IPLમાં રમાશે 94 મેચ, આવનાર ભવિષ્યમાં દુનિયાની સૌથી મોટી લીગ બનવાની તૈયારીઓ
ઈન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League)હાલમાં સૌથી મોટી ક્રિકેટ લીગ છે. જ્યાં ખેલાડીઓ પોતાની તાકાત દેખાડે છે હવે આ લીગને વધુ મોટી કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે વધુ સમાચાર મળી રહ્યા છે કે IPLના નવા ચેરમેન અરુણ ધુમલે દાવો કર્યો કે, આગામી પાંચ વર્ષમાં આઈપીએલ દુનિયાની સૌથી મોટી લીગ બની જશે. ધુમલે જાણકારી આપી કે, IPL 2023 અને 2024માં તો 74-74 મેચ રમાશે પરંતુ 2027 સુધી મેચની સંખ્યા 94 થઈ જશે.તમને જણાàª
01:30 PM Nov 08, 2022 IST
|
Vipul Pandya
ઈન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League)હાલમાં સૌથી મોટી ક્રિકેટ લીગ છે. જ્યાં ખેલાડીઓ પોતાની તાકાત દેખાડે છે હવે આ લીગને વધુ મોટી કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે વધુ સમાચાર મળી રહ્યા છે કે IPLના નવા ચેરમેન અરુણ ધુમલે દાવો કર્યો કે, આગામી પાંચ વર્ષમાં આઈપીએલ દુનિયાની સૌથી મોટી લીગ બની જશે. ધુમલે જાણકારી આપી કે, IPL 2023 અને 2024માં તો 74-74 મેચ રમાશે પરંતુ 2027 સુધી મેચની સંખ્યા 94 થઈ જશે.
તમને જણાવી દઈએ કે, આઈપીએલ 2023-2027 માટે 48,390 કરોડ રુપિયામાં મીડિયા રાઈટ્સ વેચાયા છે જે પ્રતિ મેચની કિંમત મામલે દુનિયાની સૌથી મોટી બીજી લીગ બની ગઈ છે. ધુમલે કહ્યું કે, નવી યોજનાઓની સાથે આગળ વધવાના સમયની માંગ છે અને આવું કોઈ કારણ જોવા મળી રહ્યું નથી કે, જેનાથી IPL દુનિયાની સૌથી મોટી લીગ ન બની શકે.
આઈપીએલની કઈ સીઝનમાં કેટલા મેચ રમાશે ?
IPL 2023: 74 મેચ
IPL 2024: 74 મેચ
IPL 2025: 84 મેચ
IPL 2026: 84 મેચ
IPL 2027: 94 મેચ
IPL ટીમની સંખ્યા 10 જ રહેશે
ધુમલે એ પણ જાણકારી આપી છે કે,આઈપીએલની ટીમ વધશે નહિ. આ સંખ્યા 10 જ રહેશે,ધુમલે પીટીઆઈને કહ્યું કે, ટીમની સંખ્યા 10 જ રહેશે.જો ટીમની સંખ્યા વધશે તો એકસાથે ટુર્નામેન્ટનું આયોજન કરવું મુશ્કેલ બનશે. અમે પહેલા 2 સીઝનમાં 74 મેચ અને પછી 84 મેચનું આયોજન કરવા પર વિચાર કરી રહ્યા છીએ જો આ યોગ્ય થાય તો પાંચમાં વર્ષે 94 મેચ રમાડી શકાય છે.
બીસીસીઆઈએ આઈપીએલમાં 2 નવી ટીમને જોડી 12000 કરોડ રુપિયાથી વધારેની કમાણી કરી પરંતુ ધુમલે કહ્યું કે, આમાં હજુ વધારે ટીમને જોડવાની સંભાવના નથી. ધુમલે કહ્યું કે, અમે આઈપીએલની તુલના ફુટબોલ કે પછી દુનિયાની અન્ય કોઈ લીગ સાથે કરી શકતા નથી કારણ કે, ક્રિકેટની જરુરત અલગ છે. તમે એક જ પિચ પર 6 મહિના સુધી રમી શકતા નથી.
ગુજરાત ની નંબર ૧ ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ - જે ગુજરાતીઓ ને દરેક સમાચાર માં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article