Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિલ્હીમાં પણ દુમકા જેવો કિસ્સો, એક તરફી પ્રેમમાં પાગલ શખ્સે છોકરીને મારી ગોળી

દેશમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવાનો પોતાની હદ વટાવી રહ્યા હોય તેવી ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. તાજેતરમાં ઝારખંડમાં એક તરફી પ્રેમમાં પાગલ શાહરૂખ નામના યુવાને પેટ્રોલ છાટી યુવતીને જીવતી સળગાવી દીધી હતી, ત્યારે હવે દિલ્હીથી પણ કઇંક આવા જ સમાચાર સામે આવી રહ્યા છે. જ્યા એક પાગલ આશિકે એક તરફી પ્રેમમાં છોકરીને ગોળી મારી દીધી છે. ઘટના દિલ્હીના સંગમ વિહારની છે, જ્યા 16 વર્ષની સગીર છોકà
દિલ્હીમાં પણ દુમકા જેવો કિસ્સો  એક તરફી પ્રેમમાં પાગલ શખ્સે છોકરીને મારી ગોળી
દેશમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવાનો પોતાની હદ વટાવી રહ્યા હોય તેવી ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. તાજેતરમાં ઝારખંડમાં એક તરફી પ્રેમમાં પાગલ શાહરૂખ નામના યુવાને પેટ્રોલ છાટી યુવતીને જીવતી સળગાવી દીધી હતી, ત્યારે હવે દિલ્હીથી પણ કઇંક આવા જ સમાચાર સામે આવી રહ્યા છે. જ્યા એક પાગલ આશિકે એક તરફી પ્રેમમાં છોકરીને ગોળી મારી દીધી છે. 
ઘટના દિલ્હીના સંગમ વિહારની છે, જ્યા 16 વર્ષની સગીર છોકરીને ગોળી મારવામાં આવી છે. જોકે, આરોપી હવે પોલીસની કસ્ટડીમાં છે. મળી રહેલી માહિતી અનુસાર, અરમાન અલી નામના શખ્સે વિદ્યાર્થી પર ગોળી ચલાવી હતી. આ કેસમાં દક્ષિણ દિલ્હી પોલીસે તેની ધરપકડ કરી છે. આ ઘટનામાં બે આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. આ પહેલા અરમાન અલી આ ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયો હતો. પોલીસે તેની ધરપકડ અંગે સ્થળ પર તપાસ કરી હતી અને દરોડા પાડ્યા હતા. મહત્વનું છે કે, રાજધાનીના દેવલી રોડ પર કેમ્બ્રિજ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતી 16 વર્ષની છોકરીને 25 ઓગસ્ટ 2022ના રોજ અરમાન અલીએ સ્કૂલમાંથી પરત ફરતી વખતે ગોળી મારી દીધી હતી. ગોળી યુવતીના ખભામાં વાગી હતી. 
Advertisement

પોલીસને કરેલી ફરિયાદમાં વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, અરમાન અલીએ બે વર્ષ પહેલા સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ દ્વારા નામ બદલીને તેની સાથે મિત્રતા કેળવી હતી. વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, તે છેલ્લા 5-6 મહિનાથી અલી અરમાન સાથે વાત કરતી નહોતી. ત્યારબાદ આરોપીએ તેનો પીછો કરવાનું શરૂ કર્યુ હતું. વિદ્યાર્થિનીએ પોતાની ફરિયાદમાં પોલીસને જણાવ્યું હતું કે, તે 25 ઓગસ્ટના રોજ શાળાએથી પરત ફરી રહી હતી. ત્યારે તેને લાગ્યું કે કેટલાક લોકો તેની પાછળ આવી રહ્યા છે. જ્યારે તે સંગમ વિહારના બી-બ્લોક પર પહોંચી ત્યારે અરમાન અલીએ અન્ય બે મિત્રો સાથે મળીને તેના પર ગોળીબાર કર્યો હતો. ફાયરિંગ કર્યા બાદ તે તમામ ભાગી ગયા હતા.
યુવતીના પિતા પંકજ મિશ્રાએ જણાવ્યું કે, તેમની પુત્રીને વિસ્તારમાં રહેતો અમાનત અલી નામનો યુવક છેલ્લા એક વર્ષથી પરેશાન કરી રહ્યો હતો. તેમની પુત્રીએ ફેસબુક પર તેની ફ્રેન્ડની રિક્વેસ્ટ સ્વીકારી હતી, ત્યારથી તે તેને પરેશાન કરી રહ્યો હતો. તેમણે કહ્યું કે, તેને આ વિશે બે મહિના પહેલા જ ખબર પડી હતી. આ માહિતી બીટ ઓફિસરને આપવામાં આવી હતી. આ પછી આરોપી યુવક અલી ગાયબ થઈ ગયો હતો. પરંતુ પોલીસે કોઇ કાર્યવાહી કરી ન હતી. પંકજ મિશ્રાએ જણાવ્યું કે, અગાઉ જુલાઈના પહેલા અઠવાડિયામાં મારા ઘર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, ઘરના કાચ તૂટી ગયા હતા. જેની માહિતી કોન્સ્ટેબલને આપવામાં આવી હતી. પોલીસને આરોપીઓ સામે કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી હતી, પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી. આનું શું પરિણામ આવ્યું, તે 25મી તારીખે આપ સૌની સામે છે. અરમાન અલી ખુલ્લેઆમ છરી લઈને આખા વિસ્તારમાં ફરતો હતો. તે કોઈની દુકાનમાંથી કોઈ પણ સામાન લઈ લેતો અને પૈસા માંગવા પર છરી બતાવતો, જેના ડરથી કોઈ બોલતું ન હતું.
ઘટના બાદ યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં બે આરોપી બોબી અને અન્ય એક સાથીદારની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારપછી આરોપી અરમાન અલી ઘટના બાદ ફરાર થઈ ગયો હતો, જેના માટે પોલીસે તેને શોધવાના ખૂબ પ્રયાસો કર્યા હતા. પોલીસે આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 307 અને 34 હેઠળ કેસ દાખલ કર્યો છે.
Tags :
Advertisement

.