Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતમાં પ્રજ્ઞાચક્ષુ બાળકોને પોતાની શક્તિઓથી પરિચિત કરાવી આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયો બાળમેળો

સુરત શહેરના ઘોડદોડ રોડ ઉપર આવેલી અંધજન શાળામાં પ્રજ્ઞા ચક્ષુ બાળકો માટે એક અનોખા બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાળમેળામાં વિવિધ પ્રકારના સ્ટોલ રાખવામાં આવ્યા હતા. આ બાળમેળા કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે પ્રજ્ઞાચક્ષુ બાળકોમાં કૌશલ્યનો વિકાસ થાય અને એ કૌશલ્યના વિકાસ થકી બાળકો પોતે આર્થિક ઉપાર્જન કરીને આત્મ નિર્ભર બની શકે. પ્રજ્ઞાચક્ષુ બાળકોને આત્મ નિર્ભર બનાવવàª
સુરતમાં પ્રજ્ઞાચક્ષુ બાળકોને પોતાની શક્તિઓથી પરિચિત કરાવી આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયો બાળમેળો
સુરત શહેરના ઘોડદોડ રોડ ઉપર આવેલી અંધજન શાળામાં પ્રજ્ઞા ચક્ષુ બાળકો માટે એક અનોખા બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાળમેળામાં વિવિધ પ્રકારના સ્ટોલ રાખવામાં આવ્યા હતા. આ બાળમેળા કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે પ્રજ્ઞાચક્ષુ બાળકોમાં કૌશલ્યનો વિકાસ થાય અને એ કૌશલ્યના વિકાસ થકી બાળકો પોતે આર્થિક ઉપાર્જન કરીને આત્મ નિર્ભર બની શકે. પ્રજ્ઞાચક્ષુ બાળકોને આત્મ નિર્ભર બનાવવા માટેનો પ્રયાસ શાળાની સાથે 20 જેટલી સંસ્થાઓએ પણ કર્યો હતો. આ સંસ્થામાં અભ્યાસ કરતા બાળકો દરેક સ્ટોર ઉપર જઈ રહ્યા હતા અને ત્યાંથી કંઈક નવું શીખી પણ રહ્યા હતા.
દિવ્યાંગ બાળકોમાં મનોરંજનની સાથે-સાથે સહભાગીતાની ભાવના વિકસાવવા પ્રયાસ 
અર્બન હેલ્થ એન્ડ ક્લાઇમેટ રેસીલીઅન્સ સેંટર ઓફ એક્સલન્સ (UHCRCE), ચાઈલ્ડ ફ્રેંડ્વી સ્માર્ટ સીટી નોલેજ સેંટર સુરત દ્વારા આ ખાસ પહેલ કરવામાં આવી છે. સુરત શહેરના જે દિવ્યાંગ બાળકો છે એ બાળકો પણ મનોરંજનની સાથે સાથે સહભાગીતાની ભાવના કેળવે તેમને પણ વિકસવાની તક મળે.  તેઓ પોતાની પોતાની શક્તિની ઓળખ કરે શક્તિની ઓળખ થકી રોજગારની તકો તેમને મળી રહે આ ઉપરાંત બાળકો આત્મ નિર્ભર બનવા તરફનો પ્રયાસ કરે એ ઉદ્દેશ્યથી આ બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું છે
 
પ્રજ્ઞાચક્ષુ બાળકો પોતે દરેક વસ્તુને ઓળખી શકે અને મહેસૂસ કરી શકે એ માટેનો પ્રયાસ 
સુરતની અંધજન શાળામાં યોજાયેલા આ બાળમેળામાં પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે સાયબર ક્રાઈમથી અવરનેસ મળે એ માટે ખાસ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પ્રજ્ઞાચક્ષુ બાળકો પોતે દરેક વસ્તુને ઓળખી શકે એને મહેસૂસ કરી શકે એ માટેનો પણ અહીંયા પ્રયાસ કરવામાં આવ્યો હતો. ધોરણ 1 થી 10 સુધીના દિવ્યાંગ બાળકોને કઈ રીતે સમાજમાં જીવવું એ માટેની જાણકારી તેમને આપવામાં આવી હતી આ ઉપરાંત ખાસ જોવા જઈએ તો આ તમામ બાળકો અહીંથી કંઈક એવું શીખીને જાય જેના થકી થી તેઓ જીવનમાં આગળ વધી શકે એ માટે 20 જેટલી અલગ અલગ સંસ્થાઓ દ્વારા અહીંયા બાળકો માટે ખાસ પ્રકારના આયોજનો કરવામાં આવ્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.