મુન્દ્રા પોર્ટ પર વિદેશી સિગારેટ ભરેલું કન્ટેનર ઝડપાયું
મુન્દ્રા પોર્ટમાં આવેલા ઓલ કાર્ગો CFSમાં DRIએ સિગારેટ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું હતું. ઘટનાના પગલે ચકચાર મચી ગઇ હતી. DRI અને કસ્ટમ વિભાગએ ખાનગી રાહે મળેલી બાતમીના આધારે મુન્દ્રા પોર્ટમાં ઓલ કાર્ગો CFSમાં દરોડો પાડયો હતો. દુબઈથી યુકેના લિવરપૂલ પોર્ટ પર જઈ રહેલા કન્ટેનરને અધિકારીઓએ ચેક કરતા સિગારેટ ઝડપાઇ હતી. તપાસમાં 84 લાખ ની Pride બ્રાન્ડ ની સિગારેટ મળી આવી હતી. પૂર્વ બાતમીના આધારે એજà
09:35 AM Apr 02, 2022 IST
|
Vipul Pandya
મુન્દ્રા પોર્ટમાં આવેલા ઓલ કાર્ગો CFSમાં DRIએ સિગારેટ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું હતું. ઘટનાના પગલે ચકચાર મચી ગઇ હતી. DRI અને કસ્ટમ વિભાગએ ખાનગી રાહે મળેલી બાતમીના આધારે મુન્દ્રા પોર્ટમાં ઓલ કાર્ગો CFSમાં દરોડો પાડયો હતો. દુબઈથી યુકેના લિવરપૂલ પોર્ટ પર જઈ રહેલા કન્ટેનરને અધિકારીઓએ ચેક કરતા સિગારેટ ઝડપાઇ હતી. તપાસમાં 84 લાખ ની Pride બ્રાન્ડ ની સિગારેટ મળી આવી હતી.
પૂર્વ બાતમીના આધારે એજન્સીઓએ આ દરોડો પાડયો હતો જેને લઇને દોડધામ મચી જવા પામી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ કેસમાં આવનાર દિવસોમાં વધુ નવા ધડાકાઓ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. થોડા સમય પૂર્વે પણ વિદેશી સિગારેટનો જથ્થો ઝડપાયો હતો ત્યારે ફરી એક વખત પકડાતા અનેક તર્ક-વિતર્કો પણ વહેતા થયા છે. સિગારેટનો જથ્થો કોણે કયાંથીમંગાવ્યો હતો તે સહિતના મુદ્દા પર તપાસ શરુ કરાઇ છે.
Next Article