પોલીસ વિભાગ માટે 550 કરોડના ભંડોળને ગુજરાત સરકારની મંજૂરી, સુરતમાં ગૃહ રાજ્યમંત્રીશ્રીની હાજરીમાં ઉજવણી કરાઇ
ગુજરાતમાં હાલ સૌથી વધુ પોલીસ વિભાગમાં ગ્રેડ-પેનો મુદ્દો ચર્ચામાં છે. છેલ્લા ઘણા સમયથી ગ્રેડ-પેને લઈને માગણીઓ પણ કરવામાં આવી રહી છે. પરંતુ તેને પૂર્ણ કરવામાં આવી નથી. પરંતુ હવે આ મુદ્દો પોલીસ વિભાગ પૂરતો સિમિત ન રહેતા રાજકીય પણ થઈ ગયો છે. તેના કારણે હવે ગ્રેડ-પેની જાહેરાત ઝડપથી કરવામાં આવશે કે કેમ તેને લઈને પણ અનેક તર્ક થઈ રહ્યા છે. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પોલીસ àª
ગુજરાતમાં હાલ સૌથી વધુ પોલીસ વિભાગમાં ગ્રેડ-પેનો મુદ્દો ચર્ચામાં છે. છેલ્લા ઘણા સમયથી ગ્રેડ-પેને લઈને માગણીઓ પણ કરવામાં આવી રહી છે. પરંતુ તેને પૂર્ણ કરવામાં આવી નથી. પરંતુ હવે આ મુદ્દો પોલીસ વિભાગ પૂરતો સિમિત ન રહેતા રાજકીય પણ થઈ ગયો છે. તેના કારણે હવે ગ્રેડ-પેની જાહેરાત ઝડપથી કરવામાં આવશે કે કેમ તેને લઈને પણ અનેક તર્ક થઈ રહ્યા છે. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પોલીસ વિભાગ માટે 550 કરોડના ભંડોળને મંજૂરી આપી હોવાની જાહેરાત કરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરતની મુલાકાતે છે ત્યારે પોલીસ કમિશનર કચેરી ખાતે સાંજે એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને પોલીસ અને તેમના પરિવાર સાથે ઉજવણી કરી અને ગરબા રમ્યા હતા
મુખ્યમંત્રીશ્રી દ્વારા જાહેરાત
રાજ્ય સરકાર દ્વારા આ અંગે વિગતવાર જાહેરાત કરાય તે પહેલા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કરી આ અંગે માહિતી આપી છે. મુખ્યમંત્રીશ્રીના ટ્વીટર હેન્ડલ પર જણાવવામાં આવ્યું કે, પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના કલ્યાણની લાગણી સાથે આ બેઠકો તથા સમિતિની ભલામણોનો સ્વીકાર કરીને પોલીસ વિભાગ માટે વાર્ષિક રૂ. 550 કરોડનું ભંડોળ મંજૂર કરું છું. પોલીસ વિભાગના કર્મચારીઓની વિવિધ રજૂઆત તથા માગણીઓને ધ્યાને લઇ ત્વરિત ધોરણે સમિતિની રચના કરી હતી. આ અનુસંધાને ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં અનેક બેઠકોનું આયોજન કરી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
Advertisement
સરકાર દ્વારા પોલીસ પરિવારના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે રાજ્ય પોલીસને મોટી ભેટ આપી 550 કરોડના પોલીસ ભંડોળને મંજૂરી આપી છે. રાજ્ય સરકારની આ જાહેરાતથી પોલીસ બેડામાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, તમને બધાને ખુશીના સમાચાર આપવા આવ્યો છું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સૌ જવાનના પગારમાં વધારો કરતાં 550 કરોડથી વધારાની ફાઇલ આજે મંજૂર કરી દીધી છે. પોલીસ પરિવારોની વિવિધ રજૂઆતો પર ધ્યાન આપીને તેનાથી પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત પોલીસના પગાર વધારા માટે 28 ઓગસ્ટ 2021ના રોજ એક કમિટી બનાવી હતી. કમિટીએ વિવિધ વિભાગો સાથે બેઠકો યોજી હતી.
કમિટીએ 30 એપ્રિલ 2022ના રોજ રિપોર્ટ સુપરત કરતાં મુખ્યમંત્રીશ્રી સહિતના અધિકારીઓ સાથે બેઠકોનો દોર ચાલ્યો હતો. ઊંડાણપૂર્વકની ચર્ચા બાદ 550 કરોડ રૂપિયા પોલીસ જવાનોના પગારમાં કેવી રીતે વધારો થઇ શકે તેની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે.
પગારમાં કેટલો થયો વધારો
LRD: પહેલા પગાર 2,51,100 રૂપિયા હતો હવે 3,47,250 કરવામાં આવ્યો છે.
કોન્સ્ટેબલ: પહેલા પગાર 3,63,660 હતો.હવે 4,16,400 રૂપિયા કરવામાં આવ્યો છે.
હેડ કોન્સ્ટેબલ: પહેલા પગાર 4,36,654 હતો, જે 4,95,394 કરવામાં આવ્યો છે.
એએસઆઇ: પહેલા પગાર 521354 હતો, જે 584094 કરવામાં આવ્યો છે.
કોનું વેતન કેટલું વધ્યું
એલઆરડી - 96150
પોલીસ કોન્સ્ટેબલ - 52740
હેડ કોન્સ્ટેબલ - 58740
એએસઆઇ - 64740