Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભાવનગરના ટાણા ગામના 100માંથી 98 બાળકોએ રસી લીધી

ભાવનગરના શિહોર તાલુકાના ટાણા ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળાના 100 માંથી 98 વિદ્યાર્થીઓએ રસી લઇને અનોખું ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. 12 થી 14 વર્ષની વય જૂથના બાળકોની રસીકરણ અભિયાનના પ્રથમ દિવસે જ  અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. કોરોના જેવી મહામારી સામે જીતવા માટે રસીકરણ ખૂબ જ અગત્યનું અને અમોઘ શસ્ત્ર  છે. કેન્દ્ર સરકારના પ્રયત્નો અને રાજ્ય સરકારના સહકાર સાથે અગાઉ પણ કોરોના  વ
ભાવનગરના ટાણા ગામના 100માંથી 98 બાળકોએ રસી લીધી
ભાવનગરના શિહોર તાલુકાના ટાણા ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળાના 100 માંથી 98 વિદ્યાર્થીઓએ રસી લઇને અનોખું ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. 12 થી 14 વર્ષની વય જૂથના બાળકોની રસીકરણ અભિયાનના પ્રથમ દિવસે જ  અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. 
કોરોના જેવી મહામારી સામે જીતવા માટે રસીકરણ ખૂબ જ અગત્યનું અને અમોઘ શસ્ત્ર  છે. કેન્દ્ર સરકારના પ્રયત્નો અને રાજ્ય સરકારના સહકાર સાથે અગાઉ પણ કોરોના  વિરોધી રસીના અભિયાન ચલાવી સમાજના મોટાભાગના લોકોને કોરોના સામે  સંરક્ષિત કરવામાં આવ્યાં છે. આજથી હવે 12 થી 14 વર્ષની વયજૂથના બાળકોને  કોર્બોવેક્સની રસીથી સંરક્ષિત કરવા માટે રસીકરણ અભિયાનની શરૂઆત કરવામાં  આવી છે. ભાવનગરના જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્રએ તેમાં સક્રિય રહીને  કામગીરી બજાવી છે.
ભાવનગરની ટાણા ખાતે આવેલી સ્વામી વિવેકાનંદ શાળાના રસી લેવાની પાત્રતા  ધરાવતાં 100 માંથી 98 વિદ્યાર્થીઓએ રસી લઇને સમાજ સામે અનોખું ઉદાહરણ પૂરું  પાડીને એક અનોખી સિધ્ધિ મેળવી છે. આપણે કોરોનાની મહામારીની પરાકાષ્ટા જોઈ  ચૂક્યાં છીએ.  આ બાળકોએ કોરોના અંગે જાગૃતિ લાવવાં માટે પેઇન્ટીંગ અને સ્લોગન રાઇટીંગ કરીને કોરોના રસીકરણ કરાવવાં માટે સમાજને હાકલ કરી હતી. 100 માંથી 98 બાળકોને પ્રોત્સાહિત કરવાં માટે  સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળાના સંચાલક ધર્મેન્દ્રભાઈ પટેલે પણ મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી.
Advertisement
Tags :
Advertisement

.