Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શાહનવાઝ હુસૈનને ઝટકો, સુપ્રીમ કોર્ટે રેપ કેસની ઝડપી સુનાવણી કરવાનો કર્યો ઇન્કાર

કેન્દ્ર અને બિહાર સરકારમાં મંત્રી રહી ચૂકેલા ભાજપના નેતા શાહનવાઝ હુસૈનને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી. શાહનવાઝ હુસૈન રેપ કેસમાં એફઆઈઆર નોંધવાના દિલ્હી હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. સુપ્રીમ કોર્ટે આ કેસમાં વહેલી સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. જો કે, SCએ કહ્યું છે કે આગામી સપ્તાહે સુનાવણી હાથ ધરવામાં આવશે. માનવામાં આવે છે કે ત્યાં સુધીમાં શાહનવાઝ હુસૈà
શાહનવાઝ હુસૈનને ઝટકો  સુપ્રીમ કોર્ટે રેપ કેસની ઝડપી સુનાવણી કરવાનો કર્યો ઇન્કાર
કેન્દ્ર અને બિહાર સરકારમાં મંત્રી રહી ચૂકેલા ભાજપના નેતા શાહનવાઝ હુસૈનને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી. શાહનવાઝ હુસૈન રેપ કેસમાં એફઆઈઆર નોંધવાના દિલ્હી હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. સુપ્રીમ કોર્ટે આ કેસમાં વહેલી સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. જો કે, SCએ કહ્યું છે કે આગામી સપ્તાહે સુનાવણી હાથ ધરવામાં આવશે. માનવામાં આવે છે કે ત્યાં સુધીમાં શાહનવાઝ હુસૈન વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી શકે છે.
 એક જૂના કેસમાં દિલ્હી હાઈકોર્ટે પોલીસને શાહનવાઝ હુસૈન વિરુદ્ધ દુષ્કર્મ સહિત અન્ય કલમોમાં કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં, કોર્ટે પોલીસને આ કેસની તપાસ 3 મહિનામાં પૂરી કરવા માટે કહ્યું છે. આ નિર્ણય સામે શાહનવાઝ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા.
જાન્યુઆરી 2018માં દિલ્હીની મહિલાએ નીચલી કોર્ટમાં અરજી કરી હતી અને હુસૈન સામે દુષ્કર્મનો કેસ દાખલ કરવાની અપીલ કરી હતી. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે શાહનવાઝ હુસૈને છતરપુર ફાર્મ હાઉસમાં તેની સાથે દુષ્કર્મ કર્યું હતુ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલામાં પોલીસે નીચલી કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો હતો અને કહ્યું હતું કે શાહનવાઝ હુસૈન સામેનો કેસ બનતો નથી. જો કે, ટ્રાયલ કોર્ટે, તેના નિર્ણયમાં, પોલીસની દલીલને નકારી કાઢી હતી, કોર્ટે જણાવ્યું હતું કે મહિલાની ફરિયાદમાં કોગ્નિઝેબલ ગુનો છે.
કોર્ટે જુલાઈ 2018માં શાહનવાઝ વિરુદ્ધ કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો. આ નિર્ણયને ભાજપના નેતાએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જો કે આ પહેલા દિલ્હી હાઈકોર્ટે કેસની નોંધણી પર વચગાળાનો સ્ટે મુકી દીધો હતો.
 
આ મામલામાં હવે શાહનવાઝને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હી હાઈકોર્ટમાં જસ્ટિસ આશા મેનનની બેંચે પોલીસને પીડિત મહિલા દ્વારા થોડા વર્ષો પહેલા કરવામાં આવેલી ફરિયાદમાં કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. દિલ્હી હાઈકોર્ટમાં તમામ તથ્યોને જોતા સ્પષ્ટ થાય છે કે પોલીસ આ મામલે એફઆઈઆર નોંધવામાં સંપૂર્ણ અનિચ્છા ધરાવે છે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે પોલીસ દ્વારા ટ્રાયલ કોર્ટમાં રજૂ કરવામાં આવેલ રિપોર્ટ અંતિમ રિપોર્ટ નથી.
શાહનવાઝ હુસૈન બિહારના MLC છે. તેઓ બિહારમાં JDU-BJP ગઠબંધન સરકારમાં મંત્રી પણ હતા. શાહનવાઝ હુસૈન ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે. તેઓ 1999માં કિશન ગંજથી સાંસદ બન્યા હતા. જોકે 2004માં આ સીટ પર તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી તેઓ 2006માં ભાગલપુરની પેટાચૂંટણી જીતીને લોકસભા પહોંચ્યા હતા. તેઓ 2009માં પણ અહીંથી જીત્યા હતા. જોકે, 2014ની લોકસભા ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. તેઓ અટલ સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે.
Advertisement
Tags :
Advertisement

.