Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શ્રમજીવી પરિવારો માટે બારકોડવાળા રેશન કાર્ડ ઉપલબ્ધ કરાવવા યોજાયો કેમ્પ

અમદાવાદના નારણપુરા વિધાનસભા હેઠળના આનંદનગરમા શ્રમજીવી તેમજ મધ્યમ વર્ગના જરુરિઆતમંદ પરિવારોને નવા બારકોડ રેશનકાર્ડ ઉપલબ્ધ કરાવવા કેમ્પનું આયોજન કરાયું...સાથે જ કેમ્પમાં આ પરિવારોને અન્ન સુરક્ષા યોજના હેઠળ NSFA યોજનામાં આવરી લેવાના ઉ્દેશ્ય સાથે આ કેમ્પ યોજાયો હતો  બારકોડ રેશનકાર્ડ ધારકો ને ઝોનલ કચેરી સુધી લાંબી અવરજવર ના કરવી પડે તેને ધ્યાન મા રાખી ને પુરવઠા વિભાગે છેવાડા ના àª
શ્રમજીવી પરિવારો માટે બારકોડવાળા રેશન કાર્ડ ઉપલબ્ધ કરાવવા યોજાયો કેમ્પ
અમદાવાદના નારણપુરા વિધાનસભા હેઠળના આનંદનગરમા શ્રમજીવી તેમજ મધ્યમ વર્ગના જરુરિઆતમંદ પરિવારોને નવા બારકોડ રેશનકાર્ડ ઉપલબ્ધ કરાવવા કેમ્પનું આયોજન કરાયું...સાથે જ કેમ્પમાં આ પરિવારોને અન્ન સુરક્ષા યોજના હેઠળ NSFA યોજનામાં આવરી લેવાના ઉ્દેશ્ય સાથે આ કેમ્પ યોજાયો હતો 
 
બારકોડ રેશનકાર્ડ ધારકો ને ઝોનલ કચેરી સુધી લાંબી અવરજવર ના કરવી પડે તેને ધ્યાન મા રાખી ને પુરવઠા વિભાગે છેવાડા ના માનવી ભુખ્યા ના રહે તેવા રાજ્ય સરકાર ના આશય ને ધ્યાન મા રાખી દિવસ દરમ્યાન આ કેમ્પ નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. નારણપુરાના ધારાસભ્યએ આ બારકોડ રેશનકાર્ડની કામગીરી સાથેના NFSA કેમ્પનો  મંગળવારે મંગલ પ્રારંભ કરાવ્યો હતો.મદદનીશ પુરવઠા નિયામક  રાજેન્દ્ર આર પટેલની  ઉપસ્થિતિમાં સાબરમતી ઝોનલ ઓફિસર અને પુરવઠા વિભાગની ટીમે સ્થળ પર જ નવા બારકોડ રેશનકાર્ડ અને NFSA યોજનાના ફોર્મ ભરાવ્યા હતા.
આનંદનગર એપાટમેન્ટ મા રહેતા ૮૪ વર્ષના ચીનુભાઈ શાહ જેઓ એકાંકી જીવન વ્યતિત કરે છે તેઓને જીવનમા પહેલી વાર નવું બારકોડ રેશનકાર્ડ મદદનીશ પુરવઠા નિયામકે ફોર્મ ભરીને તેઓને આપી ને જાતે સ્વીકાર્યું અને અનાજ ના લાભ પણ આગામી માસથી મળતા થાય તેવી કાર્યવાહી આરંભી હતી. તાજેતરમાં અમદાવાદ શહેર ની 22 NGO સાથે અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રકએ શાહીબાગ ખાતે બેઠક યોજી હતી
લોકો માટે સરળ વ્યવસ્થા ગોઠવવા રજૂઆત સેવા સહિત NGO સાથે પુરવઠા નિયંત્રકની બેઠક થઈ હતી. NGO ઓ એ નવા બારકોડ રેશનકાડઁ બનાવવા NFSA યોજના હેઠળ શ્રમિક તેમજ બાંધકામ યોજના સાથે સંકડાયેલ અને વિસ્થાપિત જરુરિઆતમંદ પરિવારો ને તાકીદે  અન્ન સુરક્ષા યોજના હેઠળ સરળતા થી અનાજ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા સુચન કર્યા હતા 
વધુમાં સંસ્થાઓએ જણાવ્યું કે જે NFSA રેશનકાર્ડ સાયલન્ટ થયા હોય અને ત્રણ માસ કે તેથી વધુ સમય થી બંધ રહેલા રેશનકાર્ડ ચાલુ કરાવવા, રેશનકાર્ડ ધારકો ને કોઈ હાડમારી ના પડે તે માટે પુરવઠા વિભાગ હકારાત્મક અભિગમ દાખવે તેવી માગણી અને લાગણી સંસ્થાઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. 
અમદાવાદ શહેર ના એડીશનલ કલેક્ટર અને અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રક જશવંત જેગોડા તેમજ નાયબ નિયંત્રક  મૃણાલદેવી ગોહિલ તેમજ મદદનીશ નિયંત્રક ની સાથે મદદનીશ પુરવઠા નિયામકો અને ઝોનલ ઓફિસરો તેમજ રાજ્ય સરકાર અન્ય વિભાગો ના અધિકારીઓ સાથે ગાંધીનગર ના ઉચ્ચ અધિકારી ઓ આ બેઠક મા હાજર રહ્યા હતા.
મહાનગર ની NGO ના પ્રતિનિધિઓએ શહેરના તમામ ઝોન મા બારકોડ રેશનકાર્ડ તેમજ NFSA યોજના હેઠળ ના કેમ્પ પુરવઠા વિભાગ સાથે સંકલન કરી યોજવા પણ રજુઆતો કરી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
 
Advertisement
Tags :
Advertisement

.