Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સરહદ ડેરી દ્વારા ૩ મેગા વોટનો સોલાર પાવર પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો

કચ્છ જિલ્લામાં પોતાની કામગીરી અને પ્રવૃતિથી આગવી ઓળખ સ્થાપિત કરી અને હંમેંશા નવીન કામગીરી દ્વારા પશુપાલકોના હિતાર્થે કામગીરી કરતી જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા  કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. સરહદ ડેરી દ્વારા ગામ  ચાંદરાણી તાઅંજાર ખાતે ૩ મેગા વોટનો સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે જેનાથી ડેરીનો ચાંદરાણી ખાતેનો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા
સરહદ ડેરી દ્વારા ૩ મેગા વોટનો સોલાર પાવર પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો
કચ્છ જિલ્લામાં પોતાની કામગીરી અને પ્રવૃતિથી આગવી ઓળખ સ્થાપિત કરી અને હંમેંશા નવીન કામગીરી દ્વારા પશુપાલકોના હિતાર્થે કામગીરી કરતી જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા  કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. સરહદ ડેરી દ્વારા ગામ  ચાંદરાણી તાઅંજાર ખાતે ૩ મેગા વોટનો સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે જેનાથી ડેરીનો ચાંદરાણી ખાતેનો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ગત 28  ઓગસ્ટના રોજ કચ્છ જિલ્લાની મુલાકાત દરમિયાન વર્ચ્યુઅલી લોકાપર્ણ કરવામાં આવેલ ૨ લાખ લિટરથી ૬ લાખ લિટર સુધી વિસ્તરણ થઈ શકે તેવો દૂધ અને દૂધની બનાવટોનો પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટ ચાલસે અને દેશનો સૌ-પ્રથમ સોલાર પાવરથી ચાલતો દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ બન્યો છે.
આ બાબતે અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે આજની તારીખમાં સરહદ ડેરીએ ૧૨ કરોડના ખર્ચે ભારતનો સૌ-પ્રથમ સોલાર પાવર પ્લાન્ટની ચાલતો પ્લાન્ટ બનાવ્યો છે. આ પ્લાન્ટમાં દૈનિક ૬ થી ૭ હજાર યુનિટ વીજળી ઉત્પન થશે અને અને દૂધ સંઘને માસિક વીજળી બીલમાં બચત થશે જેનો સીધો ફાયદો કચ્છના પશુપાલકોને થશે. 
આગામી 6 માસમાં તૈયાર થઈ જશે.છેલ્લા લાંબા સમયથી ડેરી કાર્યરત છે 
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ વર્ષ 2017માં દેશનો સૌ-પ્રથમ સંપૂર્ણ સોલાર પાવર સંચાલિત કેટલ ફીડ પ્લાન્ટ સ્થાપિત કર્યો હતો.આ સાથે સાથે ડેરી દ્વારા આજ રોજ અમૂલ ઇકો છાસનું પ્રોડક્શન પણ ચાલુ કરી દેવામાં આવેલ છે. હાલમાં ચાંદરાણી પ્લાન્ટમાં આઇસક્રીમ પ્લાન્ટના નિર્માણની કામગીરી ચાલુ છે જે આગામી ૬ માસમાં તૈયાર થઈ જશે.છેલ્લા લાંબા સમયથી ડેરી કાર્યરત છે જેને લઈને પશુપાલકોને ફાયદો થવા પામ્યો છે. સોલાર પ્લાન્ટને લઈને અન્ય લોકોને પણ પ્રેરણારૂપ બનશે તે પણ એક હકીકત છે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.