મોદી સરકારનો મોટો નિર્ણય, ગરીબ અન્ન કલ્યાણ યોજનાને આગામી 6 મહિના માટે લંબાવવામાં આવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સાંજે કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક
બોલાવી હતી. સામાન્ય રીતે આવી બેઠક બુધવારે યોજાતી હોય છે પરંતુ શનિવારે આ બેઠક કયા હેતુથી બોલાવવામાં આવી હતી તેના પર સૌની
નજર મંડાયેલી છે. આ બેઠકમાં મુખ્ય મુદ્દા પર નિર્ણય લેવામાં આવ્યો હતો. કેબિનેટની આ બેઠકમાં ગરીબ અન્ન કલ્યાણ
યોજનાને આગામી 6 મહિના માટે લંબાવવામાં આવી છે. મોદી
કેબિનેટમાં નિર્ણય લેવામાં આવ્યો કે આ યોજના 30 સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે. પહેલા આ સ્કીમ 31 માર્ચ સુધીમાં સમાપ્ત થઈ રહી હતી.
જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે આ યોજના (PMGKAY) કોરોના વાયરસના કારણે લોકડાઉન લાગુ કર્યા પછી શરૂ કરી હતી. આ માટે
સરકારે 1.70 કરોડની રકમ ફાળવી હતી. આ અન્ન યોજના
હેઠળ ગરીબોને વ્યકિતદીઠ 5 કિલોના દરે મફત અનાજ આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે શુક્રવારે લગભગ આખું કેબિનેટ લખનૌમાં હતું કારણ કે
ઉત્તર પ્રદેશમાં નવી સરકારની રચનાની પ્રક્રિયા પૂરી થવાની હતી. આવી સ્થિતિમાં ત્યાંથી પરત ફર્યા બાદ બીજા જ દિવસે
પીએમ મોદીએ આ બેઠક બોલાવી હતી. નોંધનીય છે કે આ દિવસોમાં સંસદનું સત્ર ચાલી રહ્યું છે અને આવી
સ્થિતિમાં કેબિનેટની આ બેઠકના અનેક અર્થ કાઢવામાં આવી રહ્યા છે.