Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CISF જવાને મિત્રની દીકરી સાથે કરી છેડતી, સુઈ રહેલી યુવતી સાથે કર્યુ ન કરવાનું કામ

અમદાવાદ શહેરમાં મેઘાણીનગરમાં 20 વર્ષીય યુવતી સાથે પિતા સમાન વ્યક્તિએ છેડતી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. યુવતીના પિતા સાથે cisf એટલે કે સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સમાં નોકરી કરતા આધેડે જ તેની સાથે છેડતી કરતા ફરિયાદનાં આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.મેઘાણીનગર પોલીસે યુવતી સાથે છેડતીની ઘટનામાં CISF જવાન શ્યામશંકર સિંગની ધરપકડ કરી છે.પકડાયેલા આરોપીએ પોતાની દિકરીની ઉમàª
cisf જવાને મિત્રની દીકરી સાથે કરી છેડતી  સુઈ રહેલી યુવતી સાથે કર્યુ ન કરવાનું કામ
અમદાવાદ શહેરમાં મેઘાણીનગરમાં 20 વર્ષીય યુવતી સાથે પિતા સમાન વ્યક્તિએ છેડતી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. યુવતીના પિતા સાથે cisf એટલે કે સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સમાં નોકરી કરતા આધેડે જ તેની સાથે છેડતી કરતા ફરિયાદનાં આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
મેઘાણીનગર પોલીસે યુવતી સાથે છેડતીની ઘટનામાં CISF જવાન શ્યામશંકર સિંગની ધરપકડ કરી છે.પકડાયેલા આરોપીએ પોતાની દિકરીની ઉમરની યુવતી સાથે અડપલાં કરતા તેની ધરપકડ કરાઈ છે.રાજસ્થાનના જયપુરમાં રહેતી યુવતીને થોડા સમય પહેલા ગાંધીનગર ખાતે ગુજરાત ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે કાઉન્સેલીંગ માટે આવી હતી. યુવતીનાં પિતા જયપુરમાં CISFમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે જ્યાં તેઓની સાથે આરોપી શ્યામશંકર સિંગ નોકરી કરતો હતો.જેનું બે મહિના પહેલા અમદાવાદ એરપોર્ટ પર પોસ્ટીંગ થતા તે અમદાવાદ રહેતો હોવાથી યુવતીને માતા સાથે હોટલમાં ન રોકાઈ આરોપીએ પોતાનાં ઘરે રોકાવાનું કહેતા યુવતી રોકાઈ હતી.જ્યાં રાતનાં સમયે અચાનક જ આરોપીએ યુવતી પાસે જઈ અડપલાં કરતા ફરિયાદ નોંધાઈ છે.
યુવતી રાતનાં સમયે સુઈ રહી હતી ત્યારે અચાનક તેના શરીર પર કોઈ હાથ ફેરવતુ હોવાનું તેને લાગતા તે જાગી ગઈ હતી જે સમયે તેણે પિતાના મિત્ર શ્યામશંકરને પોતાની શરીરે હાથ ફેરવી અડપલા કરતા જોતા તે ચોંકી ગઈ હતી..જોકે તે સમયે યુવતીની માતા જાગી જતા શ્યામશંકર ત્યાંથી ભાગી ગયો હતો. જે બાદ માતા સાથે ફરિયાદી તરત જ ત્યાંથી નિકળી કાલુપુર રેલવે સ્ટેશન પહોંચી હતી, જ્યાંથી યુવતીએ પિતાને આ ઘટના અંગે જાણ કરતા પિતાએ CISFયુનીટને જાણ કરી કાયદેસરની કાર્યવાહી કરવાનું કહેતા યુવતીએ CISF યુનિટને જાણ કરી હતી જે બાદ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પુછપરછ શરૂ કરી છે.
Advertisement
Tags :
Advertisement

.