Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નડિયાદમાં 7 લોકોએ ભેગા મળી BSF જવાનની કરી કરપીણ હત્યા, સેનાના જવાનોએ ગાર્ડ ઓફ ઓનર સાથે આપી અંતિમ વિદાઈ

નડિયાદ તાલુકાના ચકલાસી ગામમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં BSF જવાનની હત્યા કરવામાં આવતા ચારેકોર અરેરાટી મચી ગઈ છે. નડિયાદના વનીપુરાના યુવાને BSF જવાનની પુત્રીનો વિડીયો બનાવી વાયરલ કરતાં યુવાનને ઠપકો આપવા ગયેલા BSF જવાન પર ધારીયા અને લાકડી લઈ 7 લોકો તૂટી પડ્યા હતા. જે બાદ ગંભીર રીતે ઘાયલ થયેલા BSF જવાનનું મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે ચકલાસી પોલીસમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે.7 લોકો
01:31 PM Dec 25, 2022 IST | Vipul Pandya
નડિયાદ તાલુકાના ચકલાસી ગામમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં BSF જવાનની હત્યા કરવામાં આવતા ચારેકોર અરેરાટી મચી ગઈ છે. નડિયાદના વનીપુરાના યુવાને BSF જવાનની પુત્રીનો વિડીયો બનાવી વાયરલ કરતાં યુવાનને ઠપકો આપવા ગયેલા BSF જવાન પર ધારીયા અને લાકડી લઈ 7 લોકો તૂટી પડ્યા હતા. જે બાદ ગંભીર રીતે ઘાયલ થયેલા BSF જવાનનું મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે ચકલાસી પોલીસમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે.
7 લોકોએ એકઠા થઈ BSF જવાન અને તેમની પત્ની તથા દિકરા પર ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં BSF જવાનનો પુત્ર પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. હાલમાં ચકલાસી પોલીસે ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે મૃતક જવાન છેલ્લા 28 વર્ષ બીએસએફમાં નોકરી કરતો હતો. ગતરાત્રીના સુમારે આ ઘટના બની હતી. BSF જવાનો દ્વારા મૃતક BSF જવાન મેલાજી ભાઈ ડાયાભાઈ વાઘેલાને ગાર્ડ ઓફ ઑનર આપવામાં આવ્યુ હતું.
આપણ  વાંચો-અમદાવાદ રિવર ફ્રન્ટ ખાતે ફ્લાવર શોની તડામાર તૈયારીઓ, મુલાકાતીઓ માટે નવા આકર્ષણ ઉમેરવામાં આવ્યા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BSFJawanChaklasiguardofhonourGujaratFirstNadiyad
Next Article