Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોરોનાએ ફરી ચિંતા વધારી, છેલ્લા 24 કલાકમાં 72 નવા કેસ, સૌથી વધારે અમદાવાદમાં

દેશમાં ફરી એક વખત કોરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે. મહારાષ્ટ્ર અને દિલ્હી જેવા રાજ્યોમાં છેલ્લા ઘણા સમયથી વધી રહેલા કોરોના કેસના કારણે સરકારની ચિતામાં વધારો થયો છે. તેવામાં આજે એવા સમાચાર આલવ્યા છે કે મહારાષ્ટ્રમાં એક મહિલાની અદર કોરોનાનો BA.5 વેરિયન્ટ મળ્યો છે. આ તમામ સ્થિતિ વચ્ચે ગુજરાતમાં પણ દૈનિક નોંધાતા કોરોના કેસનો ગ્રાફ ઉંચો જઇ રહ્યો છે, જે ચિંતાની વાત છે. છેલ્લા 24 કàª
કોરોનાએ ફરી ચિંતા વધારી  છેલ્લા 24 કલાકમાં 72 નવા કેસ  સૌથી વધારે અમદાવાદમાં
દેશમાં ફરી એક વખત કોરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે. મહારાષ્ટ્ર અને દિલ્હી જેવા રાજ્યોમાં છેલ્લા ઘણા સમયથી વધી રહેલા કોરોના કેસના કારણે સરકારની ચિતામાં વધારો થયો છે. તેવામાં આજે એવા સમાચાર આલવ્યા છે કે મહારાષ્ટ્રમાં એક મહિલાની અદર કોરોનાનો BA.5 વેરિયન્ટ મળ્યો છે. આ તમામ સ્થિતિ વચ્ચે ગુજરાતમાં પણ દૈનિક નોંધાતા કોરોના કેસનો ગ્રાફ ઉંચો જઇ રહ્યો છે, જે ચિંતાની વાત છે. છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતમાં કોરોનાવાયરસના નવા 72 કેસ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં 72 કેસ
રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે આજે 72 કોરોના કેસ નોંધાયા છે. જેની સાથે જ અત્યારે એક્ટિવ કેસની સંખ્યા 363 થઇ છે. આ સિવાય ગત 24 કલાકની અંદર 53 લોકો કોરોનામાંથી સાજા પણ થયા છે. જેન સાથે જ અત્યાર સુધીમાં કોરોનાથી સાજા થનીરા કુલ દર્દીઓનો આંકડો 12,14,280 પર પહોંચ્યો છે. વર્તમાન સમયે રાજ્યનો રિકવરી રેટ 99.08 ટકા છે. તો મંગળવાર સાંજ સુધીમાં કુલ 43,858 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં સૌથી વધારે કેસ
આજે પણ રાજ્યમાં સૌથી વધારે કોરોના કેસ અમદાવાદ શહેરમાં નોંધાય છે. અમદાવાદ શહેરમાં 24 કલાકમાં કોરોનાના 44 કેસ નોંધાયા છે. ત્યારબાદ સુરત અને રાજકોટ શહેરમાં 7-7 કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટમાં 3 કેસ નોંધાયા છે. તો અરવલ્લી અને વલસાડનમી અંદર 2-2 કેસ સામે આવ્યા છે. 
મહારાષ્ટ્રમાં કોરોના
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના 1881 નવા કેસ નોંધાયા છે. સારા સમાચાર એ છે કે એક પણ દર્દીનું મોત થયું નથી. છેલ્લા 24 કલાકમાં 878 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાના 8432 સક્રિય કેસ છે. મહારાષ્ટ્રમાં BA.5 વેરિઅન્ટના કેસ પણ ઝડપથી વધવા લાગ્યા છે. પૂણેની 31 વર્ષની મહિલામાં BA.5 વેરિઅન્ટ મળી આવ્યો છે. મહિલામાં કોઈ લક્ષણો નહોતા. તે હોમ આઈસોલેશનમાં સ્વસ્થ થઈ ગઈ.
Advertisement
Tags :
Advertisement

.