Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમેરિકાના કેલિફોર્નિયામાં ગોળીબાર, 6 લોકોના મોત અને 9 ઘાયલ, જુઓ વિડીયો

અમેરિકાનું ગન કલ્ચર હવે તેને જ ભારે પડી રહી છે. ફરી એક વખત અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારની ઘટના બની છે. જેમાં અનેક કેટલાક લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ પણ છે. અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યની રાજધાની સેક્રામેન્ટોંના અતિ વ્યસ્ત વિસ્તારમાં રવિવારે થયેલી ગોળીબારીમાં 6 લોકોના મોત થયા હતા. તથા આ ઘટનામાં ઓછામાં ઓછા 9 લોકો ઘાયલ થયા હતા. સેક્રામેન્ટોમાં પોલીસે જણાવ્યું કે વ્યસ્ત ડાઉ
અમેરિકાના કેલિફોર્નિયામાં ગોળીબાર  6 લોકોના મોત અને 9 ઘાયલ  જુઓ વિડીયો
અમેરિકાનું ગન કલ્ચર હવે તેને જ ભારે પડી રહી છે. ફરી એક વખત અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારની ઘટના બની છે. જેમાં અનેક કેટલાક લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ પણ છે. અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યની રાજધાની સેક્રામેન્ટોંના અતિ વ્યસ્ત વિસ્તારમાં રવિવારે થયેલી ગોળીબારીમાં 6 લોકોના મોત થયા હતા. તથા આ ઘટનામાં ઓછામાં ઓછા 9 લોકો ઘાયલ થયા હતા. સેક્રામેન્ટોમાં પોલીસે જણાવ્યું કે વ્યસ્ત ડાઉનટાઉન વિસ્તારમાં ગોળીબાર બાદ અનેક જાનહાનિ નોંધાઈ હતી.
Advertisement

એક મીડિયા રિપોર્ટમાં સેક્રામેન્ટોં પોલીસના પ્રવક્તા સાર્જન્ટને ટાંકીને કહ્યું કે ગોળીબાર 10મી અને જે સ્ટ્રીટ્સના વિસ્તારમાં થયો હતો. ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલા આ ઘટનાના વિડીયોમાં લોકો રસ્તા પર દોડતા જોવા મળી રહ્યા છે. આ સાથે બેકગ્રાઉન્ડમાં ગોળીબારના અવાજો આવી રહ્યા હતા. અનેક એમ્બ્યુલન્સ પણ સ્થળ પરથી જતી જોવા મળી હતી. આ ઘટના અંગે જે પ્રાથમક માાહિતિ સાામે આવી છે તે મુજબ આ ગોળીબારમાં ઓછામાં ઓછા 13 લકોને ગોળી મારવામાં આવી છે. જો કે પોલીસે આ અંગે કોઇ જાણકારી આપી નથી. પરંતુ એક ટ્વીટમાં જણાવ્યું છે કે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ દળો તહેનાત કરવામાં આવ્યા છે. 

જે માહિતિ સામે આવી છે તે પ્રમાણે આ ગોળીબારમાં છ લોકોના મોત થયા છે. તો આ સિવાય નવ લોકો ઘાયલ થયા છે. જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ અંગે ટ્વિટ કર્યું અને લખ્યું કે ‘અધિકારીઓએ ગોળીબારના ઓછામાં ઓછા 15 પીડિતોને શોધી કાઢ્યા છે, જેમાંથી છ લોકોના મોત થયા છે. વર્તમાન સમયે પીડિતોની પરિસ્થિતિ વિશ ખ્યાલ નથી. કૃપા કરીને તે વિસ્તારમાં જવાનું ટાળો કારણ કે ત્યાં મોટી પોલીસની હાજરી હશે.’
શુક્રવાારે પણ એક અધિકારીને ગોળી મારવામાં આવી હતી
આ પહેલા શુક્રવારે પણ અમેરિકાના ટેક્સાસના હ્યુસ્ટન શહેરની બહારના વિસ્તારમાં એક અધિકારીનું ગોળીબારમાં મૃત્યુ થયું હતું. જ્યારે તેણે પોતાની ગાડીમાંથી કેટાલિટિક કન્વર્ટરની ચોરી કરવાનો પ્રયાસ કરી રહેલા ત્રણ લોકોને રોકવાનો પ્રયાસ કર્યો તયારે તેને ગોળી મારી હતી.
Advertisement
Tags :
Advertisement

.