Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિલ સ્મિથના સમર્થનમાં આવ્યા ભાઈજાન, કહ્યું - એક મર્યાદાથી આગળ વધી જતો મજાક...

આ વર્ષે ઓસ્કારમાં વિલ સ્મિથ અને ક્રિસ રોક ચર્ચાનો વિષય બન્યા છે. 2022 માં ઓસ્કાર આ બંને માટે કઇંક અલગ જ સાબિત થયો હતો. હોલિવૂડ એક્ટર વિલ સ્મિથે કોમેડિયન ક્રિસ રોકને સ્ટેજ પર થપ્પડ મારી દેશ અને દુનિયામાં ઓસ્કાર એવોર્ડથી વધુ આ થપ્પડને ચર્ચાનો વિષય બનાવ્યો હતો. હવે વિલ સ્મિથના થપ્પડ પર સેલેબ્સની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. કેટલાક વિલની નિંદા કરી રહ્યા છે અને કેટલાકે તેને સમર્થન આપી àª
વિલ સ્મિથના સમર્થનમાં આવ્યા ભાઈજાન  કહ્યું   એક મર્યાદાથી આગળ વધી જતો મજાક
આ વર્ષે ઓસ્કારમાં વિલ સ્મિથ અને ક્રિસ રોક ચર્ચાનો વિષય બન્યા છે. 2022 માં ઓસ્કાર આ બંને માટે કઇંક અલગ જ સાબિત થયો હતો. હોલિવૂડ એક્ટર વિલ સ્મિથે કોમેડિયન ક્રિસ રોકને સ્ટેજ પર થપ્પડ મારી દેશ અને દુનિયામાં ઓસ્કાર એવોર્ડથી વધુ આ થપ્પડને ચર્ચાનો વિષય બનાવ્યો હતો. હવે વિલ સ્મિથના થપ્પડ પર સેલેબ્સની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. કેટલાક વિલની નિંદા કરી રહ્યા છે અને કેટલાકે તેને સમર્થન આપી રહ્યા છે. આ વિવાદ પર સુપરસ્ટાર સલમાન ખાને પણ પ્રતિક્રિયા આપી છે.
IIFA એવોર્ડ 2022ની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સલમાન ખાનને આ વિષય પર એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં સલમાન ખાને કહ્યું, 'એક હોસ્ટ તરીકે તમારે સંવેદનશીલ બનવું પડશે. જોક્સ માટે અવકાશ છે. એક મર્યાદાથી આગળ વધી જતો મજાક ખોટી વાત છે. આ પછી સલમાન ખાને પણ હોસ્ટ તરીકેનો પોતાનો અનુભવ શેર કર્યો. સલમાન ખાને જણાવ્યું કે, એક હોસ્ટ તરીકે તે કોઈપણ બાબત પર કેવી રીતે પોતાની પ્રતિક્રિયા આપે છે. તેણે કહ્યું, 'મેં 'બિગ બોસ', 'દસ કા દમ' જેવા શો હોસ્ટ કર્યા છે. શોમાં જ્યારે પણ કોઈ તેની લાઇન ક્રોસ કરે છે. ત્યારે મને ગુસ્સો આવે છે. બિગ બોસનું ઉદાહરણ આપતા તેણે કહ્યું, 'જ્યારે પણ શોમાં કંઈક હદની બહાર જતું હતું, ત્યારે હું પ્રતિક્રિયા આપતો હતો કારણ કે તે મારે કરવું પડતું હતું.' સલમાન ખાને આગળ કહ્યું કે, 'દિવસના અંતે તે એક ટીવી છે. અમે અહીં બધું બતાવી શકતા નથી. આવી સ્થિતિમાં ઘણી વખત લોકોને લાગે છે કે હું ઓવર રિએક્ટ કરું છું, પણ એવુ બિલકુલ નથી. મારી પ્રતિક્રિયા ત્યારે જ આવે છે જ્યારે વસ્તુઓ હદ બહાર જાય છે. ઘણી વખત લોકો એક વખત બોલવાથી સહમત થતા નથી તેથી તેમને લાઇન પર લાવવા મારે મારી પ્રતિક્રિયા આપવી પડે છે. તેણે આગળ કહ્યું કે, જો તે બિગ બોસમાં કોઇની સાથે ગુસ્સે છે, તો તે તેના માટે નથી, ફક્ત તેના સારા માટે છે, તે તેના પર ગુસ્સે છે. 
મહત્વનું છે કે, વિલ સ્મિથે આ થપ્પડ સ્કેન્ડલ બાદ ક્રિસ રોક સહિત વિશ્વભરના ફેન્સની માફી માંગી છે. તેમણે કહ્યું કે, કોઈપણ પ્રકારની હિંસા ઝેરી અને વિનાશક છે. ગઈકાલે રાત્રે એકેડેમી એવોર્ડ્સમાં તેનું વર્તન ખોટું હતું. આ પછી, તેણે કહ્યું કે, જેડની તબીબી સ્થિતિ પર મજાક કરવી તેના માટે ખૂબ જ વધારે થયુ હોય તેવું લાગી ગયુ. તેથી તે પોતાને રોકી શક્યો નહીં. જોકે તેણે જાહેરમાં ક્રિસની માફી માંગી છે. આ સાથે વિલ સ્મિથે એમ પણ કહ્યું કે તે અત્યારે પોતાના પર કામ કરી રહ્યો છે.
Advertisement
Tags :
Advertisement

.