ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

CBI કોર્ટે અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમને નકલી પાસપોર્ટ કેસમાં ત્રણ વર્ષની સજા સંભળાવી

અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમ(Abu salem)ને નકલી પાસપોર્ટ કેસમાં સીબીઆઈની વિશેષ અદાલતે(CBI Special Court) ત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે. 1993ના મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો આરોપી અબુ સાલેમ મુંબઈની જેલમાં બંધ છે. અબુ સાલેમ ઉપરાંત અન્ય એક દોષી પરવેઝ આલમને પણ સજાઅંડરવર્લ્ડ ડોન અબુ સાલેમને નકલી પાસપોર્ટ કેસમાં સીબીઆઈ કોર્ટે ત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે. લખનૌની વિશેષ સીબીઆઈ કોર્ટે મંગળવારે આ કેસમાં અ
04:13 PM Sep 27, 2022 IST | Vipul Pandya
અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમ(Abu salem)ને નકલી પાસપોર્ટ કેસમાં સીબીઆઈની વિશેષ અદાલતે(CBI Special Court) ત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે. 1993ના મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો આરોપી અબુ સાલેમ મુંબઈની જેલમાં બંધ છે. 
અબુ સાલેમ ઉપરાંત અન્ય એક દોષી પરવેઝ આલમને પણ સજા
અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમને નકલી પાસપોર્ટ કેસમાં સીબીઆઈ કોર્ટે ત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે. લખનૌની વિશેષ સીબીઆઈ કોર્ટે મંગળવારે આ કેસમાં અબુ સાલેમને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે. આ કેસમાં અબુ સાલેમ ઉપરાંત અન્ય એક દોષી પરવેઝ આલમને પણ સજા સંભળાવવામાં આવી છે. આ દરમિયાન અબુ સાલેમ મુંબઈની તલોજા જેલમાંથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટની કાર્યવાહીમાં હાજર રખાયો હતો.
લખનૌ પાસપોર્ટ ઓફિસમાં અકીલ અહમદ કાઝમીના નામે પાસપોર્ટ માટે અરજી કરી 
મળતી માહિતી મુજબ, અબુ સાલેમ ઉર્ફે અબ્દુલ કયૂમ અંસારી(Abu Salem alias Abdul Qayyum Ansari) પર આરોપ છે કે 1993માં તેના સાથી પરવેઝ આલમ અને સમીરા જુમાની સાથે મળીને લખનઉ પાસપોર્ટ ઓફિસમાં અકીલ અહમદ કાઝમીના નામે પાસપોર્ટ માટે અરજી કરી હતી. 

નકલી દસ્તાવેજો રજૂ કર્યા
અબુ સાલેમે અરજી સાથે જે નામ, સરનામા અને દસ્તાવેજો આપ્યા હતા તે તમામ નકલી હતા. આરોપ છે કે અબુ સાલેમે નકલી પાસપોર્ટ બનાવ્યો અને તેનો ઉપયોગ કર્યો. અબુ સાલેમ પર 6 જુલાઈ 1993ના રોજ નકલી આઈડી દ્વારા પાસપોર્ટ લેવાનો આરોપ છે. સાલેમ પર તેની કથિત પત્ની સમીરા જુમાની માટે બનાવટી દસ્તાવેજોના આધારે બનાવટી પાસપોર્ટ બનાવવાનો આરોપ છે.

1993ના મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટના મુખ્ય આરોપી અબુ સાલેમ
સીબીઆઈએ 2009માં આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, 1993ના મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટના મુખ્ય આરોપી અબુ સાલેમની પોર્ટુગલથી ધરપકડ કરવામાં આવી હતી અને તેને 2002માં ભારત લાવવામાં આવ્યો હતો. ત્યારથી અબુ સાલેમ મુંબઈની જેલમાં બંધ છે.
Tags :
AbuSalemCBIcourtGujaratFirstUnderworldUnderworldDon
Next Article