Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કોલમ્બિયામાં અત્યાર સુધીના સૌથી ભયાનક બોમ્બ બ્લાસ્ટમાં 8 પોલીસ અધિકારીઓના મોત

શુક્રવારે મોડી રાત્રે પશ્ચિમ કોલંબિયામાં ભયાનક વિસ્ફોટક હુમલો થયો હતો. મળી રહેલી માહિતી અનુસાર, આ હુમલામાં આઠ પોલીસ અધિકારીઓ માર્યા ગયા છે. કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ આ હુમલાની સખત નિંદા કરી છે. ગુસ્તાવો પેટ્રોએ કહ્યું, 'દેશે લગભગ 60 વર્ષના સંઘર્ષને ખતમ કરવાનું વચન આપ્યું ત્યારથી સુરક્ષા દળો પર આ સૌથી ઘાતક હુમલો છે.' પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, શુક્રવારે આઠ પોલીà
કોલમ્બિયામાં અત્યાર સુધીના સૌથી ભયાનક બોમ્બ બ્લાસ્ટમાં 8 પોલીસ અધિકારીઓના મોત
Advertisement
શુક્રવારે મોડી રાત્રે પશ્ચિમ કોલંબિયામાં ભયાનક વિસ્ફોટક હુમલો થયો હતો. મળી રહેલી માહિતી અનુસાર, આ હુમલામાં આઠ પોલીસ અધિકારીઓ માર્યા ગયા છે. કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ આ હુમલાની સખત નિંદા કરી છે. ગુસ્તાવો પેટ્રોએ કહ્યું, "દેશે લગભગ 60 વર્ષના સંઘર્ષને ખતમ કરવાનું વચન આપ્યું ત્યારથી સુરક્ષા દળો પર આ સૌથી ઘાતક હુમલો છે." 
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, શુક્રવારે આઠ પોલીસ અધિકારીઓ વાહનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે મૃત્યુ પામ્યા હતા. રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ કહ્યું, "હું હુમલાની સખત નિંદા કરું છું. હુમલામાં 8 પોલીસકર્મીઓ માર્યા ગયા છે. મને મૃતકોના પરિવારો સાથે સંપૂર્ણ સહાનુભૂતિ છે. આ કૃત્ય શાંતિ માટે સંપૂર્ણ અવરોધ છે. મેં અધિકારીઓને વિસ્તારની તપાસ કરવા જણાવ્યું છે." રાષ્ટ્રપતિ પેટ્રોએ નેશનલ લિબરેશન આર્મી (ELN) બળવાખોરો સાથે ફરી વાતચીત શરૂ કરીને "સંપૂર્ણ શાંતિ" મેળવવાની પ્રતિજ્ઞા લીધી છે.  

ઉલ્લેખનીય છે કે, ગુસ્તાવો પેટ્રોએ ગયા મહિને જ રાષ્ટ્રપતિ પદના શપથ લીધા હતા. શપથ લીધા પછી, તેમણે કહ્યું હતું કે, સરકાર અને ગુરિલ્લા જૂથો વચ્ચે લાંબા સમય સુધી યુદ્ધનો ભોગ બનેલા લોકો દેશના ઇતિહાસમાં નોંધપાત્ર પરિવર્તન લાવવાનું વચન આપે છે. કોલમ્બિયાના M-19 ગુરિલ્લા જૂથના ભૂતપૂર્વ સભ્ય ગુસ્તાવો પેટ્રોએ જૂનમાં કન્ઝર્વેટિવ્સને હરાવીને ચૂંટણી જીતી હતી. કોલમ્બિયામાં ડાબેરી નેતાઓને મતદારોએ સમર્થન ન આપ્યું હોવાથી આ જીત પણ મહત્વની માનવામાં આવી હતી.
Advertisement
Tags :
Advertisement

.

×