Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ટીમ ઈન્ડીયા બાદ ન્યૂઝીલેન્ડને મોટો ઝટકો, આ બોલર થયો બહાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ વન ડે મેચની સિરીઝની પ્રથમ મેચ 18 જાન્યુઆરીએ રમાવાની છે. સિરીઝ શરૂ થાય તે પહેલા જ ભારતીય ટીમને ત્યારે આંચકો લાગ્યો જ્યારે શ્રેયસ અય્યર ત્રણેય મેચમાંથી બહાર થઈ ગયો હતો. ભારત બાદ હવે ન્યૂઝીલેન્ડની ટીમને પણ ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર સ્પિનર ઈશ સોઢી પ્રથમ વન ડે મેચમાંથી બહાર થઈ ગયો છે. ટીમના કેપ્ટન ટોમ લાથમે આ માહિતી આપી છે.બોલ્ટ, સાઉથી, વિલિયમ્સન ટીમમાં
06:28 PM Jan 17, 2023 IST | Vipul Pandya
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ વન ડે મેચની સિરીઝની પ્રથમ મેચ 18 જાન્યુઆરીએ રમાવાની છે. સિરીઝ શરૂ થાય તે પહેલા જ ભારતીય ટીમને ત્યારે આંચકો લાગ્યો જ્યારે શ્રેયસ અય્યર ત્રણેય મેચમાંથી બહાર થઈ ગયો હતો. ભારત બાદ હવે ન્યૂઝીલેન્ડની ટીમને પણ ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર સ્પિનર ઈશ સોઢી પ્રથમ વન ડે મેચમાંથી બહાર થઈ ગયો છે. ટીમના કેપ્ટન ટોમ લાથમે આ માહિતી આપી છે.
બોલ્ટ, સાઉથી, વિલિયમ્સન ટીમમાં નથી 
ટોમ લાથમે કહ્યું, તેઓ (બોલ્ટ, સાઉથી, વિલિયમ્સન) ટીમમાં નથી અને અમને તેમની ખોટ સાલશે. બીજી તરફ ટીમના અન્ય ખેલાડીઓ માટે પણ આ એક તક છે. ટીમના તમામ ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા છે જે બોનસ સમાન છે. હવે જવાબદારી લેવાનો વારો તેમનો છે. અમે નસીબદાર છીએ કે લોકી ફર્ગ્યુસન છે જેણે ભારતમાં ઘણું ક્રિકેટ રમી છે. 
ન્યૂઝીલેન્ડના 3 ખેલાડીઓ રમવાના નથી 
ન્યૂઝીલેન્ડની ટીમ એટલી મજબૂત દેખાતી નથી. ટિમ સાઉથી પાકિસ્તાનના સફળ પ્રવાસ બાદ સ્વદેશ પરત ફર્યો છે જ્યારે બોલ્ટ યુએઈમાં આઈએલટી20માં રમી રહ્યો છે અને હવે ઈશ સોઢી પણ પહેલી વનડેમાં રમવાનો નથી. 
ન્યુઝીલેન્ડની ટીમ : ટોમ લાથમ (કેપ્ટન), ફિન એલન, માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, જેકોબ ડફી, લોકી ફર્ગ્યુસન, ડગ બ્રેસવેલ, ડેરિલ મિચેલ, હેનરી નિકોલ્સ, ગ્લેન ફિલીપ્સ, મિચેલ સેન્ટનર, હેનરી શિપલી, બ્લેયર ટિકનેર.
ભારત ટીમમાંથી શ્રેયર અય્યર આઉટ
ન્યૂઝીલેન્ડની ટીમમાં જેમ 3 ખેલાડીઓ રમવાના નથી તેમ ભારતીય ટીમને પણ કેટલાક ખેલાડીઓની ગેરહાજરી નડશે. શ્રેયર અય્યર પણ ટીમમાં નથી. 

આવતીકાલે હૈદરાબાદમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પહેલી વનડે
આવતીકાલે હૈદરાબાદમાં બપોરના 1.30 વાગ્યે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પહેલી મેચ રમવાની છે. બન્ને ટીમમાંથી એક એક દિગ્ગજ ખેલાડી રમવાનો નથી. 
ઈશાન કિશન મીડલ ઓર્ડરમાં રમશે
ટીમ ઈન્ડીયના કેપ્ટન રોહિત શર્માએ એવું જણાવ્યું કે ઈશાન કિશન મીડલ ઓર્ડરમાં રમવા ઉતરશે. 
આપણ  વાંચો-ઈશાનની વાપસી, કેપ્ટન રોહિતે કહ્યું કે આ નંબર પર બેટિંગ કરશે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
bowleroutCricketGujaratFirstIndiavsNewZealandIshanKishanNewZealandTeamIndi
Next Article