નોઇડામાં 7 મહિનાના બાળકને કૂતરાઓએ ફાડી ખાધું
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના નોઇડા (Noida)માં કૂતરાઓએ (Dog)એ સાત મહિનાના બાળક (Child)ને ફાડી નાખતા અરેરાટી વ્યાપી ગઇ છે. નોઇડામાં સેક્ટર-100ની લોટસ બુલેવાર્ડ સોસાયટીમાં રખડતા કૂતરાઓએ બાળકને ભયાનક રીતે બચકાં ભર્યા હતા જેમાં બાળકના આંતરડા પણ બહાર આવી ગયા હતા. આ મામલે પોલીસે પણ તપાસ શરુ કરી હતી. દંપતિનો 7 મહિનાનો પુત્રપ્રાપ્ત માહિતી મુજબ નોઇડામાં ભાડાના મકાનમાં રહેતો રાજેશ અને તેની પત્ની મજૂરી કામ ક
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના નોઇડા (Noida)માં કૂતરાઓએ (Dog)એ સાત મહિનાના બાળક (Child)ને ફાડી નાખતા અરેરાટી વ્યાપી ગઇ છે. નોઇડામાં સેક્ટર-100ની લોટસ બુલેવાર્ડ સોસાયટીમાં રખડતા કૂતરાઓએ બાળકને ભયાનક રીતે બચકાં ભર્યા હતા જેમાં બાળકના આંતરડા પણ બહાર આવી ગયા હતા. આ મામલે પોલીસે પણ તપાસ શરુ કરી હતી.
દંપતિનો 7 મહિનાનો પુત્ર
પ્રાપ્ત માહિતી મુજબ નોઇડામાં ભાડાના મકાનમાં રહેતો રાજેશ અને તેની પત્ની મજૂરી કામ કરે છે. રાજેશ મૂળ મધ્યપ્રદેશનો છે. રાજેશ અને તેની પત્નીને સાત મહિનાનો પુત્ર છે જેનું નામ તેમણે અરવિંદ પાડ્યું હતું. મજૂરી કામ કરતાં દંપતિને સેક્ટર-100ની લોટસ બુલવાર્ડ સોસાયટીમાં રિપેરિંગનું કામ મળ્યું હતું.
મજૂરી કામ કરતા દંપતિના બાળક પર હુમલો
બંને કામ દરમિયાન સાત મહિનાના પુત્ર અરવિંદને સાથે લઈને આવતા હતા. સોમવારે દંપતીએ પુત્રને સ્થળ પાસે ચાદર પાથરીને સુવડાવી દીધો હતો અને પોતે સોસાયટીમાં કામ કરતા હતા. ત્યારબાદ સાંજે 4 વાગ્યે કેટલાક રખડતા કૂતરાઓએ માસૂમ અરવિંદ પર હુમલો કર્યો હતો. કૂતરાઓએ બાળકને બચકાં ભરીને ફાડી ખાધો હતો જેથી બાળકના પેટમાંથી આંતરડા પણ બહાર નિકળી ગયા હતા.
લોકોએ કૂતરાઓને ભગાડ્યા
આ દ્રષ્ય સોસાયટીના કેટલાક લોકોએ જોયું તો તેઓએ તરત જ કૂતરાને ત્યાંથી ભગાડી દીધા અને બાળકને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા. પરંતુ સારવાર દરમિયાન મોડી રાત્રે બાળકનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે બાળકીના માતા-પિતાની પૂછપરછ કરી હતી. ત્યારબાદ મૃતદેહ તેઓને સોંપવામાં આવ્યો હતો.
બાળક રડતાં લોકો ભેગા થયા
બપોરે 4 વાગે કેટલાક કૂતરાઓએ બાળકને બચકાં ભર્યા હતા જેથી બાળક જોર જોરથી રડવા લાગ્યું હતું, જેથી તેના રડવાનો અવાજ સ્થાનિક રહિશોને સંભળતા લોકો પહોંચ્યા હતા અને કૂતરાને ભગાડ્યા હતા. તત્કાળ બાળકના માતા પિતાને બોલાવાયા હતા અને બાળકને સારવાર માટે લઇ જવાયું હતું.
નોઇડામાં કૂતરાનો આતંક
પ્રાપ્ત માહિતી મુજબ નોઇડામાં કૂતરાઓનો આતંક વધી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં લોકોને કૂતરા કરડ્યા હોવાના બનાવો પણ બન્યા છે ત્યારે વધુ એક ચોંકાવનારો બહાર આવ્યો છે.
દર મહિને અમદાવાદમાં પાંચ હજાર લોકોને રખડતા કૂતરાઓ કરડે છે.
અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા મહિનાઓથી રખડતા શ્વાનનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. ખાસ કરીને રાત્રિના સમયે જે લોકો વાહન લઇને નીકળતા હોય છે તેમને આ રખડતા કૂતરાઓથી હવે ડર લાગવા લાગ્યો છે. જોકે, ડર લાગવો પણ સ્વાભાવિક બની ગયો છે. કારણ કે, એક સર્વે મુજબ શહેરમાં દર મહિને પાચ હજાર લોકોને આ રખડતા કૂતરાઓ કરડે છે.
30 હજારથી વધુ શ્વાનના ખસીકરણ પાછળ અઢી કરોડથી વધુ રકમનો ખર્ચ
અમદાવાદ શહેરમાં મોડી રાત્રિ સુધી ઓફિસ કામ કરીને ઘરે જઇ રહેલા ઘણા એવા લોકો છે કે, જેઓ શહેરના રખડતા કૂતરાઓના કરડવાના શિકાર બન્યા છે. એવું નથી કે, તંત્રએ આ માટે કઇ કર્યું જ નથી. છેલ્લા એક વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 30 હજારથી વધુ શ્વાનના ખસીકરણ પાછળ અઢી કરોડથી વધુ રકમનો ખર્ચ કર્યો છે. વળી એક સર્વે મુજબ અમદાવાદમાં શહેરમાં 2 લાખથી પણ વધુ રખડતા શ્વાન છે. આમ જોતા તંત્રની ખસીકરણની કામગીરી ગોકળ ગાયની જેમ આગળ વધતી હોય તેવું સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે.
એજન્સીને એક કૂતરા દીઠ 930 રૂપિયા ચૂકવાય છે
અમદાવાદ શહેરમાં છેલ્લા 2 દાયકાથી રખડતા કૂતરા પકડી તેના ખસીકરણની કામગીરી સ્વૈચ્છીક સંસ્થાઓ પાસેથી કરાવવામાં આવી રહી છે. વળી આ માટે એજન્સીને એક કૂતરા દીઠ 930 રૂપિયા ચૂકવવામાં આવી રહ્યા છે. તેમ છતા કૂતરાઓના કરડવાના બનાવો સતત વધારો થઇ રહ્યો છે.
Advertisement