Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

60 વિદેશી રાજદ્વારીઓએ વિદેશમંત્રી સાથે વડોદરામા માણ્યા ગુજરાતના ગરબા

ગુજરાત (Gujarat)નો ગરબો આજે ગ્લોબલ બન્યો છે, અને તેનો પડઘો આજે વિશ્વભરમાં પડે છે. આ વર્ષની નવરાત્રિમાં વડોદરા ખાતે યુનાઇટેડ-વેના ગરબા પ્રાંગણમાં પધારેલા ભારતના લગભગ 60 જેટલા વિદેશી રાજદ્વારીઓ નવરાત્રિ અને ગરબાના વ્યવસ્થાપનને જોઈને દંગ રહી ગયા હતા. સાથે જ વિદેશ મંત્રી એસ. જયશંકર પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. ખેલૈયાઓના જોરદાર ઉત્સાહ, તાલ અને થનગનાટે રાજદ્વારીઓ અને વિદેશમંત્રીઓને મંત્રમ
12:21 PM Oct 03, 2022 IST | Vipul Pandya
ગુજરાત (Gujarat)નો ગરબો આજે ગ્લોબલ બન્યો છે, અને તેનો પડઘો આજે વિશ્વભરમાં પડે છે. આ વર્ષની નવરાત્રિમાં વડોદરા ખાતે યુનાઇટેડ-વેના ગરબા પ્રાંગણમાં પધારેલા ભારતના લગભગ 60 જેટલા વિદેશી રાજદ્વારીઓ નવરાત્રિ અને ગરબાના વ્યવસ્થાપનને જોઈને દંગ રહી ગયા હતા. સાથે જ વિદેશ મંત્રી એસ. જયશંકર પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. ખેલૈયાઓના જોરદાર ઉત્સાહ, તાલ અને થનગનાટે રાજદ્વારીઓ અને વિદેશમંત્રીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રસંગે ગુજરાતના ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યાં હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ ગુજરાતના ગરબાને વિશ્વ ફલક પર પ્રખ્યાત બનાવ્યા છે. આ જ પરંપરાને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ( Chief Minister Bhupendra Patel) આગળ વધારી રહ્યાં છે. કોવિડ-19 મહામારીના બે કપરાં વર્ષો પછી આ વર્ષે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં નવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.  ત્યારે ગરબા ગ્રાઉન્ડ પર એકસાથે અધધ સંખ્યામાં ખેલૈયાઓને ગરબા રમતા જોઈને કુતૂહલવશ બનેલા રાજદ્વારીઓએ ગુજરાતના આ વાયબ્રન્ટ તહેવારના ભરપૂર વખાણ કર્યા હતા અને તેને માટે પોતાનો અહોભાવ વ્યક્ત કર્યો હતો.
વિદેશી રાજદ્વારીઓના પ્રતિભાવો જાણીએ 
ગુજરાતમાં મા દુર્ગાનો તહેવાર એવા નવરાત્રિનો અનુભવ કરવાનો અવસર મળ્યો. અહીં ગરબા કરતા લોકોનો ઉત્સાહ અને આનંદ જોઈને ખૂબ જ ખુશી અનુભવુ છુ. આ અદ્ભુત અનુભવ માટે હું દેશના વિદેશ પ્રધાન એસ. જયશંકર અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલનો આભાર માનું છુ.
ઓસ્ટ્રેલિયાના હાઇ કમિશ્નરને ગરબાની મજા માણી 
બેરી ઓ’ફરેલ (H.E. Mr. Barry O’Farrell)  ભારત ખાતેના ઓસ્ટ્રેલિયાના હાઇ કમિશ્નરે જણાવ્યું કે હું પહેલી વાર ગરબા રમી રહ્યો છું પણ ખુબ મજા આવી રહી છે, ખુબ સુંદર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. નવરાત્રીએ ગુજરાત અને ભારતનો શાનદાર મહોત્સવ છે.
ડેનિસ અલીપોવ (H.E. Mr. Denis Alipov), ભારત ખાતેના રશિયાના એમ્બેસેડરે પોતાનો અભિપ્રાય આપતાં કહ્યું કે આજે ગુજરાત આવીને ગુજરાતના લોકોને મળીને ખૂબ જ સારું લાગી રહ્યું છે. 
સાથે જ  ફરીદ મુમુન્દઝય (H.E. Mr. Farid Mamundzay), ભારત ખાતેના અફઘાનિસ્તાનના એમ્બેસેડરો કહ્યું કે 
હું અફઘાનિસ્તાન તરફથી તમામ ગુજરાતીઓનો આભાર વ્યક્ત કરુ છું.

