Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાંડેસરા વિસ્તારની ઘટના, 5 વર્ષની બાળકી ત્રીજા માળની બાલ્કની માંથી નીચે પટકાતા મોત

સુરત (Surat)શહેરના પાંડેસરા (Pandesara) વિસ્તારમાં આવેલ ભગવતી નગરમાં 5 વર્ષની બાળકી(Girls)રમતા રમતા ત્રીજા માળની(Third floor) બાલ્કનીમાંથી નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. બાળકીને ઇજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ (Civil Hospital)લઈ જવામાં આવી હતી. નવી સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ બાળકીનું મોત થયુ છે. અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છેઆ વાતની જાણ થતા àª
પાંડેસરા વિસ્તારની ઘટના  5 વર્ષની બાળકી ત્રીજા માળની બાલ્કની માંથી નીચે પટકાતા મોત
સુરત (Surat)શહેરના પાંડેસરા (Pandesara) વિસ્તારમાં આવેલ ભગવતી નગરમાં 5 વર્ષની બાળકી(Girls)રમતા રમતા ત્રીજા માળની(Third floor) બાલ્કનીમાંથી નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. બાળકીને ઇજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ (Civil Hospital)લઈ જવામાં આવી હતી. નવી સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ બાળકીનું મોત થયુ છે. 

અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે

આ વાતની જાણ થતા જ પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરતા પાંડેસરા પોલીસે આ મામલે હાલ અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પાંડેસરા વિસ્તારની ભગવતી નગર ખાતે રહેતા ઉદયરામ ચંદ્રવંશી જે મજૂરી કામ કરી પોતાનું ગુજરાત ચલાવે છે. ગતરોજ તેમની 5 વર્ષીય પુત્રી આકૃતિ ચંદ્રવંશી જે પોતાના ઘરમાં રમી રહી હતી, ત્યારે રમતા રમતા બાલ્કનીમાં આવતા કોઈક રીતે તે ત્રીજા માળેથી નીચે પટકાઇ હતી. જે પછી આસપાસના લોકો મોટેમોટેથી બૂમો પડવા લાગ્યા હતા.
સાથી મિત્ર દીકરીને લઈ નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા

એટલે હું અને મારી પત્ની તરત નીચે દોડી ગયા હતા. વધુમાં જણાવ્યું કે, હું અને મારાં સાથી મિત્ર મીનુભાઈ દીકરીને લઈ નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં દીકરીનું સારવાર કરવામાં આવી ત્યારબાદ હોસ્પિટલના  દાખલ કરવામાં આવી હતી.  ત્યારે  સારવાર દરમિયાન બાળકીનું મોત  થયું હતું. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.