Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સાઉથના આ સુપર સ્ટાર સામે બાળ લગ્ન માટે નોંધાયો હતો કેસ, લગ્નમાં કરાયો અધધ ખર્ચ

સાઉથ એક્ટર જુનિયર એનટીઆર આજે સમગ્ર ભારતનો સ્ટાર બની ગયો છે. તેની ફેન ફોલોઈંગ બોલિવૂડ કલાકારોને  જોરદાર સ્પર્ધા આપે છે. હાલમાં સમયમાં  ફેન્સ જુનિયર એનટીઆરની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે અંગત જીવન વિશે પણ જાણવા માંગે છે. પરંતુ એ પણ હકીકત છે કે કલાકારો પોતાની અંગત જિંદગીને લાઈમલાઈટથી દૂર રાખે છે. આજે એટલે કે 5મી મેના રોજ જુનિયર એનટીઆર અને તેમની પત્ની લક્ષ્મી પ્રણતિની એનિવર્સરી છે.  તà
સાઉથના આ સુપર સ્ટાર સામે બાળ લગ્ન માટે નોંધાયો હતો કેસ  લગ્નમાં કરાયો અધધ ખર્ચ
સાઉથ એક્ટર જુનિયર એનટીઆર આજે સમગ્ર ભારતનો સ્ટાર બની ગયો છે. તેની ફેન ફોલોઈંગ બોલિવૂડ કલાકારોને  જોરદાર સ્પર્ધા આપે છે. 
હાલમાં સમયમાં  ફેન્સ જુનિયર એનટીઆરની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે અંગત જીવન વિશે પણ જાણવા માંગે છે. પરંતુ એ પણ હકીકત છે કે કલાકારો પોતાની અંગત જિંદગીને લાઈમલાઈટથી દૂર રાખે છે. આજે એટલે કે 5મી મેના રોજ જુનિયર એનટીઆર અને તેમની પત્ની લક્ષ્મી પ્રણતિની એનિવર્સરી છે.  તો આવો જાણીયે અભિનેતાના લગ્ન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જણાવીએ છીએ.

10 વર્ષ નાની છોકરી સાથે લગ્ન કર્યા
જુનિયર એનટીઆરનું નામ ટોલીવુડની ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયેલું છે, જેમાં સમીરા રેડ્ડીનું નામ પણ સામેલ છે. પરંતુ અભિનેતાએ આખરે એરેન્જ મરેજ કરવાનો નિર્ણય કર્યો. એનટીઆરએ પોતે 10 વર્ષ નાની લક્ષ્મીને તેમના જીવનસાથી તરીકે પસંદ કરી હતી. 
લક્ષ્મીને ચંદ્રબાબુ નાયડુ (આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન) દ્વારા તેમના માટે પસંદ કરવામાં આવી હતી. 5 એપ્રિલ 2011ના રોજ જુનિયર એનટીઆર અને લક્ષ્મી પ્રણતિ સાથે લગ્ન કર્યા હતાં. લક્ષ્મી પ્રખ્યાત તેલુગુ ન્યૂઝ ચેનલ "સ્ટુડિયો એન" ના માલિક લક્ષ્મી નરને શ્રીનિવાસ રાવની પુત્રી છે.
લગ્નમાં 100 કરોડનો ખર્ચ કર્યો
જુનિયર એનટીઆર અને લક્ષ્મીના લગ્ન ખૂબ જ ભવ્ય શૈલીમાં થયા હતા. બંનેના લગ્ન સાથે જોડાયેલી ઘણી વાતો ફિલ્મી દુનિયામાં ગોસિપનો વિષય બની હતી. એવું કહેવાય છે કે પૂર્વ મુખ્યમંત્રી રામારાવે પૌત્ર જુનિયર એનટીઆરના લગ્નમાં કોઈ કસર છોડી ન હતી. આ ભવ્ય લગ્નમાં પૈસા પાણીની જેમ  વહેવડાવ્યાં હતા. એક રિપોર્ટ અનુસાર આ લગ્નમાં લગભગ 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. એવો દાવો કરવામાં આવે છે કે આ લગ્નમાં દુલ્હનએ 1 કરોડની સાડી પહેરી હતી. આટલું જ નહીં, પેવેલિયનની સજાવટ માટે 18 કરોડ રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવ્યો હતો. એવું પણ કહેવાય છે કે લગ્નમાં 15,000 મહેમાનો પહોંચ્યા હતા અને તેમના માટે સ્પેશિયલ ટ્રેન ચલાવવાની હતી.
લગ્ન પહેલા હંગામો થયો હતો
જુનિયર એનટીઆર અને લક્ષ્મીના લગ્ન પહેલા ઘણો હંગામો થયો હતો. બંનેના લગ્ન વર્ષ 2011માં થયા હતા. તે સમયે લક્ષ્મી 18 વર્ષની હતી પરંતુ જુનિયર એનટીઆર વર્ષ 2010માં જ લક્ષ્મી સાથે લગ્ન કરવા માંગતા હતા. તે સમયે લક્ષ્મીની ઉંમર માત્ર 17 વર્ષની હતી. આ કારણોસર, અભિનેતા વિરુદ્ધ બાળ લગ્ન કાયદા હેઠળ કેસ પણ નોંધવામાં આવ્યો હતો. આ કારણોસર અભિનેતાએ લગ્ન માટે રાહ જોવી પડી હતી. 
હાલમાં જુનિયર એનટીઆર અને લક્ષ્મી બે બાળકોના માતા-પિતા છે.
Advertisement
Tags :
Advertisement

.