Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યમાં ભારે વરસાદના કારણે છેલ્લા 24 કલાકમાં 7 લોકોના મોત, 8 જિલ્લામાં વરસાદને લઈને રેડ એલર્ટ

રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. છેલ્લા એક અઠવાડિયાથી ઘણા વિસ્તારોમાં વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધુ છે. રાજ્યના છ જિલ્લાઓ વરસાદથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, સોમવારે સાંજે 6 વાગ્યા સુધી રાજ્યમાં વરસાદના કારણે 10 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદના કારણે 7 લોકોના મોત થયા છે
રાજ્યમાં ભારે વરસાદના કારણે છેલ્લા 24 કલાકમાં 7 લોકોના મોત  8 જિલ્લામાં વરસાદને લઈને રેડ એલર્ટ
રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. છેલ્લા એક અઠવાડિયાથી ઘણા વિસ્તારોમાં વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધુ છે. રાજ્યના છ જિલ્લાઓ વરસાદથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, સોમવારે સાંજે 6 વાગ્યા સુધી રાજ્યમાં વરસાદના કારણે 10 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદના કારણે 7 લોકોના મોત થયા છે. 
વરસાદની મોસમ હજુ અટકી નથી. ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં પૂર અંગે ટ્વીટ કરીને કહ્યું છે કે, રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી અને મોદી સરકાર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી. ગુજરાત વહીવટીતંત્ર એસડીઆરએફ અને એનડીઆરએફ અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક સહાય પૂરી પાડવામાં રોકાયેલ છે.
Advertisement

રાજ્યમાં અમદાવાદ અને વલસાડની સ્થિતિ સૌથી ખરાબ છે. અમદાવાદમાં સ્થિતિને જોતા શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. આ વર્ષના ચોમાસામાં પૂર-વરસાદની ઘટનાઓમાં અત્યાર સુધીમાં 61 લોકોના મોત થયા છે. કેટલીક નદીઓના જળસ્તર વધી જતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. નવસારી, વલસાડ, ડોંગ અને છોટા ઉદેપુર સહિત અનેક જિલ્લાઓમાં બે હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વલસાડની હાલત સૌથી ખરાબ છે. અહીં ફરી એકવાર ભારે વરસાદ શરૂ થયો છે. દરમિયાન, હવામાન વિભાગે 9 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદના કારણે 2 દિવસમાં સીઝનનો 38 ટકા વરસાદ પડી ગયો છે. 
રાજ્યના અમદાવાદ શહેરમાં છેલ્લા 3 દિવસમાં વરસાદે તારાજી સર્જી છે. અહીં ઘણા વિસ્તારો એવા છે કે જ્યા તમને સ્થિતિ પૂર જેવી જોવા મળી જશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 4 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે. 15મી જુલાઈ સુધીમાં વરસાદની તીવ્રતા ઘટશે તેવો અનુમાન છે. 

મહત્વનું છે કે, રાજ્યના 16 એવા જિલ્લા છે કે જ્યા 400થી વધુ રસ્તાઓ વરસાદના કારણે બંધ કરવામાં આવ્યા છે. રાજ્યના 13 ડેમ હાઇ એલર્ટ પર છે. જ્યારે 11 ડેમ 100 ટકા સુધી ભરાયા છે. તો બીજી તરફ 18 ડેમ એવા છે કે, જે 70 ટકા સુધી ભરાઇ ચુક્યા છે. રાજ્યના 207 ડેમોમાં અત્યાર સુધી 47 ટકા પાણી ભરાઇ ચુક્યું છે. 
Advertisement
Tags :
Advertisement

.