમમાં સ્પષ્ટ દેખાઈ રહી હતી. આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે તે ઓસ્ટ્રેલિયા સામેની બીજી T20 મેચમાં વાપસી કરી શકે છે. તે ઉમેશ યાદવની જગ્યાએ ટીમમાં સામેલ થઈ શકે છે. જણાવી દઈએ કે જસપ્રીત બુમરાહ પ્રથમ T20માં સંપૂર્ણ રીતે ફિટ નહોતો અને તેથી જ તે આ મેચ રમી શક્યો ન હતો. ભારતીય ટીમ તેના ઝડપી બોલિંગ આક્રમણથી ચિંતિત છે જેમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ સામેલ છે. તેણે છેલ્લી 14 ઓવરમાં 150 રન આપ્યા છે. અનુભવી ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર ડેથ ઓવરોમાં ચાલી શકતો નથી. તેણે પાકિસ્તાન, શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામે 19મી ઓવરમાં બોલિંગ કરી હતી પરંતુ તેણે આ ત્રણ ઓવરમાં 49 રન આપ્યા હતા. આવા સંજોગોમાં ભારત માટે બુમરાહનું ફિટ હોવું ખૂબ જ જરૂરી બની ગયું છે.
દિનેશની જગ્યાએ ઋષભ પંતનો સમાવેશ થઇ શકે છે
કેપ્ટન રોહિત શર્માએ પણ દિનેશ કાર્તિક વિશે નિર્ણય લેવો પડશે. દિનેશ કાર્તિક પ્રથમ મેચમાં બેટથી કઇ ખાસ કરી શક્યો ન હતો અને ન તો તે વિકેટકીપરની ભૂમિકા યોગ્ય રીતે નિભાવી શક્યો હતો. પ્રથમ મેચમાં તેણે ઘણી ભૂલો કરી હતી, જેનું પરિણામ ટીમને સહન કરવું પડ્યું હતું. ભારત પાસે મર્યાદિત વિકલ્પો છે. રોહિત દિનેશની જગ્યાએ ઋષભ પંતને ટીમમાં સામેલ કરી શકાય છે. પંત ભલે T20 મા શાનદાર ફોર્મમાં ન હોય પરંતુ તેના કાન અને મગજ સ્ટમ્પ પાછળ વધુ સારી રીતે કામ કરે છે. પંતની વાપસી સાથે, ફિનિશર તરીકે હાર્દિક અને અક્ષર બે સારા વિકલ્પો બની શકે છે.
Advertisement
Tags :
Advertisement

.