તાન્ઝાનિયા અને ગુજરાત વચ્ચે એક અનોખો સંબંધ છે
અનિસા મબેગા (H.E. Ms. Anisa Mbega), ભારત ખાતેના તાન્ઝાનિયાના હાઇ કમિશ્નરે  કહ્યું કે અને ગુજરાત વચ્ચે એક અનોખો સંબંધ છે કારણ કે તાન્ઝાનિયામાં જેટલા પણ ભારતીયો વસે છે તેમાંથી સૌથી વધુ ગુજરાતીઓનો સમાવેશ થાય છે. તો આ મારા માટે ખુબજ ખાસ અનુભવ છે અમારા દેશમાં વસતા ગુજરાતીઓના આ તહેવારને ખુબ નજીક થી જોવાનો અવસર મળ્યો હું તેના માટે ભારત સરકારની આભારી છુ કે મને આમંત્રિત કરવામાં આવી. મેં પણ અહી આવીને ગરબા કર્યા છે મારા માટે આ ખુબ જ અલગ અનુભવ છે હું અહીં આવીને ખુબ ખુશ છું.
ફ્રેડી સ્વેન (H.E. Mr. Freddy Svane), ભારત ખાતેના ડેનિશ એમ્બેસેડર 
આ એક ખૂબ જ અદ્ભુત તહેવાર છે. હું ડેનિશ એમ્બેસેડર છું. આજે હું ખૂબ જ ખુશ અને આનંદમાં છું, અને પ્રાર્થના કરું છું કે, આ પ્રકાશ અંધકારને દૂર કરી દે. લોકોને આ રીતે રમતા જોવા એ ખૂબ જ અદ્ભુત છે. આ ખરેખર ગ્રેટ તહેવાર છે અને હું વિશ્વમાં વસતા તમામ ભારતીયોને નવરાત્રિની શુભેચ્છાઓ પાઠવું છું.  આ ખરેખર ખૂબ જ અદ્ભુત લાગણી છે. આ ખરા અર્થમાં ઇન્ક્રેડિબલ ઇન્ડિયા છે. મને બહુ જ મજા આવી, મને ખૂબ જ આનંદ થયો. 
હું ખૂબ જ ખુશ છું અને ઉત્સાહિત છું.
ગિલ્બર્ટ શિમાને મંગોલ (H.E. Mr. Gilbert Shimane Mangole), ભારત ખાતેના રિપબ્લિક ઓફ બોટ્સવાનાના હાઇ કમિશ્નર આ ગરબા ફેસ્ટિવલમાં આવીને હું ખૂબ જ ખુશ છું અને ઉત્સાહિત છું. એક જ ગ્રાઉન્ડમાં આ રીતે 35,00થી વધુ લોકો ગરબા કરતા હોય એ વાત જ ખૂબ ભવ્ય છે. આ એક અનોખો તહેવાર છે અને તમે ચારેબાજુ ઉત્સાહનો માહોલ જોઇ શકો છો. આવા ભવ્ય આયોજન માટે તમામ આયોજકોને મારા અભિનંદન! 

મેં પહેલા ક્યારેય પણ ગરબા ડાન્સ કર્યો નથી
યાસિલ અલાઇન્સ બુરિલો રિવેરા (H.E. Mrs. Yasiel Alines Burillo Rivera), ભારત ખાતેના રિપબ્લિક ઓફ પનામાના એમ્બેસેડ કહું  કે ગરબા એ એક અનોખો ડાન્સ છે, એક અનોખી સુંદરતા છે. મેં પહેલા ક્યારેય પણ ગરબા ડાન્સ કર્યો નથી. આજે પહેલીવાર કર્યો છે, અને મને ગ્રાઉન્ડમાં એક સુંદર ટીચર પણ મળી ગયા. મારે આ નૃત્ય શીખવું છે, મેં પ્રયત્ન પણ કર્યો ને મને ખૂબ મજા આવી. આવા સુંદર સેલિબ્રેશન માટે તમને સૌને અભિનંદન! 
હિલોળે ચડેલા ગરબા ખેલૈયાઓનો ઉત્સાહ અને થનગનાટ જોઇને પ્રભાવિત થયા વિદેશી રાજદ્વારીઓ
કોરોમોટો ગોડોય કાલડ્રોન (H.E. Ms. Coromoto Godoy Calderon), ભારત ખાતેના વેનેઝુએલાના એમ્બેસેડર 
ઉલ્લેખનીય છે કે મા અંબાની શક્તિ અને ઉપાસનાનું પર્વ હાલ આખું ગુજરાત ઉજવી રહ્યું છે. ગુજરાતમાં ચાલી રહેલા આ નવરાત્રિ મહોત્સવની મજા માણવા માટે છઠ્ઠા નોરતે ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર 60 જેટલા રાજદ્વારીઓ અને વિદેશમંત્રીઓને લઇને વડોદરાના યુનાઇટેડ વેના ગરબા પ્રાંગણમાં પહોંચ્યા હતા. હિલોળે ચડેલા ગરબા ખેલૈયાઓનો ઉત્સાહ અને થનગનાટ જોઇને પ્રભાવિત થયેલા વિદેશી રાજદ્વારીઓ પણ માતાજીના ચાચર ચોકમાં ગરબા રમ્યા હતા.


ગરબા મહોત્સવમાં અદભુત અને અદ્વિતીય દૃશ્યો
છઠ્ઠા નોરતે વડોદરા શહેરના સૌથી મોટા ગરબા ગ્રાઉન્ડ ખાતે રંગબેરંગી કેડિયાં-ધોતિયાં અને ચણિયાચોળી પહેરીને આવેલાં યુવક-યુવતીઓ મન ભરીને ગરબે ઘૂમ્યા હતા. ખેલૈયાનો જુસ્સો અને મહેમાન બનેલા રાજદ્વારીઓના કુતૂહલ સહ આશ્ચર્યએ આ ગરબા મહોત્સવમાં અદભુત અને અદ્વિતીય દૃશ્યો સર્જ્યા હતા.
Tags :
60diplomatsincludingForeignMinisterSGarbafromGujaratGujaratFirstJaishankarenjoyed
Next Article