Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગૃહ મંત્રાલય એક્શનમાં: 9 લોકોની ધરપકડ અને 10ની અટાકયત, અત્યાર સુધીની તપાસમાં શું શું સામે આવ્યું?

દેશમાં ફરી એકવાર બે સમુદાયો વચ્ચે હિંસાની ઘટના સામે આવી છે. આ વખતે આ ઘટના રાજધાની દિલ્હીમાં બની છે. ગઈકાલે હનુમાન જયંતિનો પ્રસંગ હતો. દિલ્હીમાં અનેક જગ્યાએ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જે દરમિયાન ઉત્તર પશ્ચિમ દિલ્હીના જહાંગીરપુરીમાં બે સમુદાયના લોકો સામસામે આવી ગયા. જેના કારણે ભારે ઘર્ષણ થયું અને બાદમાં પત્થરમારો પણ થયો. તો ગોળીઓ પણ ચાલી અને તલવારો પણ દેખાઇ. આ હિંસા દરમિયાન ઉપદà
04:35 AM Apr 17, 2022 IST | Vipul Pandya
દેશમાં ફરી એકવાર બે સમુદાયો વચ્ચે હિંસાની ઘટના સામે આવી છે. આ વખતે આ ઘટના રાજધાની દિલ્હીમાં બની છે. ગઈકાલે હનુમાન જયંતિનો પ્રસંગ હતો. દિલ્હીમાં અનેક જગ્યાએ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જે દરમિયાન ઉત્તર પશ્ચિમ દિલ્હીના જહાંગીરપુરીમાં બે સમુદાયના લોકો સામસામે આવી ગયા. જેના કારણે ભારે ઘર્ષણ થયું અને બાદમાં પત્થરમારો પણ થયો. તો ગોળીઓ પણ ચાલી અને તલવારો પણ દેખાઇ. 
આ હિંસા દરમિયાન ઉપદ્રવીઓએ ઘણા વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું. અનેક વાહનોના કાચ તોડ્યા તો અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. હિંસા બાદ જહાંગીરપુરમાં શાંતિ જાળવવા માટે મોટી સંખ્યામાં પોલીસ દળોને રસ્તાઓ પર તહેનાત કરવામાં આવ્યા હતા. આરએએફના જવાનો પણ રસ્તા પર તેહેનાત છે. સમગ્ર વિસ્તારને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે અને લોકોને તેમના ઘરની અંદર રહેવાની અપીલ કરવામાં આવી રહી છે.
પોલીસને 100 થી વધુ વીડિયો ફૂટેજ મળ્યા
દિલ્હી જહાંગીરપુરી હિંસા કેસમાં દિલ્હી પોલીસે 9 લોકોની ધરપકડ કરી છે જ્યારે 10 લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસને હિંસા સંબંધિત 100 વીડિયો પણ મળ્યા છે. વીડિયોના માધ્યમથી આરોપીની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ સાથે સ્પેશિયલ સેલ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ મામલે તપાસ શરૂ કરી છે. આ દિશામાંથી તપાસ કરવામાં આવી રહી છે કે આ હિંસા ષડયંત્ર હેઠળ કરવામાં આવી હતી કે પછી ઝઘડા બાદ અચાનક થઈ હતી. ભીડને ઉશ્કેરવામાં સામેલ લોકો કોણ હતા?
અત્યાર સુધીમાં 9 લોકોની ધરપકડ
દિલ્હી જહાંગીરપુરી હિંસા કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 9 લોકોની ધરપકડ કરી છે. કુલ 9 ઇજાગ્રસ્તોને (8 પોલીસ કર્મચારીઓ અને 1 નાગરિક) BJRM હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ગોળી વાગવાથી એક સબ ઇન્સ્પેક્ટર ઘાયલ થયા છે, તેમની હાલત સ્થિર છે. પોલીસના જણાવ્યા અનુસાર તપાસ ચાલુ છે.
જહાંગીરપુરી હિંસા: બે વીડિયોમાં ઉપદ્રવીઓ પોલીસ સામે તલવારો લહેરાવતા જોવા મળ્યા
દિલ્હીની જહાંગીરપુરી હિંસાના બે વીડિયો સામે આવ્યા છે. એક વીડિયોમાં બદમાશો દિલ્હી પોલીસની સામે તલવારો લહેરાવતા જોવા મળે છે. અન્ય વીડિયોમાં મોટી સંખ્યામાં ટોળાં ઘરો અને દુકાનોમાં તોડફોડ કરી રહ્યાં છે, પથ્થરમારો કરી રહ્યાં છે. દિલ્હી પોલીસ કમિશનરે કહ્યું કે આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે, જેના આધારે દિલ્હી પોલીસ ઘટનાની તપાસ કરશે. હાલ 15 લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે.
 જહાંગીરપુરીની કેટલીક તસવીરો પણ સામે આવી છે. આ તસવીરો તે સમયની છે જ્યારે શોભાયાત્રા તેના અંતિમ મુકામ પર હતી. તસ્વીરોમાં જોવા મળી રહ્યું છે કે, ત્રિરંગો લહેરાવતું એક વાહન ભીડની વચ્ચે ઉભું હતું અને હજારો પથ્થરબાજો સતત પથ્થરમારો કરી રહ્યા છે.
હિંસાની તપાસ માટે 10 ટીમો બનાવવામાં આવી
ગઈકાલે રાત્રે પરિસ્થિતિને કાબૂમાં લીધા પછી દિલ્હી પોલીસે નાઈટ વિઝન ડ્રોનની મદદથી જહાંગીરપુરી વિસ્તારની તપાસ કરી. જેથી જાણી શકાય કે કોઈની છત પર પત્થરો કે હથિયારો તો જમા નથી કર્યા ને. દિલ્હીમાં થયેલી હિંસાની તપાસ માટે દિલ્હી પોલીસથી લઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલય સુધી તમામ લોકો એક્શનમાં આવી ગયા છે. હિંસાની તપાસ માટે 10 ટીમો બનાવવામાં આવી છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ અને ક્રાઈમ બ્રાન્ચ આ સમગ્ર મામલાની તપાસ કરશે. દિલ્હી રમખાણોની ષડયંત્રના એંગલથી પણ તપાસ કરવામાં આવશે. પ્રારંભિક તપાસ પહેલાથી જ ષડયંત્ર તરફ ઈશારો કરી રહી છે. કારણ કે આ સવાલો પણ ઉઠી રહ્યા છે કે ઘટના સમયે રસ્તા પર ફેંકાયેલા આટલા પથ્થરો અચાનક ક્યાંથી આવ્યા. શું આ પહેલેથી જ એકઠા કરાયા હતા?
આ કેસનો તપાસ રિપોર્ટ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને સોંપવામાં આવશે.
આ સમગ્ર મામલાની તપાસનો રિપોર્ટ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને સોંપવામાં આવશે. ગૃહમંત્રી અમિત શાહે બે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે પણ વાત કરી છે. જેમાં પોલીસ કમિશનર અને સ્પેશિયલ કમિશનર લો એન્ડ ઓર્ડરનો સમાવેશ થાય છે. અમિત શાહે તેમને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી છે. પોલીસે શોભાયાત્રા દરમિયાન થયેલી હિંસા અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અધિકારીઓને પણ જાણ કરી છે. 
Tags :
DelhiDelhiClashesGujaratFirstjahangirpuriclash
Next Article