જામનગરમાં 33 ફૂટ ઉંચુ હોલિકાનું પૂતળું તૈયાર
જામનગરમાં ભોય જ્ઞાતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ હોલિકા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 66 વર્ષથી ભોય સમાજ દ્વારા હોલિકા ઉત્સવ ઉજવવામાં આવે છે. આ વર્ષે 33 ફૂટ ઊંચું હોલિકાનું પૂતળું તૈયાર કરવામાં આવ્યું છે જેમાં ઘાસ, શણના કોથળા, લાકડા, કપડા સહિતની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. છેલ્લા 1 મહિનાથી હોલિકાનું પૂતળું બનાવવા માટે તૈયારીઓ ચાલતી હતી. અને તેને આખરી ઓપ અપાઈ ગ
જામનગરમાં ભોય જ્ઞાતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ હોલિકા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 66 વર્ષથી ભોય સમાજ દ્વારા હોલિકા ઉત્સવ ઉજવવામાં આવે છે. આ વર્ષે 33 ફૂટ ઊંચું હોલિકાનું પૂતળું તૈયાર કરવામાં આવ્યું છે જેમાં ઘાસ, શણના કોથળા, લાકડા, કપડા સહિતની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. છેલ્લા 1 મહિનાથી હોલિકાનું પૂતળું બનાવવા માટે તૈયારીઓ ચાલતી હતી. અને તેને આખરી ઓપ અપાઈ ગયો છે. હોળીના દિવસે સવારે હોલિકાને વાજતે ગાજતે ભોઈવાડા વિસ્તારમાં સરઘસ કાઢી તેની બેઠક સુધી લઈ જઇ હોલિકાને બેઠક પર બિરાજમાન કરવવામાં આવે છે. પ્રાચીન પરંપરા અનુસાર હોળીની રાત્રે હોલિકા અને પ્રહલાદની પ્રાચીન કથા મુજબ જ અહીં હોલિકા દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
જામનગરનો સૌથી પ્રાચીન હોલિકા મહોત્સવ
હોલિકા મહોત્સવની વિશેષતાઓ છે કે જામનગરનો સૌથી પ્રાચીન હોલિકા મહોત્સવ છે અને 33 ફૂટ ઊંચું હોલિકા પૂતળું તૈયાર કરાયુ છે. શાસ્ત્રોક્ત વિધિવત રીતે અગ્નિદાહ આપવામાં આવે છે, જેમાં હજારોની સંખ્યામાં જનમેદની ઊમટે છે . પૂતળું તૈયાર કરવામાં ઘાસ, શણના કોથળા, લાકડા, કપડા, આભૂષણો નો ઉપયોગ કરાયો છે જયારે પેઇન્ટીંગ દ્વારા હોલિકાન પૂતળાંને આકર્ષક સ્વરૂપ આપવામાં આવે છે. આ વર્ષે ભોઇ જ્ઞાતિ સમસ્ત જામનગરના પ્રમુખ અનિલભાઈ ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહક સમિતિની નિમણુક કરવામાં આવી છે, જેના અધ્યક્ષ તરીકે રૂપેશભાઈ વારા, ઉપાધ્યક્ષ બીપીનભાઈ જે.વારા, કોષાધ્યક્ષ ચંદ્રેશભાઇ વારા,સભ્ય સંજયભાઈ સી. દાઉદીયા,સભ્ય મયુર ડી.વારાની દેખરેખ હેઠળ હોલિકા સર્જક તરીકે ભરતભાઈ ગોંડલીયા, તથા રવિ વારા તેમજ રમેશભાઈ વી.જેઠવા, આભૂષણ માટે અલ્પેશભાઈ વારા, સની કુંભારાણા, કપિલ જેઠવા, વૈભવ જેઠવા,પ્રતીક જેઠવા સહિતના યુવાનો સાથે મળી સમગ્ર આભૂષણ તૈયાર કરે છે. હોલિકા મહોત્સવના ફાગણ સુદ પૂનમ ના દિવસે આમંત્રિત મહેમાનો ના વરદ હસ્તે હોલિકાનું પ્રાગટ્ય કરવામાં આવે છે.
Advertisement