Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતના હીરા ઉદ્યોગકારને મળ્યો અમિતાભ બચ્ચનને મળવાનો મોકો

સદીના મહાનાયક ચુંબકીય આકર્ષણ ધરાવતા અને લોક હૃદયમાં એક અનેરૂ સ્થાન ધરાવતા ટીવીનો પોપ્યુલર ગેમ શો એટલે કે કોન બનેગા કરોડપતિ કેબીસીની 14 મી સિઝન શરૂ થઈ છે, સદી ના મહાનાયક અમિતાભ બચ્ચનના (Amitabh Bachchan)કોન બનેગા કરોડપતિ ( KBC)માં જવા દરેક ભારતીયોની ઇચ્છા હોય કે એકવાર આવો મોકો મળે અને એ KBCમા જાય ત્યારે સુરતના(surat)હીરા ઉધોગ (Diamond industrialist)સાથે સંકળાયેલા અને વિવિધ જૈન સંસ્થાઓ સાથે જોડાયેલા અગ્રણી એવા તુષા
સુરતના હીરા ઉદ્યોગકારને મળ્યો અમિતાભ બચ્ચનને મળવાનો મોકો
સદીના મહાનાયક ચુંબકીય આકર્ષણ ધરાવતા અને લોક હૃદયમાં એક અનેરૂ સ્થાન ધરાવતા ટીવીનો પોપ્યુલર ગેમ શો એટલે કે કોન બનેગા કરોડપતિ કેબીસીની 14 મી સિઝન શરૂ થઈ છે, સદી ના મહાનાયક અમિતાભ બચ્ચનના (Amitabh Bachchan)કોન બનેગા કરોડપતિ ( KBC)માં જવા દરેક ભારતીયોની ઇચ્છા હોય કે એકવાર આવો મોકો મળે અને એ KBCમા જાય ત્યારે સુરતના(surat)હીરા ઉધોગ (Diamond industrialist)સાથે સંકળાયેલા અને વિવિધ જૈન સંસ્થાઓ સાથે જોડાયેલા અગ્રણી એવા તુષાર મહેતા (Tushar Mehta)અને એમના પત્ની સોનલ તુષાર મહેતા ને KBCની પ્રેક્ષક ગેલેરીમાં બેસી ને શો જોવા નો મોકો મળ્યો હતો.
શો શરૂ થતાં જ અમિતાભજી ની એન્ટ્રી થઈ તો સૌ કોઈ હર્ષભેર એમને તાળીઓના ગડગડાટ થી વધાવી લીધા હતા. એક અનેરો આનંદ હતો સદીના મહાનાયક તથા અવ્વલ દરજ્જાના આકર્ષક વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિને નિહાળવાનો. 80 વર્ષે પણ જેનામાં સ્ફૂર્તિ એક યુવાન જેવી હોય એવા અમિતાભજી ની એન્ટ્રી થઈ અને હીરા વેપારી પરિવાર એમને જોયા ત્યારે એક અનેરો આનંદ આવ્યો હતો. 

હીરા વેપારી એ KBC NIકેટલીક વાતો કહી હતી
આ અંગે હીરા વેપારી પરિવારે જણાવાયું હતું કે  KBCનો શો પૂર્ણ થયા બાદ બીગ બીએ પોતાની સીટ છોડીને પૅક્ષકોને મળવાનો દોર શરૂ કર્યો ત્યારે કંઈક એવી ઘટના બની કે જે કદાચ આ પહેલા ક્યારેય ન બની હોય પ્રેક્ષક ગેલેરીમાં બેઠેલા તુષાર મહેતાએ કહ્યું બચ્ચન જી મેં આપકે લિયે એક તોહફા લાયા હું તુષાર મહેતા કહ્યું કે આપ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આટલી બધી ઝાકમજાળ અને આટલી બધી રંગીન વાતાવરણ વચ્ચે પણ એક સંસ્કારી અને ચારિત્રપુર્ણ જીવન આપ જીવો છો એનાથી અમે ખૂબ અભિભૂત થયા છીએ.
