ગુજરાતની રાજનીતિમાં આવી શકે છે મોટો ભૂકંપ, હાર્દિક છોડી શકે છે કોંગ્રેસનો હાથ
ગુજરાતની રાજનીતિમાં એકવાર ફરી મોટો ભૂકંપ આવે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. તાજેતરમાં એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ ભાજપની લીડરશિપથી ઘણા પ્રભાવિત થયા છે અને કોઇ પણ સમયે ભાજપ પક્ષ સાથે જોડાઇ શકે છે. જોકે, આ અંગે હાર્દિક પટેલ દ્વારા કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષે યોજાવાની છે, જે પહેલા જ તમામ પક્ષ જà
04:08 AM Apr 22, 2022 IST
|
Vipul Pandya
ગુજરાતની રાજનીતિમાં એકવાર ફરી મોટો ભૂકંપ આવે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. તાજેતરમાં એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ ભાજપની લીડરશિપથી ઘણા પ્રભાવિત થયા છે અને કોઇ પણ સમયે ભાજપ પક્ષ સાથે જોડાઇ શકે છે. જોકે, આ અંગે હાર્દિક પટેલ દ્વારા કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષે યોજાવાની છે, જે પહેલા જ તમામ પક્ષ જનતાને પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરવા લાગ્યા છે. ખાસ કરીને ભાજપે દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ આવ્યા બાદથી જ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. ત્યારે આ વચ્ચે પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના ભાજપમાં જવાની ચર્ચા તેજ બની છે. આપને યાદ હશે કે આ પહેલા ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2017માં યોજાઇ હતી, જેમા ત્રણ ચહેરા (જીગ્નેશ મેવાણી, હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર) ભાજપ વિરુદ્ધ જોવા મળ્યા હતા. તે એક એવો સમય હતો કે ભાજપ પક્ષ ચાહે કે ન ચાહે આ ત્રણ ચહેરાને અવગણી શકતો નહતો. પરંતુ થયું એવું કે ચૂંટણીના બે વર્ષ બાદ જ અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઇ ગયા. આ પછી હવે એકવાર ફરી કઇંક એવુ બનતું દેખાઇ રહ્યું છે કે જે ગુજરાતની રાજનીતિમાં મોટો ભૂકંપ લાવી શકે છે.
તાજેતરમાં હાર્દિક પટેલે એવા સંકેત આપ્યા છે કે જે બાદ તેમના ભાજપમાં જવાની અટકળો વધી છે. સૂત્રોની માનીએ તો હાર્દિક પટેલે કહ્યું છે કે, રાજનીતિમાં ઓપ્શન હંમેશા રહેતા હોય છે, આ સાથે તેમણે એ પણ કહ્યું કે, મારે મારું ભવિષ્ય પણ જોવાનું છે. હાર્દિકે વધુમાં કહ્યું કે, ભાજપની લીડરશિપમાં નિર્ણય લેવાની ક્ષમતા છે. જ્યારે કોંગ્રેસમાં નેતાઓ વધારે છે તેથી મતભેદ વધારે છે. વળી કોંગ્રેસમાં નિર્ણયશક્તિ ઘટી છે. આ સાથે હાર્દિકે ભાજપ પક્ષની સારી બાબકોને પણ સ્વીકારી છે અને 370ની કલમ અને રામ મંદિર જેવા નિર્ણયોની પણ ખૂબ પ્રશંસા કરી છે. આ તમામ નિવેદન બાદ હાર્દિક પટેલના ભાજપમાં જવાની ચર્ચાએ વેગ પકડ્યું છે. જોકે, હાર્દિક પટેલે ભાજપમાં જોડાવા અંગે કોઇ સ્પષ્ટતા કરી નથી.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંત સુધીમાં યોજાવાની છે. સુપ્રિમ કોર્ટ દ્વારા ચૂંટણી લડવા પર મુકાયેલા પ્રતિબંધ પર મળેલા સ્ટે બાદ હાર્દિક પટેલને એવું લાગી રહ્યું છે કે, કોંગ્રેસમાં તેમની સતત અવગણના થઇ રહી છે. થોડા દિવસ પહેલા ધ ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા એક ઇન્ટરવ્યૂંમાં હાર્દિક પટેલે પોતાની વ્યથા ઠાલવી હતી. હાર્દિક પટેલે આ ઇન્ટરવ્યૂંમાં કહ્યું કે, કોંગ્રેસમાં તેમની હાલત એક નવા પરણેલા વ્યક્તિ જેવી છે જેની નસબંધી કરી નાખવામાં આવી છે. હાર્દિક પટેલનું આ વિધાન એ સ્પષ્ટ કરે છે કે કોંગ્રેસમાં તેમને કોઈ પૂછતું પણ નથી. આ કારણે હાર્દિક પટેલ કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જોડાઇ શકે તે સમાચારને વેગ મળ્યો છે.
હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલનનો સૌથી પ્રમુખ ચહેરો બન્યા હતા. તે સમય એવો હતો કે જ્યારે લોકો તેની એક સંકેત પર મોટી સંખ્યામાં ભેગા થઇ જતા હતા. જોકે, તે સમયે હાર્દિક પટેલે પાટીદારોને એક વચન આપ્યું હતું કે તે ક્યારે કોઇ પણ પાર્ટી સાથે જોડાશે નહીં. પરંતુ આજે તમે જોઇ જ શકો છો કે તે એક પક્ષ (કોંગ્રેસ) સાથે જોડાયેલા છે. તે સમયના કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં હાર્દિક પટેલે કોંગ્રેસનું સભ્યપદ હાંસલ કર્યું હતું. પરંતુ હવે હાર્દિક પટેલને કોંગ્રેસમાં મૂળ કોંગ્રેસીઓ દ્વારા પોતાનું સ્થાન બતાવી દેવામાં આવ્યું હોવાનું લાગી રહ્યું છે.
થોડા દિવસો પહેલા હાર્દિક પટેલ માટે આમ આદમી પાર્ટીમાંથી પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જીહા, રાજ્યમાં જ્યારે શિક્ષણ, શાળા અંગે રાજનીતિક પાર્ટીઓમાં ખાસ કરીને AAP-BJPમાં એકબીજાને નીચા બતાવવામાં આવી રહ્યા હતા તે સમયે ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે, હાર્દિક પટેલ જેવા ક્રાંતિકારી યુવાનને AAPમાં જોડાવવાનું મારું આમંત્રણ છે.
Next Article