Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સસ્તા તેલ બાદ હવે ભારતે રશિયા સાથે બીજો મોટો વ્યાપારિક કરાર કર્યો, ખેડૂતોને થશે મોટો ફાયદો

યુક્રેન પર રશિયાના હુમલા વચ્ચે ખાતરના વધતા ભાવે ભારત જેવા કૃષિપ્રધાન દેશની સમસ્યાઓમાં વધારો કર્યો છે. રશિયા વિશ્વમાં ખાતરનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે અને પ્રતિબંધોને કારણે તે હવે વૈશ્વિક બજારમાં ખાતર મોકલવા સક્ષમ નથી, જેના કારણે ખાતરના ભાવમાં વધારો થયો છે. જો કે ભારત માટે રાહતના મોટા સમાચાર એ છે કે ભારતે રશિયા પાસેથી ખાતરના મોટા સપ્લાય માટે અંતિમ મંજૂરી આપી દીધી છે. અધિકારીઓના à
સસ્તા તેલ બાદ હવે ભારતે રશિયા સાથે બીજો મોટો વ્યાપારિક કરાર કર્યો  ખેડૂતોને થશે મોટો ફાયદો
યુક્રેન પર રશિયાના હુમલા વચ્ચે ખાતરના વધતા ભાવે ભારત જેવા કૃષિપ્રધાન દેશની સમસ્યાઓમાં વધારો કર્યો છે. રશિયા વિશ્વમાં ખાતરનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે અને પ્રતિબંધોને કારણે તે હવે વૈશ્વિક બજારમાં ખાતર મોકલવા સક્ષમ નથી, જેના કારણે ખાતરના ભાવમાં વધારો થયો છે. જો કે ભારત માટે રાહતના મોટા સમાચાર એ છે કે ભારતે રશિયા પાસેથી ખાતરના મોટા સપ્લાય માટે અંતિમ મંજૂરી આપી દીધી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર વર્ષોથી ચાલતા આ આયાત સોદા માટે વાટાઘાટોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે.
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની અસર આખી દુનિયા પર પડી છે. પશ્ચિમી દેશોએ રશિયા પર અનેક રીતે પ્રતિબંધો લગાવ્યા છે અને બીજી તરફ યુદ્ધને કારણે રશિયા અન્ય દેશોને પોતાનો સામાન સપ્લાય કરી શકતું નથી. આની અસર વિશ્વ પર પડી અને યુદ્ધની વચ્ચે ઘણા દેશોમાં ખાતરના ભાવ વધી ગયા. યુક્રેન પર હુમલો કરવા બદલ રશિયા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જેના કારણે તે ડોલરમાં વેપાર કરવામાં અસમર્થ છે. રશિયા સાથેના વેપાર અંગે અમેરિકાએ ભારતને ઘણી વખત ચેતવણી આપવાનો પ્રયાસ કર્યો છે. જો કે ભારતે સ્પષ્ટ કર્યું છે કે ભારત પોતાની વિદેશનીતિ પોતાના હિતો અનુસાર નક્કી કરશે. 
ભારત અને રશિયા બાર્ટર સિસ્ટમથી વેપાર કરશે
પશ્ચિમી દેશોના નિયંત્રણોને કારણે ભારત-રશિયા વેપાર માટે બાર્ટર સિસ્ટમ અપનાવી રહ્યા છે. જે અંતર્ગત ભારત રશિયા પાસેથી ખાતર ખરીદશે. બદલામાં રશિયાને સમાન મૂલ્યની ચા, ઉદ્યોગો અને ઓટો પાર્ટ્સ માટે કાચો માલ આપવામાં આવશે.  ભારતની મોટાભાગની વસ્તી ખેતી પર નિર્ભર છે. ભારતના 2.7 અબજ ડોલરના અર્થતંત્રમાં કૃષિનો હિસ્સો 15% છે. રરશિયા-યુક્રેન યુદ્ધને કારણે ખાતરોની આયાતને અસર થઈ છે, જેના કારણે ખેડૂતો પર બોજ વધ્યો છે. 
આવી સ્થિતિમાં ખરીફ પાક દરમિયાન ખેડૂતોને મોંઘા ખાતરોની કિંમતનો સામનો ન કરવો પડે અને તેમને તેની અછત ન અનુભવવી પડે તેને ધ્યાનમાં રાખીને ભારત આ સોદો કરવા માટે સંમત થયું છે. રિપોર્ટમાં એક અધિકારીના હવાલાથી કહેવામાં આવ્યું છે કે રશિયાથી ખાતરની આયાત ભારતના રાષ્ટ્રીય હિતમાં સામેલ છે અને ઘણા વર્ષો પછી ભારતે રશિયા સાથે ખાતરની આયાત માટે આ લાંબા સોદાને અંતિમ સ્વરૂપ આપ્યું છે. માહિતી અનુસાર, ખાતરના બદલામાં ભારતથી કૃષિ ઉત્પાદનો અને તબીબી ઉપકરણો રશિયા મોકલવામાં આવશે.
આ ભારતીય કંપનીઓ આ ડીલમાં સામેલ છે
બીજા અધિકારીએ માહિતી આપી હતી કે નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ, મદ્રાસ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ, રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ, ઇન્ડિયા પોટાશ લિમિટેડ અને ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ ત્રાવણકોરે DAP, પોટાશ અને અન્ય ખાતરો માટે રશિયન કંપનીઓ ફોસાગ્રો અને ઉરલકાલી સાથે ત્રણ વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા હોવાની વાત સામે આવી છે.
અમેરિકાની ધમકીની અવગણના
અમેરિકા સહિત ઘણા મોટા દેશો ભારતને યુક્રેન સાથે એકતા દર્શાવવા માટે રશિયા સાથે વ્યાપારી સંબંધો ખતમ કરવાનો આગ્રહ કરી રહ્યા છે. જો કે ભારતે આ દેશો અને ખાસ કરીને અમેરિકાની આ ધમકીને ગણકારી નથી, ભારતે અનેક વખત આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. ભારતે કહ્યું કે ભારત પોતાના હિતોના રક્ષણ માટે વિદેશ નીતિ સાથે સમાધાન કરવા તૈયાર નથી.
ભારત સરકારે ખેડૂતોને આપી રાહત
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે, ભારત સરકારે 21 મેના રોજ જ 1.1 લાખ કરોડ રૂપિયાની વધારાની ખાતર સબસિડી આપવાનું નક્કી કર્યું હતું, જેથી વૈશ્વિક ભાવ વધારા પછી દેશમાં કિંમતોને નિયંત્રિત કરી શકાય. આ જાહેરાત સાથે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે વૈશ્વિક સ્તરે કિંમતોમાં વધારો થવા છતાં દેશમાં ખાતરના ભાવમાં વધારાથી ખેડૂતોને બચાવી લેવામાં આવ્યા છે. ખાતર પર 1.1 લાખ કરોડની સબસિડી આપવામાં આવી રહી છે.
Advertisement
Tags :
Advertisement

.