Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ક્યારેક જ દેખાય છે આ કડાણા ડેમથી 3 કિમી દૂર ગુફામાં આવેલું 800 વર્ષ જૂનું નદીનાથ મહાદેવ મંદિર

ગુજરાતમાં એક એવો જિલ્લો જ્યાં મહાદેવ નદીમાં વિરાજમાન છે. આ મહાદેવના દર્શન ભકતો માટે દુર્લભ હોય છે. કારણ કે અહીં અનેક વર્ષોમાં માત્ર થોડા જ દિવસ મહાદેવના અલૌકિક મંદિરમાં દર્શનનો ભકતોને લ્હાવો મળે છે. ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી ગુફામાં આવેલા 800 વર્ષ જૂના નદીનાથ મહાદેવની મુલાકાતે..નદીનાથ મહાદેવ મંદિરના ખુલ્યા દ્વાર નદીમાં વિરાજમાન છે ભોલે ભંડારીકડાણા ડેમથી 3 કિમી દૂર ગુફા
ક્યારેક જ દેખાય છે આ કડાણા ડેમથી 3 કિમી દૂર ગુફામાં આવેલું 800 વર્ષ જૂનું નદીનાથ મહાદેવ મંદિર
ગુજરાતમાં એક એવો જિલ્લો જ્યાં મહાદેવ નદીમાં વિરાજમાન છે. આ મહાદેવના દર્શન ભકતો માટે દુર્લભ હોય છે. કારણ કે અહીં અનેક વર્ષોમાં માત્ર થોડા જ દિવસ મહાદેવના અલૌકિક મંદિરમાં દર્શનનો ભકતોને લ્હાવો મળે છે. ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી ગુફામાં આવેલા 800 વર્ષ જૂના નદીનાથ મહાદેવની મુલાકાતે..
  • નદીનાથ મહાદેવ મંદિરના ખુલ્યા દ્વાર 
  • નદીમાં વિરાજમાન છે ભોલે ભંડારી
  • કડાણા ડેમથી 3 કિમી દૂર ગુફામાં મંદિર
  • અહીં મહાદેવના નથી થતા સરળતાથી દર્શન
  • વર્ષોની રાહ બાદ દર્શનનો મળે છે લ્હાવો 
મહીસાગરના કડાણા જિલ્લામાં નદીનાથ મહાદેવ જેના દર્શન ભક્તોને વર્ષો બાદ ક્યારેક ક્યારેક મળતા હોય છે.  મહીસાગરમાં જ્યારે કડાણા ડેમનું નિર્માણ કરવામાં આવ્યુ હતું, ત્યારે નદીનાથ મહાદેવ મંદિર ડૂબમાં ગયુ હતું. 800 વર્ષ જૂનું આ અલૌકિક મંદિર છે. ત્યારે વર્ષો બાદ ભકતોને નદીનાથ મહાદેવના દર્શનનો લ્હાવો મળ્યો છે. મહત્વનું છે કે મહીસાગરના કડાણા ડેમમાં જળસપાટીમાં ઘટાડો થયો છે. જ્યારે પાણીની સપાટી ઓછી થાય ત્યારે મંદિરનું શિવલિંગ પાણીમાંથી બહાર આવતું હોય છે. ડેમની વચ્ચોવચ્ચ આવેલા ડુંગરની ગુફામાં નદીનાથ મહાદેવ મંદિરના દ્વાર ખુલે છે.  ત્યારે ભોળેનાથ દર્શન આપતા ભકતો પણ ભાવવિભોર થાય છે.
ગુજરાત ફર્સ્ટની ટીમ કડાણા ડેમથી 3 કિલોમીટર દૂર ગુફામાં આવેલા નદીનાથ મહાદેવ મંદિરે પહોંચી હતી. ત્યા બોટમાં બેસીને દર્શન માટે પહોંચવું પડતું હોય છે. ગુફામાં આવેલા નદીનાથ મહાદેવ પ્રત્યે ભકતોને વિશેષ આસ્થા છે. લોકવાયકા પ્રમાણે કડાણા ડેમના નિર્માણ પહેલા અહીંયા ભાદરવી પૂનમે મેળો ભરાતો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો આવતા હતા. બાદમાં ડેમના નિર્માણ થતાં ગુફામાં આવેલા નદીનાથ મહાદેવ મંદિર ડૂબાણમાં ગયા હતા. ત્યારે ફરી મંદિર ઉપર આવતા ભકતો ભાવવિભોર થયા છે.
Advertisement
Tags :
Advertisement

.