Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

5G સ્પેક્ટ્રમની હરાજી 7 દિવસ પછી સમાપ્ત, રૂ. 1.5 લાખ કરોડથી વધુની બિડ

5G સ્પેક્ટ્રમની હરાજી કરવાની પ્રક્રિયા સોમવારે સમાપ્ત થઈ. આ હરાજીની પ્રક્રિયામાં ચાર ટેલિકોમ કંપનીઓએ રૂ. 1,50,173 કરોડના સ્પેક્ટ્રમ માટે બિડ કરી છે, જે સરકારના અંદાજ કરતાં ઘણી વધારે છે. 5G સ્પેક્ટ્રમની હરાજી 26 જુલાઈ, 2022ના રોજ શરૂ થઈ હતી, જે 7 દિવસ સુધી ચાલી હતી. તમને જણાવી દઈએ કે ટેલિકોમ સેક્ટરમાં પહેલીવાર પ્રવેશ કરી રહેલી રિલાયન્સ જિયો, ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા અને અદાણી ડેટા નેટવર્àª
5g સ્પેક્ટ્રમની
હરાજી 7 દિવસ પછી સમાપ્ત  રૂ  1 5 લાખ કરોડથી વધુની બિડ

5G સ્પેક્ટ્રમની હરાજી કરવાની પ્રક્રિયા
સોમવારે સમાપ્ત થઈ. આ હરાજીની પ્રક્રિયામાં ચાર ટેલિકોમ કંપનીઓએ રૂ.
1,50,173 કરોડના સ્પેક્ટ્રમ માટે બિડ કરી છે, જે સરકારના અંદાજ કરતાં ઘણી વધારે છે. 5G સ્પેક્ટ્રમની હરાજી 26 જુલાઈ, 2022ના રોજ શરૂ થઈ હતી, જે 7 દિવસ સુધી ચાલી હતી.

Advertisement


તમને
જણાવી દઈએ કે ટેલિકોમ સેક્ટરમાં પહેલીવાર પ્રવેશ કરી રહેલી રિલાયન્સ જિયો
, ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા અને અદાણી ડેટા
નેટવર્ક્સે
5જી સ્પેક્ટ્રમની હરાજીમાં ભાગ લીધો છે.
રિલાયન્સ જિયો અને ભારતી એરટેલે વિવિધ બેન્ડમાં સ્પેક્ટ્રમ માટે આક્રમક રીતે બિડ
કરી હોવાનું માનવામાં આવે છે. ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે હરાજીમાં
મુકવામાં આવેલા તમામ બેન્ડ માટે સારી સ્પર્ધા રહી છે.
2016 અને 2021માં યોજાયેલી હરાજીમાં આ બેન્ડ માટે કોઈ ખરીદદાર નહોતા. જો કે, 5G સ્પેક્ટ્રમની હરાજીમાં રૂ. 1,50,173 કરોડની બિડ સરકારના પોતાના અંદાજ
કરતાં ઘણી વધારે છે. ઉપરાંત
, 2015માં હરાજીમાંથી પ્રાપ્ત થયેલી 1.09 લાખ કરોડ રૂપિયાની રેકોર્ડ આવક કરતાં
પણ વધુ છે.

Advertisement


ઈન્ટરનેટ
સ્પીડ
5G કરતા 10 ગણી ઝડપી

Advertisement

એવું
માનવામાં આવે છે કે એકવાર ટેલિકોમ કંપનીઓને
5G સ્પેક્ટ્રમ ફાળવ્યા પછી, ઓક્ટોબર 2022
માં દેશના ઘણા મોટા શહેરોમાં 5G મોબાઇલ સેવા શરૂ કરવામાં આવશે. જો કે, 5G મોબાઇલ સેવા શરૂ થયા પછી, મોબાઇલ ટેલિફોની અને ઇન્ટરનેટની દુનિયા
બદલાઈ જશે. એક અંદાજ મુજબ
5Gની સ્પીડ 4G કરતા 10 ગણી વધારે છે. 5G સેવા
શરૂ થયા બાદ ઓટોમેશનનો નવો યુગ શરૂ થશે. જે વસ્તુઓ અત્યાર સુધી મોટા શહેરો સુધી
સીમિત હતી તે ગામડાઓ સુધી સુલભ થશે
, જેમાં ઈ-મેડિસિન, શિક્ષણ
અને કૃષિ ક્ષેત્રનો સમાવેશ થાય છે તેનો ઘણો ફાયદો થશે.
5G સેવા શરૂ થયા બાદ દેશમાં ડિજિટલ
ક્રાંતિને નવો આયામ મળશે. રોબોટિક્સ ટેક્નોલોજીનો વિકાસ થશે. દેશની અર્થવ્યવસ્થાને
વેગ મળશે તેમજ ઈ-ગવર્નન્સનો વિસ્તાર થશે.

Tags :
Advertisement

.