Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ શુક્રવારે નવ ભાષામાં 17 ફિલ્મો વચ્ચે સીધી ટક્કર, બોલિવુડની નજર 'શમશેરા' પર

શુક્રવાર બોક્સ ઓફિસ માટે ખૂબ જ ખાસ દિવસ ખાસ હશે, કારણકે આ દિવસે વિવિધ ભાષાઓની ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થવા તૈયાર છે. આ અઠવાડિયે તમારા મનોરંજન માટે, હિન્દી, કન્નડ, તમિલ,ગુજરાતી, મરાઠી, મલિયાલમથી લઇ પંજાબી સુધીની નવ ભાષામાં લગભગ 17 ફિલ્મો સિનેમાઘરોમાં આવી રહી છે. જેમાં રણબીર કપૂર, વાણી કપૂર અને સંજય દત્ત સ્ટારર 'શમશેરા', નાગચૈતન્ય સ્ટારર 'થેંક યુ', રજત કપૂર અને મલ્લિકા શેરાવત સ્ટારર 'RK/RKA
આ શુક્રવારે નવ ભાષામાં 17 ફિલ્મો વચ્ચે સીધી ટક્કર  બોલિવુડની નજર  શમશેરા  પર
શુક્રવાર બોક્સ ઓફિસ માટે ખૂબ જ ખાસ દિવસ ખાસ હશે, કારણકે આ દિવસે વિવિધ ભાષાઓની ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થવા તૈયાર છે. આ અઠવાડિયે તમારા મનોરંજન માટે, હિન્દી, કન્નડ, તમિલ,ગુજરાતી, મરાઠી, મલિયાલમથી લઇ પંજાબી સુધીની નવ ભાષામાં લગભગ 17 ફિલ્મો સિનેમાઘરોમાં આવી રહી છે. જેમાં રણબીર કપૂર, વાણી કપૂર અને સંજય દત્ત સ્ટારર 'શમશેરા', નાગચૈતન્ય સ્ટારર 'થેંક યુ', રજત કપૂર અને મલ્લિકા શેરાવત સ્ટારર 'RK/RKAY' સહિત ઘણી ફિલ્મોના નામ સામેલ છે.  તો જાણો કઇ ફિલ્મ ક્યારે રીલિઝ થશે
તમામની નજર બોલિવૂડના 'શમશેરા' પર ટકેલી છે
રણબીર કપૂર ચાર વર્ષ પછી મોટા પડદા પર વાપસી કરવા જઈ રહ્યો છે. એક તરફ યશ રાજના બેનર હેઠળ બનેલી ફિલ્મો બોક્સ ઓફિસ પર સતત ફ્લોપ થઈ રહી છે. બીજી તરફ, YRFએ હવે રણબીર કપૂર સ્ટારર 'શમશેરા' પર દાવ લગાવ્યો છે. આ જ કારણ છે કે આખા બોલિવૂડની નજર સંજય દત્ત અને વાણી કપૂર અભિનીત 'શમશેરા' પર છે. તે જ સમયે, રજત કપૂર અને મલ્લિકા શેરાવત સ્ટારર 'RK/RKAY' બોક્સ ઓફિસ પર રણબીર કપૂરને ટક્કર આપવા માટે 22 જુલાઈએ રિલીઝ થવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ રજત કપૂરે પોતે જ ડિરેક્ટ કરી છે.
એક જ દિવસે છ તેલુગુ ફિલ્મો રિલીઝ થશે
આ શુક્રવારે, છ તેલુગુ ફિલ્મો બોક્સ ઓફિસ પર ટક્કર માટે તૈયાર છે. આ યાદીમાં મુખચિત્રમ્, કાર્તિકેય 2, ગુરગુંડા સીતા કલામ, માય નેમ ઈઝ શ્રુતિ, થેન્કયુ, બોમ્મા  સામેલ છે. તમને જણાવી દઈએ કે આ છ ફિલ્મોમાંથી જે ફિલ્મે સૌથી વધુ ધૂમ મચાવી છે તે છે નાગા ચૈતન્યની 'થેંક યુ' છે. દર્શકોને આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે, હવે જોવાનું એ રહે છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કેવું પ્રદર્શન કરે છે.

