હવે લગ્ન વગર જન્મેલું બાળક પણ સંપતિનું હકદાર ગણાશે, જાણો સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય આપતા લગ્ન વિના જન્મેલા બાળકોને પણ પિતાની મિલકતમાં હકદાર ગણાવ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો કોઈ મહિલા અને પુરુષ લાંબા સમય સુધી સાથે રહેતા હોય તો તેને લગ્ન ગણવામાં આવશે અને આ સંબંધથી જન્મેલા બાળકોને પણ પિતાની સંપત્તિમાં હક મળશે.સુપ્રીમ કોર્ટે શું કહ્યું?બેન્ચે તેના ચુકાદામાં સ્પષ્ટતા કરી હતી કે જો કોઈ પુરુષ અને સ્ત્રી લાંબા સમય સુધી પતિ-પત્નીà
Advertisement
સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય આપતા લગ્ન વિના જન્મેલા બાળકોને પણ પિતાની મિલકતમાં હકદાર ગણાવ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો કોઈ મહિલા અને પુરુષ લાંબા સમય સુધી સાથે રહેતા હોય તો તેને લગ્ન ગણવામાં આવશે અને આ સંબંધથી જન્મેલા બાળકોને પણ પિતાની સંપત્તિમાં હક મળશે.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
બેન્ચે તેના ચુકાદામાં સ્પષ્ટતા કરી હતી કે જો કોઈ પુરુષ અને સ્ત્રી લાંબા સમય સુધી પતિ-પત્નીની માફક સાથે રહેતા હોય, તો તેને લગ્ન તરીકે જ ગણવામાં આવશે. ખંડપીઠે સ્પષ્ટ કર્યું કે એવિડન્સ એક્ટની કલમ 114 હેઠળ આ પ્રકારનું અનુમાન લગાવી શકાય છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો કોઈ પુરુષ અને સ્ત્રી લાંબા સમય સુધી પતિ-પત્ની તરીકે સાથે રહે છે, તો તે લગ્નની તરફેણમાં એક ધારણા હશે. એવિડન્સ એક્ટની કલમ 114 હેઠળ આવું અનુમાન લગાવી શકાય છે. જસ્ટિસ એસ. અબ્દુલ નઝીર અને જસ્ટિસ વિક્રમ નાથની ખંડપીઠે આ નિર્ણય આપ્યો હતો
કેસ શું હતો?
સુપ્રીમ કોર્ટે કેરળ હાઈકોર્ટના તે નિર્ણયને રદ કર્યો જેમાં કોર્ટે યુવકનો તેના પિતાની મિલકતમાં હિસ્સો ના ગણ્યો કારણ કે તેના માતા-પિતા પરણ્યા ન હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે બંનેએ ભલે લગ્ન કર્યા ના હોય, પરંતુ બંને લાંબા સમયથી પતિ-પત્નીની જેમ સાથે રહે છે. આવી સ્થિતિમાં, જો ડીએનએ ટેસ્ટમાં સાબિત થાય છે કે બાળક બંનેનું છે તો પિતાની સંપત્તિ પર બાળકનો સંપૂર્ણ અધિકાર છે.
કેરળ હાઈકોર્ટનો નિર્ણય રદ્દ કર્યો
કેરળના એક વ્યક્તિએ તેના પિતાની મિલકતના વિભાજનમાં હિસ્સો ના મળવા બદલ હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. તેણે કહ્યું હતું - તેને ગેરકાયદેસર પુત્ર ગણીને મિલકતમાં ભાગ નથી આપવામાં આવી રહ્યો. કેરળ હાઈકોર્ટે આ કેસનો ચુકાદો આપતા કહ્યું હતું કે જે વ્યક્તિ પર તે મિલકતનો દાવો કરી રહ્યો છે, તેની માતાએ તેની સાથે લગ્ન કર્યા નથી. આવી સ્થિતિમાં તેને પારિવારિક સંપત્તિનો હકદાર ગણી શકાય નહીં.
લિવ ઇન રિલેશન વિશે કાયદો શું કહે છે?
2010માં સુપ્રીમ કોર્ટે લિવ-ઇન રિલેશનશિપને માન્યતા આપી હતી. આ સાથે જ ઘરેલું હિંસા અધિનિયમ 2005ની કલમ 2(f)માં પણ લિવ ઇન રિલેશન ઉમેરવામાં આવ્યું હતું. એટલે કે લિવ-ઈનમાં રહેતા કપલ ઘરેલુ હિંસાનો રિપોર્ટ પણ નોંધાવી શકે છે. લિવ ઇન રિલેશન માટે કપલે પતિ-પત્નીની જેમ સાથે રહેવું પડે છે, પરંતુ આ માટે કોઈ સમય મર્યાદા નથી કે કેટલા વર્ષ સાથે રહેવું જોઇએ.