Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રુપાલના વરદાયિની માતાના વિશ્વ પ્રસિદ્ધ પલ્લીમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી

રૂપાલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા ગાંધીનગર જિલ્લામાં આવેલા કુલ 4 તાલુકાઓ પૈકીના એક એવા ગાંધીનગર તાલુકામાં આવેલું એક ગામ છે. રુપાલ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે...

રૂપાલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા ગાંધીનગર જિલ્લામાં આવેલા કુલ 4 તાલુકાઓ પૈકીના એક એવા ગાંધીનગર તાલુકામાં આવેલું એક ગામ છે. રુપાલ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, દિવેલી, રાઇ, તમાકુ તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

Advertisement

આજે દશેરાએ રુપાલનો વરદાયિની માતાનો વિશ્વ પ્રસિદ્ધ પલ્લીનો મેળો યોજાયો હતો. ભક્તો દર વર્ષે દેવી વરદાયિની માતાની પાલખી સાથે શોભાયાત્રા કાઢે છે. જણાવી દઇએ કે, વરદાયિની માતાને પ્રસન્ન કરવા ચોખ્ખું ઘી ધરાવવામાં આવે છે. ગામના દરેક ચોકમાં મોટી સંખ્યામાં માનવમહેરામણ ઉમટે છે. પાલખીને ઉંચકી જતા ભક્તોનો વરઘોડો આ મેળાની વિશિષ્ટતા છે. આજદીન સુધી પલ્લીમાં કોઈ અનિચ્છીનીય બનાવ બન્યો નથી. આ મેળામાં દર વર્ષે 10 લાખ જેટલા ભાવિક ભક્તો ઉમટે છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Advertisement

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.