ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

70 કરોડનો 'ખજાનો' જમીન નીચે સંતાડ્યો હતો, ખોદકામ કર્યું તો ઉડી ગયા હોશ!

એક વ્યક્તિએ જમીનની અંદર લગભગ 70 કરોડ રૂપિયાનો ખજાનો છુપાવ્યો હતો. ઓસ્ટ્રેલિયામાં એક ડ્રગ ડીલરે લગભગ 70 કરોડનું ડ્રગ્સ જમીનની અંદર છુપાવ્યું હતું. જે બાબત અંગે આગોતરી જાણ પોલીસને થઈ હતી. તેથી જ્યારે ડ્રગ ડીલર છુપાવેલા ડ્રગ્સને બહાર કાઢે તે પહેલાં પોલીસ ત્યાં પહોંચી ગઇ હતી. જોકે  ડ્રગ ડીલરને ત્યાંથી કશું મળ્યું ન હતું. પોલીસે આ ઘટનાની નોંધ કરી હતી. છેવટે છટકું ગોઠવીને તે વ્યક્તિની ધàª
09:18 AM Apr 11, 2022 IST | Vipul Pandya
featuredImage featuredImage
એક વ્યક્તિએ જમીનની અંદર લગભગ 70 કરોડ રૂપિયાનો ખજાનો છુપાવ્યો હતો. ઓસ્ટ્રેલિયામાં એક ડ્રગ ડીલરે લગભગ 70 કરોડનું ડ્રગ્સ જમીનની અંદર છુપાવ્યું હતું. જે બાબત અંગે આગોતરી જાણ પોલીસને થઈ હતી. તેથી જ્યારે ડ્રગ ડીલર છુપાવેલા ડ્રગ્સને બહાર કાઢે તે પહેલાં પોલીસ ત્યાં પહોંચી ગઇ હતી. જોકે  ડ્રગ ડીલરને ત્યાંથી કશું મળ્યું ન હતું. પોલીસે આ ઘટનાની નોંધ કરી હતી. છેવટે છટકું ગોઠવીને તે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. 
 
ગુનેગાર પોતાને પર્સનલ ટ્રેનર કહેતો
આ મામલો 25 વર્ષીય ક્રિશ્ચિયન તાચેવ સાથે સંબંધિત છે. તે પોતાને પર્સનલ ટ્રેનર કહેતો હતો. પરંતુ વાસ્તવમાં તે ઓસ્ટ્રેલિયામાં 'જટિલ' ડ્રગ ઓપરેશનનો હવાલો સંભાળતો હતો. 6 એપ્રિલ 2022ના રોજ, આ વ્યક્તિને અદાલત દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યો હતો. તેણે પોલીસથી છુપાવીનો પૈસા અને ડ્રગ્સ ભરેલી થેલીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતો હતો. 

ઘણાં સમયથી પોલીસની નજર તેના પર હતી
બાતમીના આધારે ઘણાં સમયથી પોલીસની નજર સતત તેના પર હતી. આખરે પોલીસે તે જગ્યા શોધી કાઢી, જ્યાં આ ગુનેગારે ઘણું બધું ડ્રગ્સ છુપાવ્યું હતું. જેની માર્કેટ કિંમત 56 કરોડરુપિયા જેટલી થાય છે. મળી આવેલ ડ્રગ્સની વૈશ્વિક બજારમાં કિંમત રુપિયા 56 કરોડથી 70 કરોડની વચ્ચે થવાનો અંદાજ છે. પોલીસે આ માહિતી નાર્કોટીક્સ વિભાગને આપી હતી. અને પછી ડ્રગ ડીલરને રંગે હાથે પકડવા એ જગ્યા પર છૂપા કેમેરા મુક્યા હતાં. ગુનેગારે તે જગ્યાએ 25 મિનિટ સુધી ખોદકામ કર્યું. પરંતુ તેને ત્યાં કશું મળ્યું ન હતું. સત્તાવાળાઓ દ્વારા ડ્ર્ગ્સ આ પહેલાં જ તે જગ્યા પરથી જપ્ત કરવામાં આવી હોવાની તેને કોઈ જાણ નહોતી. તેના થોડા સમય પછી, તે ઘણા પૈસા સાથે ધરપકડ કરવામાં આવી હતી.
 
આ મામલે કોર્ટનો નિર્ણય પણ આવી ગયો 
6ઠ્ઠી એપ્રિલ 2022ના રોજ થયેલી સુનાવણીમાં તેણે ડ્રગ દાણચોરી માટે દોષિત કરાર અપાયો છે. અને જજે ગુનેગારને 11 વર્ષની જેલની સજા ફટકારી હતી. ચુકાદો આપતાં વેસ્ટ ઑસ્ટ્રેલિયન સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જોસેફ મેકગ્રાએ કહ્યું- તમારો ગુનો ખૂબ ગંભીર છે.
Tags :
70CARORDUGEAUSRALIADRUGEDELLARGujaratFirst