આ અઠવાડિયે માત્ર બે તમિલ ફિલ્મો
ગયા અઠવાડિયે પાંચ તમિલ ફિલ્મો રિલીઝ થઈ હતી, જોકે આ વખતે માત્ર બે જ ફિલ્મો - 'દેજા વુ' અને 'માહા' રીલિઝ થવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે 'દેજા વુ' અરવિંદ એસ દ્વારા નિર્દેશિત એક્શન ફિલ્મ છે. બીજી તરફ હંસિકા મોટવાણી અને શ્રીકાંત ફિલ્મ 'માહા'માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
ગુજરાતી ફિલ્મ જગતની એક ફિલ્મ
આ અઠવાડિયે માત્ર એક જ ફિલ્મ ગુજરાતી બોક્સ ઓફિસ પર દસ્તક આપવા જઈ રહી છે. કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા નિર્દેશિત, 'રાડો' 22 જુલાઈના રોજ સિનેમાઘરોમાં આવશે. આ ફિલ્મમાં યશ સોની લીડ રોલમાં જોવા મળશે.
પંજાબી કૌર સિંહના જીવન પર આધારિત ફિલ્મ 
પદ્મશ્રી કૌર સિંહ, ભારતના ભૂતપૂર્વ બોક્સર અને નિવૃત્ત સૈનિક કૌર સિંહના જીવન પર આધારિત ફિલ્મ, 22 જુલાઈ 2022 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં કરમ બાથ લીડ રોલમાં જોવા મળશે.
સાજીમાનની ફિલ્મ 'મલયમકુંજુ'
મલયાલમ ભાષાની થ્રિલર ફિલ્મ મલયમકુંજુ આ અઠવાડિયે રિલીઝ થવાની છે. સાજીમોન પ્રભાકર દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં ફહદ ફાસિલ અને રાજીશા વિજયન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ઈન્દ્રન, જાફર ઈડુક્કી અને દીપક પરમ્બોલ સહાયક ભૂમિકામાં જોવા મળશે.
મરાઠી નાટક પર બનેલી ફિલ્મ 'અન્નયા'
ગયા અઠવાડિયે એક પણ મરાઠી ફિલ્મ રિલીઝ થઈ નથી. તે જ સમયે, 'અનન્યા' થિયેટરોમાં દસ્તક દેવાની છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ એક મરાઠી નાટક પર આધારિત છે, જેને ઘણા એવોર્ડ મળ્યા છે.
બે કન્નડ ફિલ્મો
આ અઠવાડિયે બે કન્નડ ફિલ્મો રિલીઝ થશે. 'તોતાપુરી' એ વિજયપ્રસાદ દ્વારા દિગ્દર્શિત અને કેએ સુરેશ દ્વારા નિર્મિત રોમેન્ટિક કોમેડી મનોરંજન ફિલ્મ છે. ફિલ્મમાં જગેશ, ધનંજય, સુમન રંગનાથન અને અદિતિ પ્રભુદેવા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. બીજી તરફ રામનારાયણ દ્વારા નિર્દેશિત ફિલ્મ 'અબ્બારા'માં પ્રજ્વલ દેવરાજ, રાજશ્રી પોનપ્પા, નિમિકા રત્નાકર અને લેખ ચંદ્રા મુખ્ય ભૂમિકામાં જોવા જઈ રહ્યા છે.
બંગાળી ફિલ્મ
સહોબાશે એ એક આગામી બંગાળી ફિલ્મ છે જે 22 જુલાઈ, 2022ના રોજ રીલિઝ થવાની છે. આ ફિલ્મનું નિર્દેશન અંજન કાંજીલાલે કર્યું છે. આ ફિલ્મમાં એશા સાહા, સાયોની ઘોષ, દેબોલીના દત્તા અને બ્રત્ય બાસુ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
Advertisement
Tags :
Advertisement

.