થાણે મહાનગરપાલિકાના 67માંથી 66 કોર્પોરેટર શિંદે જૂથ સાથે જોડાયા
મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલ પાથલ યથાવત રહી છે. મહારાષ્ટ્રની સત્તા ગુમાવ્યા બાદ હવે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને વધુ એક ઝટકો લાગ્યો છે. થાણે મહાનગરપાલિકા પણ શિવસેનાના હાથમાંથી સરકી ગઈ છે. શિવસેનાના 67માંથી 66 કાઉન્સિલરો એકનાથ શિંદે જૂથમાં જોડાયા છે.શિવસેના માટે આને મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. શિવસેનાના 66 કાઉન્સિલરો મુખ્યમંત્રી એકનાથ શિંદેને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. મુંàª
મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલ પાથલ યથાવત રહી છે. મહારાષ્ટ્રની સત્તા ગુમાવ્યા બાદ હવે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને વધુ એક ઝટકો લાગ્યો છે. થાણે મહાનગરપાલિકા પણ શિવસેનાના હાથમાંથી સરકી ગઈ છે. શિવસેનાના 67માંથી 66 કાઉન્સિલરો એકનાથ શિંદે જૂથમાં જોડાયા છે.
શિવસેના માટે આને મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. શિવસેનાના 66 કાઉન્સિલરો મુખ્યમંત્રી એકનાથ શિંદેને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન પછી થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન મહારાષ્ટ્રનું બીજું સૌથી મહત્ત્વનું અને સૌથી મોટું કૉર્પોરેશન છે.
થાણેમાં એકનાથ શિંદેની મજબૂત પકડ માનવામાં આવે છે. તેમની રાજનીતિની શરૂઆત પણ તેમણે અહીંથી કરી હતી. તેઓ 1997માં થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કાઉન્સિલરની ચૂંટણી જીત્યા હતા. તેઓ 2001માં મહાનગરપાલિકા ગૃહમાં વિપક્ષના નેતા પણ હતા. આ પછી, 2002 માં, તેઓ બીજી વખત થાણેથી કાઉન્સિલર બન્યા. એકનાથ શિંદે 2004ની ચૂંટણી થાણે વિધાનસભા બેઠક પરથી જીત્યા હતા. આ પછી, તેમણે 2009, 2014 અને 2019 માં થાણેની કોપરી પચપાખાડી બેઠક પરથી ચૂંટણી જીતી હતી.
મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીના પરિણામો બાદ એકનાથ શિંદેએ બળવો કર્યો હતો. તેઓ શિવસેનાના બળવાખોર ધારાસભ્યો સાથે સુરત પહોંચ્યા બાદ ત્યાંથી તેઓ ગુવાહાટી પહોંચ્યા હતા. ત્યારબાદ શિવસેનાના અન્ય બળવાખોર ધારાસભ્યો પણ તેમના કેમ્પમાં પહોંચ્યા હતા.
શિવસેનામાં ભંગાણને કારણે ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપ્યું હતું. આ પછી એકનાથ શિંદે ભાજપના સમર્થનથી રાજ્યના સીએમ બન્યા છે. જ્યારે દેવેન્દ્ર ફડણવીસ ડેપ્યુટી સીએમ છે. એકનાથ શિંદેની છાવણીમાં 50 ધારાસભ્યો છે. જેમાં શિવસેનાના ધારાસભ્યો અને અપક્ષ ધારાસભ્યોનો સમાવેશ થાય છે.
Advertisement