Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભરૂચના મઢુલી સર્કલ પાસે લક્ઝરી બસે બાઈકને ટક્કર મારતા પાંચ વર્ષીય બાળકીનું કરુણ મોત

રાજયમાં દિવસે ને  દિવસે અકસ્માતના કેસો વધતાં  જોવા મળી રહ્યા  છે ત્યારે ભરૂચના દહેજ બાયપાસ રોડ પર નંદેલાવ નજીકના મઢુલી સર્કલ પાસે લક્ઝરી બસના ચાલકે બાઈકને ટક્કર મારતાં બાઈક પરથી ફંગોળાયેલ પ વર્ષીય બાળકીનું મોત થયું હતું.અકસ્માતના પગલે ઉશ્કેરાયેલા લોકોએ રસ્તા પર ઉતરી આવી આવ્યા હતા.ભરૂચના વાહન વ્યવહારથી સતત ધમધમતા  દહેજ બાયપાસ રોડ પર નંદેલાવ નજીક આવેલ મઢુલી સર્કલ પાસે હરીભાઈ àª
ભરૂચના મઢુલી સર્કલ પાસે લક્ઝરી બસે બાઈકને ટક્કર મારતા પાંચ વર્ષીય બાળકીનું કરુણ મોત
રાજયમાં દિવસે ને  દિવસે અકસ્માતના કેસો વધતાં  જોવા મળી રહ્યા  છે ત્યારે ભરૂચના દહેજ બાયપાસ રોડ પર નંદેલાવ નજીકના મઢુલી સર્કલ પાસે લક્ઝરી બસના ચાલકે બાઈકને ટક્કર મારતાં બાઈક પરથી ફંગોળાયેલ પ વર્ષીય બાળકીનું મોત થયું હતું.અકસ્માતના પગલે ઉશ્કેરાયેલા લોકોએ રસ્તા પર ઉતરી આવી આવ્યા હતા.
ભરૂચના વાહન વ્યવહારથી સતત ધમધમતા  દહેજ બાયપાસ રોડ પર નંદેલાવ નજીક આવેલ મઢુલી સર્કલ પાસે હરીભાઈ પટેલ પુત્રવધૂ ડીમ્પુબેન અને પ વર્ષીય પૌત્રી ધ્યાની સાથે બાઈક પર ભોલાવથી શ્રવણ ચોકડી તરફ જઈ રહ્યા હતા. તે દરમ્યાન ખાનગી લક્ઝરી બસના ચાલકે ધડાકાભેર ધસી આવી ટક્કર મારતા ધ્યાની દૂર ફંગોળાઈ હતી તો બાઈક સાથે મહેશભાઈ અને ડિમ્પુબેન પણ પટકાયા હતા.જેમાં પ વર્ષીય બાળકી ધ્યાનીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું.જ્યારે માતા ડિમ્પુબેન ધર્મેશભાઈ પટેલ અને મહેશ હરીભાઈ પટેલને ઈજા થઈ હતી.
અકસ્માત બાદ આસપાસની સોસાયટીના લોકો નેદેલાવનાં પૂર્વ સરપંચ,ડેપ્યુટી સરપંચ સહિત અન્ય અગ્રણીઓ તેમજ રાહદારીઓ પણ આક્રોશ સાથે ઉમટી આવ્યા હતા.આ દરમ્યાન અકસ્માત બાદ બસ મુકી ચાલક ભાગી છૂટયો હતો.આક્રોશિત લોકોએ રસ્તા પર ઉતરી આવી સ્પીડ બ્રેકરની માંગ સાથે વાહનોને રોકી ચક્કાજામ કરતા ભારે હંગામો મચી ગયો હતો.જેના પગલે પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને સ્થિતિને કાબુમાં લેવાના પ્રયાસો કરવા સાથે સમજાવટ માટે પણ પ્રયાસો હાથધર્યા હતા.
ભરૂચના દહેજ બાયપાસ રોડ પર નાના મોટા અનેક વાહનોની સતત અવર જવર રહે છે અને તેથી ટ્રાફિકની સમસ્યા સાથે અકસ્માત પણ થતાં રહે છે.  ફ્લાય ઓવરબ્રિજ પણ મંજૂર કરવામાં આવ્યો છે.પણ હજુ સુધી કોઈ કામગીરી શરૂ થઈ નથી ત્યારે જ વહેલી તકે તેની કામગીરી શરૂ કરવામાં આવે તે જરૂરી છે. નહીંતર  આવા અકસ્માતો સર્જાતા રહેશે અને લોકોમાં આક્રોશ જોવા મળતો રહેશે.
Advertisement
Tags :
Advertisement

.