Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોદી સરકારના 75 મંત્રીઓએ દેશના 75 વિવિધ ઐતિહાસિક-સાંસ્કૃતિક સ્થળો પર યોગ કાર્યક્રમોમાં લીધો ભાગ

યોગની શરૂઆત લગભગ 5000 વર્ષ પહેલાં ભારતમાં થઈ હતી અને ત્યારથી આ શારીરિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક અભ્યાસે આપણને સ્વસ્થ રાખવામાં તેમજ આપણા સર્વાંગી વિકાસમાં ઘણી મદદ કરી છે. જો તમે તમારા મન અને શરીરને શાંત રાખવા માંગો છો, તો તમારે યોગ માટે સમય કાઢવો જ પડશે. વિશ્વભરમાં યોગનું મહત્વ અને જાગૃતિ વધારવા માટે દર વર્ષે 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે 8મો આંતરરાષ્àª
મોદી સરકારના 75 મંત્રીઓએ દેશના 75 વિવિધ ઐતિહાસિક સાંસ્કૃતિક સ્થળો પર યોગ કાર્યક્રમોમાં લીધો ભાગ
યોગની શરૂઆત લગભગ 5000 વર્ષ પહેલાં ભારતમાં થઈ હતી અને ત્યારથી આ શારીરિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક અભ્યાસે આપણને સ્વસ્થ રાખવામાં તેમજ આપણા સર્વાંગી વિકાસમાં ઘણી મદદ કરી છે. જો તમે તમારા મન અને શરીરને શાંત રાખવા માંગો છો, તો તમારે યોગ માટે સમય કાઢવો જ પડશે. 
વિશ્વભરમાં યોગનું મહત્વ અને જાગૃતિ વધારવા માટે દર વર્ષે 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે 8મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. આ અવસર પર ભારત સહિત સમગ્ર વિશ્વમાં લોકો તેના વિશે જાગૃતિ ફેલાવવા માટે યોગાભ્યાસ કરી રહ્યા છે. માનવ જીવનમાં યોગના મહત્વને જોઈને વર્ષ 2015થી સમગ્ર વિશ્વમાં 21મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષના યોગ દિવસની થીમ 'માનવતા માટે યોગ' (Yoga For Humanity) છે. આ થીમને ધ્યાનમાં રાખીને આ વર્ષે સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે ભારત સરકાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસને વિશેષ રીતે ઉજવી રહી છે. મોદી સરકારના 75 મંત્રીઓએ દેશના 75 વિવિધ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળો પર યોગ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના મૈસૂર પેલેસમાં યોગ કર્યા હતા. વળી, ગૃહમંત્રી અમિત શાહે નાસિકમાં પવિત્ર જ્યોતિર્લિંગ ત્ર્યંબકેશ્વર મંદિર પરિસરમાં યોગ કર્યા. આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે તમિલનાડુના કોઈમ્બતુરમાં યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જ્યારે દેશના વિદેશ મંત્રી એસ. જયશંકર દિલ્હીના લોટસ ટેમ્પલમાં યોગ કર્યા. 
રાજનાથ સિંહ (રક્ષામંત્રી)
Advertisement

પિયુષ ગોયલ (કેન્દ્રીય મંત્રી)

ડૉ.મનસુખ માંડવિયા (કેન્દ્રીય આરોગ્ય મંત્રી)
Advertisement

ઓમ બિરલા ( લોકસભા સ્પિકર)

એમ.એલ.ખટ્ટર ( હરિયાણા CM)
Advertisement

ડૉ.એસ.જયશંકર (વિદેશ મંત્રી)

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ શા માટે ઉજવવામાં આવે છે?
ઉલ્લેખનીય છે કે, તેની શરૂઆત વડાપ્રધાન મોદીએ વર્ષ 2014માં કરી હતી. વડાપ્રધાન મોદીએ સંયુક્ત રાષ્ટ્રની બેઠક દરમિયાન યોગ દિવસ મનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જે બાદ 11મી ડિસેમ્બર 2014ના રોજ મંજૂરી આપવામાં આવી હતી કે હવેથી દર વર્ષે 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં અમેરિકા દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. જે પછી 21 જૂન 2015 ના રોજ પ્રથમવાર વિશ્વભરમાં વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો.
Tags :
Advertisement

.