Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

BCCIનો મોટો નિર્ણય, આ બોલર ટીમ સાથે જોડાયો

એશિયા કપ 2022માં  ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત 28 ઓગસ્ટે દુબઈમાં પાકિસ્તાન વિરુદ્ધ કરવા જઈ રહી છે. આ બ્લોકબસ્ટર મેચ પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડે એક મોટો નિર્ણય લીધો છે. રિપોર્ટ પ્રમાણે રાજસ્થાન રોયલ્સનો ફાસ્ટ બોલર કુલદીપ સેન નેટ બોલર તરીકે ટીમ સાથે જોડાયો છે. આ સાથે બીસીસીઆઈએ દીપક ચાહરની ઈજાને લઈને ચાલી રહેલા સમાચારોને બકવાસ ગણાવ્યા છે. બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ ઇનસાઇડસ્àª
04:09 PM Aug 25, 2022 IST | Vipul Pandya
એશિયા કપ 2022માં  ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત 28 ઓગસ્ટે દુબઈમાં પાકિસ્તાન વિરુદ્ધ કરવા જઈ રહી છે. આ બ્લોકબસ્ટર મેચ પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડે એક મોટો નિર્ણય લીધો છે. રિપોર્ટ પ્રમાણે રાજસ્થાન રોયલ્સનો ફાસ્ટ બોલર કુલદીપ સેન નેટ બોલર તરીકે ટીમ સાથે જોડાયો છે. આ સાથે બીસીસીઆઈએ દીપક ચાહરની ઈજાને લઈને ચાલી રહેલા સમાચારોને બકવાસ ગણાવ્યા છે. 
બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ ઇનસાઇડસ્પોર્ટને જણાવ્યું કે   દીપક ચાહરની ઇજાને લઈને ચાલી રહેલા સમાચાર બકવાસ છે. તે દુબઈમાં ટીમ સાથે છે. તે પ્રેક્ટિસમાં પણ સામેલ થયો છે. તેમણે કહ્યું કે કુલદીપ સેન નેટ બોલર તરીકે જોડાયો છે. તે એક શાનદાર પ્રતિભા છે, પરંતુ ફુલ ટાઇમ વિકલ્પના રૂપમાં નહીં. 

રાજસ્થાન રોયલ્સ માટે રમ્યો હતો કુલદીપ
કુલદીપ સેનને રાજસ્થાન રોયલ્સે આઈપીએલની હરાજીમાં 20 લાખ રૂપિયામાં સામેલ કર્યો હતો. કુલદીપનો જન્મ મધ્યપ્રદેશના રીવા જિલ્લાના હરિહરપુરમાં થયો હતો. તે મધ્યપ્રદેશ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. કુલદીપના પિતા શહેરમાં સલૂન ચલાવે છે. કુલદીપે આઈપીએલમાં પોતાના પ્રદર્શનથી અનેક લોકોને પ્રભાવિત કર્યા હતા. 
એશિયા કપમાં રમશે છ ટીમો
યુએઈમાં 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી રમાનાર એશિયા કપમાં છ ટીમો ભાગ લઈ રહી છે. શ્રીલંકા, ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચે આ ટૂર્નામેન્ટ રમાશે. ભારતના ગ્રુપમાં પાકિસ્તાન અને હોંગકોંગ છે. 
Tags :
BigDecisionbowlerjoinedtheteambyBCCIGujaratFirst
Next Article