દેશમાં ટૂંક સમયમાં શરુ થશે 5G મોબાઈલ સેવા
દેશમાં ટૂંક સમયમાં 5G મોબાઈલ સેવા શરૂ થવા જઈ રહી છે. 5G સ્પેક્ટ્રમની હરાજીનો રસ્તો સાફ થઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંગળવારે મળેલી કેબિનેટની બેઠકમાં આગામી 20 વર્ષ માટે 5G સ્પેક્ટ્રમની હરાજીને મંજૂરી આપવામાં આવી છે. જુલાઈના અંતથી સ્પેક્ટ્રમની હરાજી કરવામાં આવશે.કેબિનેટે ખાનગી કેપ્ટિવ નેટવર્કને પણ લીલી ઝંડી આપી છે, જેનો ઉપયોગ કરીને એન્ટરપ્રાઈઝ અને ટેક્નોલોજી àª
Advertisement

દેશમાં ટૂંક સમયમાં 5G મોબાઈલ સેવા શરૂ થવા જઈ રહી છે. 5G સ્પેક્ટ્રમની હરાજીનો રસ્તો સાફ થઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંગળવારે મળેલી કેબિનેટની બેઠકમાં આગામી 20 વર્ષ માટે 5G સ્પેક્ટ્રમની હરાજીને મંજૂરી આપવામાં આવી છે. જુલાઈના અંતથી સ્પેક્ટ્રમની હરાજી કરવામાં આવશે.
કેબિનેટે ખાનગી કેપ્ટિવ નેટવર્કને પણ લીલી ઝંડી આપી છે, જેનો ઉપયોગ કરીને એન્ટરપ્રાઈઝ અને ટેક્નોલોજી જાયન્ટ્સ મશીન-ટુ-મશીન કોમ્યુનિકેશન, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ અને ઓટોમોટિવ, હેલ્થકેર, એગ્રીકલ્ચર, એનર્જી અને અન્ય ક્ષેત્રોમાં પોતાના નેટવર્કને સક્ષમ કરી શકે છે. સેક્ટરનો ઉપયોગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એપ્લિકેશનને સક્ષમ કરવા માટે કરવામાં આવશે.
Advertisement