Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોરબી દુર્ઘટના મામલે 9 આરોપીની અટકાયત, દાખલો બેસે તેવી કાર્યવાહી થશે: રેન્જ આઈજી

મોરબીમાં (Morbi) બનેલી ગોઝારી દુર્ઘટનામાં અનેક પરિવારોના મળા વિંખાય ગયા છે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. આ દુર્ઘટનામાં જવાબદાર 9 આરોપીઓની પોલીસે અટકાયત કરી લીધી છે આ મામલે રોજકોટ ગ્રામ્ય રેન્જ આઈજી અશોકકુમાર યાદવે મોરબી જિલ્લા પોલીસવડાની કચેરીએ પ્રેસ કોન્ફરન્સ કરી જાણકારી આપી હતી.1500થી વધારે વહીવટી તંત્રના લોકો જોડાયારેન્જ IGએ જણાવ્યું કે, ગઈ કાલે દુ:ખદ ઘટના ઘટી, જીવ ગુમાવનારા સામે શો
મોરબી દુર્ઘટના મામલે 9 આરોપીની અટકાયત  દાખલો બેસે તેવી કાર્યવાહી થશે  રેન્જ આઈજી
મોરબીમાં (Morbi) બનેલી ગોઝારી દુર્ઘટનામાં અનેક પરિવારોના મળા વિંખાય ગયા છે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. આ દુર્ઘટનામાં જવાબદાર 9 આરોપીઓની પોલીસે અટકાયત કરી લીધી છે આ મામલે રોજકોટ ગ્રામ્ય રેન્જ આઈજી અશોકકુમાર યાદવે મોરબી જિલ્લા પોલીસવડાની કચેરીએ પ્રેસ કોન્ફરન્સ કરી જાણકારી આપી હતી.
1500થી વધારે વહીવટી તંત્રના લોકો જોડાયા
રેન્જ IGએ જણાવ્યું કે, ગઈ કાલે દુ:ખદ ઘટના ઘટી, જીવ ગુમાવનારા સામે શોક વ્યક્ત કરુ છું. 24 કલાક સુધી કરૂણ દ્રશ્ય જોયું. બચાવ કામગીરીમાં 1500થી વધારે પોલીસ અને તંત્રની ટીમના લોકોએ કામ કર્યું હતુ. ગઈકાલે પોલીસે ફરિયાદ નોંધી જેમાંથી 9 લોકોની ધરપકડ કરી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે ત્વરિત પગલાં લીધાં છે.
134ના મોત, 100ને નાની મોટી ઈજા
તેમણે જણાવ્યું કે, દુર્ઘટનામાં 134 થી વધુ લોકોના મૃત્યુ થયા છે. 100થી વધુ વ્યક્તિઓને નાની મોટી ઈજા પહોંચી છે. અગાઉ અવારનવાર સરકાર દ્વારા અલગ-અલગ ખાનગી એજન્સીઓને સમારકામ મેન્ટેનન્સ તેમજ મેનેજમેન્ટ અર્થે કામ સોંપવામાં આવતું રહ્યું છે. છેલ્લા આઠ માસથી મેન્ટેનન્સ અર્થે પુલ બંધ રાખવામાં આવ્યો હતો. 26-10-2022 થી લોકો માટે પુલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
પોલીસ ફરિયાદ થઈ
તેમણે જણાવ્યું કે, દિવાળીના તહેવાર અંતર્ગત લોકોની વધુ પડતી ભીડ રહેતી હતી. મેન્ટેનન્સ તથા મેનેજમેન્ટની ખામીના લીધે ધરાશાઈ થયેલ હોય જે બાબતની ફરિયાદ B ડિવિઝન PI દ્વારા નોંધાવવામાં આવી છે. સમગ્ર મામલે મોરબી સીટી B ડિવિઝન પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુના રજીસ્ટર નંબર 2003/2022 આઇપીસી ની કલમ 304, 308, 114 મુજબ રજીસ્ટર કરવામાં આવેલ છે.
તપાસ ચાલી રહી છે
તેમણે કહ્યું, ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. FSL તથા SITની સૂચના અને માર્ગદર્શન મુજબ સચોટ પુરાવા મેળવી ધરાવતા વ્યક્તિઓને હસ્તગત કરવાની આગળની તપાસ તેમજ તજવીજ શરૂ છે.
Advertisement
Tags :
Advertisement

.