Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હળવદ પોલીસની સતર્કતાથી ગેરકાયદેસર ઘૂસણખોરી કરી રહેતો બાંગ્લાદેશી યુવક ઝડપાયો

26મી જાન્યુઆરીને  હવે માત્ર બે દિવસ બાકી છે ત્યારે ગુજરાત પોલીસ તેમજ અન્ય સુરક્ષા એજન્સીઓ સતર્ક રહીને સતત પેટ્રોલીગ  અને ચેકીંગ કરી રહી છે તે અરસામાં ગત મોડી રાત્રીના હળવદ પોલીસ દ્વારા એક શંકાસ્પદ યુવકને રોકીને તેની પ્રાથમિક પુછપરછ કરતા તે બાંગ્લાદેશી ભાષા બોલતો હતો અને તેની ઝડતી લેતા તેની પાસેથી બાંગ્લાદેશી ભાષામાં લખેલ એક ચિઠ્ઠી પણ મળી હતી જેથી આ યુવકની કુંડળી કાઢવા મોરબી એàª
08:03 AM Jan 24, 2023 IST | Vipul Pandya
26મી જાન્યુઆરીને  હવે માત્ર બે દિવસ બાકી છે ત્યારે ગુજરાત પોલીસ તેમજ અન્ય સુરક્ષા એજન્સીઓ સતર્ક રહીને સતત પેટ્રોલીગ  અને ચેકીંગ કરી રહી છે તે અરસામાં ગત મોડી રાત્રીના હળવદ પોલીસ દ્વારા એક શંકાસ્પદ યુવકને રોકીને તેની પ્રાથમિક પુછપરછ કરતા તે બાંગ્લાદેશી ભાષા બોલતો હતો અને તેની ઝડતી લેતા તેની પાસેથી બાંગ્લાદેશી ભાષામાં લખેલ એક ચિઠ્ઠી પણ મળી હતી જેથી આ યુવકની કુંડળી કાઢવા મોરબી એસઓજીની ટીમ જોતરાઈ હતી અને તપાસમાં ઘટસ્ફોટ થયા હતા.
દરબાર નાકા વિસ્તારમાંથી યુવક ઝડપાયો
આ અંગે વિગત અનુસાર 26મી જાન્યુઆરીના અનુસંધાને હળવદ પોલીસ પેટ્રોલીંગ માં હોય જે દરમિયાન ગત રાત્રીના સમયે હળવદના દરબારનાકા પાસે એક શંકાસ્પદ યુવક રખડતો હતો જેને રોકીને પોલીસે તેની પૂછપરછ કરતા તેની ભાષા બાંગ્લાદેશી હોવાનું જણાઈ આવતા પોલીસ સતર્ક બની હતી અને યુવકને હળવદ પોલીસ મથકે લાવીને ઝડતી લેતા તેની પાસેથી બાંગ્લાદેશી ભાષા માં લખેલ એક ચિઠ્ઠી મળી આવી હતી પરંતુ પુછપરછમાં આ યુવક ની ભાષા બાંગ્લાદેશી હોય જેથી અડચણ આવી હતી જેના કારણે આ યુવકની કુંડળી કાઢવા મોરબી એસઓજીની ટીમ પણ તપાસમાં જોતરાઈ હતી અને પોલીસ તેમજ યુવક વચ્ચે ભાષાની અણસમજ હોવાથી પોલીસને સચોટ જવાબો મળી શકતા ન હતા.
અલગ-અલગ રાજ્યમાં ફરતો ફરતો મોરબી સુધી પહોંચી ગયો
જેથી મોરબી એસઓજીના સ્ટાફ દ્વારા બાંગ્લા ભાષા જાણતા વ્યક્તિને બોલાવીને ઝડપાયેલ યુવકની પુછપરછ કરતા તે યુવકનુ નામ તુહજલ ઉર્ફે ડેવિડ રવી તેના પિતાનું નામ મુસ્લિમ હુસેન મૂળ ધર્મ મુસ્લિમ હાલ ધર્મે ક્રિશ્ચન (ઊ.વ. 26 રહે. સદર ઘાટ, જિલ્લો: છટ્ટો ગ્રામ, બાંગ્લાદેશ) વાળો હોવાનું સામે આવ્યું હતું અને વધુ પૂછપરછમાં આ યુવક પાસે પાસપોર્ટ, વિઝા જેવા જરૂરી દસ્તાવેજો ન હોવાનું ખુલ્યું હતું જેથી તે ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરી રહેતો હોવાનુ અને ભારતમાં ઘુસી અલગ અલગ રાજ્યોમાં ફરતોફરતો તે મોરબી જિલ્લાના હળવદ પહોચ્યો હતો જેથી સમગ્ર મામલે હળવદ પોલીસે ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરી રહેતા બાંગ્લાદેશી ઇસમ વિરૂદ્ધ ફોરેનર એક્ટ ૧૯૪૬ કલમ 14 A(a)(b) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી છે.
  • અભણ યુવક હજારો કિલોમીટર દૂર બાંગ્લાદેશ થી હળવદ પહોંચી ગયો અને એક પણ રાજ્યની પોલીસના હાથે ચડ્યો નહિ?તો વેલ ટ્રેઈન્ડ આતંકવાદી કઈ રીતે ઝડપાશે!
અત્રે ઉલ્લેખનિય છે કે, 26મી જાન્યુઆરી નજીકમાં હોવાથી દેશભરમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં છે તેમજ ગુજરાત ભરની પોલીસને પણ એલર્ટ મોડમાં રાખવામા આવી છે અને સતત પેટ્રોલીંગ તેમજ ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે બાંગ્લાદેશ થી હજારો કિલોમીટર દૂર અને વિરૂદ્ધ દિશામાં આવેલ ગુજરાતના મોરબી જિલ્લાના હળવદ જેવા શહેરમાં આટલા રાજ્યો ની સરહદો પાર કરીને આ અભણ યુવક અહી સુધી કઈ રીતે પહોંચી ગયો અને કેટલાક રાજ્યોમાં પણ તે ફર્યો હતો ત્યારે ગુજરાત પોલીસ ની સતર્કતા થી આ ઘૂસણખોર ઝડપાઈ ગયો હતો એવામાં અન્ય રાજ્યો ની પોલીસ ની સતર્કતા પર પણ સવાલ ઉઠી રહ્યા છે  અને જો અભણ યુવક અને અહીંયાની ભાષાથી અજાણ યુવક અહીંયા સુધી પહોંચી શકતો હોય તો ટ્રેનિંગ લીધેલ આતંકવાદીઓને કઈ રીતે રોકી શકાશે? જેથી દેશની સુરક્ષા મામલે આ એક ગંભીર બેદરકારી કહી શકાય.
આ પણ વાંચો - ધ્રોલમાં કાર અને આઇસર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત , એકની હાલત ગંભીર
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AlertBangladeshiGujaratFirstHalvadPoliceIndiaInfiltratingઘુસણખોરીબાંગ્લાદેશી
Next Article