Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મેઘાણીનગરમાં ફ્લેટના પાર્કિંગમાંથી મળી લાશ, જાણો શું છે સમગ્ર મામલો

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ફ્લેટના પાર્કિંગમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવતા ચકચાર મચી છે. વહેલી સવારે સ્થાનિકોએ લાશને જોતા પોલીસને જાણ કરી હતી અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરતા એક બાદ એક અનેક વિગતો સામે આવે છે. કુબેરનગરમાં આવેલા તીર્થરાજ એપાર્ટમેન્ટમાં વહેલી સવારે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. સ્થાનિક લોકોએ મૃતદેહને જોઈને પોલીસને જાણ કરી હતી અને પોલીસે ઘટનà
મેઘાણીનગરમાં ફ્લેટના પાર્કિંગમાંથી મળી લાશ  જાણો શું છે સમગ્ર  મામલો
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ફ્લેટના પાર્કિંગમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવતા ચકચાર મચી છે. વહેલી સવારે સ્થાનિકોએ લાશને જોતા પોલીસને જાણ કરી હતી અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરતા એક બાદ એક અનેક વિગતો સામે આવે છે. કુબેરનગરમાં આવેલા તીર્થરાજ એપાર્ટમેન્ટમાં વહેલી સવારે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. સ્થાનિક લોકોએ મૃતદેહને જોઈને પોલીસને જાણ કરી હતી અને પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ કરતા મળી આવેલી લાશ રામકુમાર પંડિત નામના યુવકની હોવાનું સામે આવ્યું છે. મેઘાણીનગર વિસ્તારમાં જ રહેતો હોવાનું ખુલ્યું છે. આ સમગ્ર મામલે પોલીસે મૃતદેહને પેનલ પીએમ માટે મોકલીને મોત પાછળના કારણો જાણવા માટેની તજવીજ હાથ ધરી છે.
પોલીસે મૃતકની ઓળખ કરતા સામે આવ્યું કે તે બે વર્ષથી વસ્ત્રાપુરમાં આવેલી iim ઇન્સ્ટિટ્યૂટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો અને ઘણા સમયથી પોતાના વતન બિહાર ખાતે રહેતો હતો. જોકે દોઢ મહિના પહેલા તે અમદાવાદમાં આવ્યો હતો અને બુધવારે જ તે પોતાના વતન પરત જવાનો હતો, જોકે આ તમામ બાબતો વચ્ચે તે પોતાના ઘરથી ત્રણથી ચાર કિલોમીટર દૂર આવેલા ફ્લેટમાં કેમ ગયો હતો તેમજ તેનું મોત કયા કારણોસર થયું છે, તેની તજવીજ પોલીસે તેજ કરી છે.
જે જગ્યાએથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે, તેની આસપાસ દારૂના અનેક અડ્ડાઓ ધમધમતા હોવાનું સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે. અને મૃતક દારૂના નશામાં પડી જવાથી જ મોતને ભેટ્યો હોવાની ચર્ચાએ જોર પકડયું છે તેવામાં ખરેખર દારૂના નશામાં પડી જવાથી યુવકનું મોત થયું કે પછી અન્ય કોઈ કારણસર તેનું મોત થયું. તે બાબતના ખુલાસા પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સામે આવશે.
Advertisement
Tags :
Advertisement

.