તુષાર મહેતા પરિવારે અમિતાભ ને ભેટમાં આપી જૈન ધર્મની બુક
તુષાર મહેતાએ પૂજ્ય આચાર્યશ્રી રત્નચંદ્ર સુરીશ્વરજી સ્વરજી મહારાજ સાહેબ દ્વારા લિખીત અંતરાય કર્મ નિવારણ બુકની માહિતી આપવાનું શરૂ કર્યું અને કહ્યું કે અમે જૈન કૉમ્યુનિટી માંથી આવીએ છીએ અમારા જૈન ધર્મની ફિલોસોફીની એક બૂક ગિફ્ટ આપવા માંગીએ છીએ ત્યારે અમિત જી એ બહુ જ સરળ અને સહજતાથી તુષાર મહેતા પરિવારને હા પાડી હતી ત્યાર બાદ અમિત જી એ ખૂબજ કુતુલતાપૂર્વક અને રસપૂર્વક પૂછ્યું શું છે આ બુકમાં અને ત્યારે હીરા વેપારીએ જણાવ્યું હતું કે આ એક અંતરાય કર્મ નિવારણ પૂજાની માહિતી આપતી બુક છે.જીવનના અમુક સમયે જ્યારે આપણે ઘણી બધી તકલીફો આવતી હોય છે આપણા ધારેલા કામો થતા નથી હોતા જે કામો આપણે ધારીએ એમાં આપણને સફળતા મળતી નથી ત્યારે આપણે નાસીપાસ થઈ જઈએ છીએ એ સમયે આપણે અમુક અમુક ખરાબ વિચારોમાં ખોવાઈ જઈએ છીએ ત્યારે આ બુક અને એમાં રહેલા વિવિધ ઉદાહરણો દ્વારા આપણા જીવનમાં ખૂબ જ શાંતિ મળે છે અને જે તકલીફો અંતરાયો આવે છે એના નિવારણની ઘણી બધી માહિતી અંદર આપવામાં આવી છે
ભારત અને વિદેશમાં માત્ર 2 મહિનાની અંદર નકલો બહાર પડી ચૂકી છે
આચાર્ય ભગવંત શ્રી રત્નચંદ્રસૂરિજીસ્વરજી મહારાજ સાહેબ લેખિત આ પુસ્તિકા બનાવમાં આવી છે જેની 12000 કોપી પુરા ભારત અને વિદેશમાં માત્ર 2 મહિનાની અંદર નકલો બહાર પડી ચૂકી છે અને હજુ પણ એની ડિમાન્ડ છે લગભગ 10 થી 12 મિનિટ ની ચર્ચા દરમિયાન તુષાર મહેતા એ જણાવ્યું કે બુક ને વાંચ્યા પછી 4000 પત્ર આવ્યા અને એ પત્ર માં એ લોકો ના જીવન માં કેટલા અંતરાયો આ બુક થી દુર થયા અને જીવન માં એમનું મનોબળ કેવી રીતે વધ્યું એ પત્ર માં લખીને મોકલ્યું છે.
હીરા વેપારી પરિવારે આ પુસ્તક સદી ના મહા નાયક અમિતાભ બચ્ચનને પોતે રસ પૂર્વક આપી સાથે પુસ્તક ની માહીતી ઓ આપી અને હિન્દી આવૃત્તિ ભેટ સ્વરૂપે અમિતા બચ્ચા ને આ એક બુક સ્વીકારી,સાથે જ અમિતાભ જી એ ઉત્સાહિત થઇ ને એક ગુજરાતી પુસ્તક ઉપર પોતાના ઔટોગ્રાફ આપ્યા.. અને પોતે જલ્દી થી આ બુક વાંચી પોતાના જીવન માં આમાંથી કંઇક ગ્રહણ કરશે એવી આશા વ્યકત કરી.મહેતા પરિવારે આનંદ વકત કરતા કહ્યું હતું કે અભિનેતા અમિતાભ ને જૈન શાસનની એક એવી અમૂલ્ય બૂક ગિફ્ટ આપી તેનો ખૂબ આનંદ થયો અને એના વાંચન દ્વારા અમિતાભજીને પણ એ ખૂબ નવો અનુભવ મળશે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.