Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતમાં ટૂંક સમયમાં મળી રહેશે 5G સેવા, સ્પેક્ટ્રમની થશે હરાજી

દેશમાં પ્રથમ 5G કૉલ્સ આ વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં થઇ શકે છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર તેના લોન્ચિંગ પછી ભારત માત્ર 5G ટેલિકોમ ટેક્નોલોજીમાં મોટી છલાંગ લગાવશે નહીં પરંતુ વૈશ્વિક સ્તરે ભરોસા પાત્ર દેશ તરીકે તેની સ્થિતિને પણ મજબૂત કરશે. સ્વદેશી 5G ખાનગી કંપનીઓ માટે આકર્ષક અને આર્થિક રીતે પરવળે તેવું હશે. દેશમાં પ્રથમ 5G કોલના સમય અંગેના પ્રશ્ન પર કહેવામાં આવ્યું છે કે તે ઓàª
ભારતમાં ટૂંક સમયમાં મળી રહેશે 5g સેવા  સ્પેક્ટ્રમની થશે હરાજી
દેશમાં પ્રથમ 5G કૉલ્સ આ વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં થઇ શકે છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર તેના લોન્ચિંગ પછી ભારત માત્ર 5G ટેલિકોમ ટેક્નોલોજીમાં મોટી છલાંગ લગાવશે નહીં પરંતુ વૈશ્વિક સ્તરે ભરોસા પાત્ર દેશ તરીકે તેની સ્થિતિને પણ મજબૂત કરશે.
 સ્વદેશી 5G ખાનગી કંપનીઓ માટે આકર્ષક અને આર્થિક રીતે પરવળે તેવું હશે. દેશમાં પ્રથમ 5G કોલના સમય અંગેના પ્રશ્ન પર કહેવામાં આવ્યું છે કે તે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં શક્ય બનશે. આ માટે જૂન અને જુલાઈ વચ્ચે યોજાનારી સ્પેક્ટ્રમની હરાજી પ્રક્રિયા માટે તૈયારી કરવામાં આવી રહી છે. જો કે, હરાજીમાં સ્પેક્ટ્રમની ફાળવણી 20 કે 30 વર્ષ માટે હશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી.
ટેલિકોમ રેગ્યુલેટર TRAI એ 30 વર્ષોમાં ફાળવેલ રેડિયો વેવ માટે  બેન્ડમાં મૂળ કિંમતે રૂ. 7.5 લાખ કરોડથી વધુની હરાજી માટેની યોજના તૈયાર કરી છે. ટેલિકોમ મંત્રીના જણાવ્યા અનુસાર, આ હરાજી સમયસર થશે.
જો સરકાર 30 વર્ષના સમયગાળા માટે સ્પેક્ટ્રમ ફાળવે છે, તો આ માટે ટ્રાઈએ એક લાખ મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમની હરાજી કરવાની ભલામણ કરી છે. જો ફાળવણી 20 વર્ષ માટે કરવામાં આવે છે, તો રિઝર્વ  કિંમતના આધારે તેની કુલ કિંમત 5.07 લાખ કરોડ રૂપિયાની નજીક હશે.
TRAIએ 5G માટે સ્પેક્ટ્રમના ભાવમાં 39 ટકાનો ઘટાડો કરવાની ભલામણ કરી હોવા છતાં ટેલિકોમ કંપનીઓ હજુ પણ માને છે કે ભારતમાં 5G સ્પેક્ટ્રમના ભાવ હજુ પણ વિશ્વ કરતાં વધુ છે.
સ્પેક્ટ્રમની કિંમત શું હશે
સરકારનું કહેવું છે કે જ્યાં સુધી સ્પેક્ટ્રમની કિંમતોને લગતી ભલામણો TRAI સાંભળી રહી છે ત્યારે ટૂંક સમયમાં સારો ઉકેલ મળી જશે. આનાથી સંકેત મળી રહ્યો છે કે આગામી દિવસોમાં કિંમતોમાં કેટલાક વધુ ફેરફાર થઈ શકે છે. કિંમતોને લઈને ઉદ્યોગોની ચિંતાઓનું પણ નિરાકરણ લાવવામાં આવશે.
ટેલિકોમ મંત્રાલય અનુસાર કંપનીઓ 5G સ્પેક્ટ્રમ માટે કેટલી ચૂકવણી કરશે આ અંગે ટ્રાઈ અને ટેલિકોમ કંપનીઓ વચ્ચે હાલમાં કોઈ સહમતિ નથી. હરાજીની પ્રક્રિયાને સ્પર્ધાત્મક બનાવવા માટે, ટ્રાઈએ 700 મેગાહર્ટ્ઝની કિંમતોમાં 40 ટકાનો ઘટાડો કરવાની ભલામણ કરી છે.
Advertisement
Tags :
Advertisement

.