Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

52 વર્ષીય બ્રેઇનડેડ કિસનભાઇ વાધેલાનું કરાયું અંગદાન, સિવિલ હોસ્પિટલમાં 95મું અંગદાન

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૯૫ મું અંગદાન થયું છે. સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાયજ્ઞમાં ૯૫ માં અંગદાતા તરીકે ગાંધીનગરના કિસનભાઇ વાધેલાનું નામ જોડાયું છે. ૫૨ વર્ષના કિસનભાઇ કે જેઓ મૂળ ગાંધીનગરના રહેવાસી હતા તેઓને માર્ગ અકસ્માત સાંપડતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના તબીબોએ તેમને બ્રેઇનડેડ જાહેર કર્યાસિવિલ હોસ્પિટલમાં સધન સà
12:44 PM Nov 09, 2022 IST | Vipul Pandya
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૯૫ મું અંગદાન થયું છે. સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાયજ્ઞમાં ૯૫ માં અંગદાતા તરીકે ગાંધીનગરના કિસનભાઇ વાધેલાનું નામ જોડાયું છે. ૫૨ વર્ષના કિસનભાઇ કે જેઓ મૂળ ગાંધીનગરના રહેવાસી હતા તેઓને માર્ગ અકસ્માત સાંપડતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. 

હોસ્પિટલના તબીબોએ તેમને બ્રેઇનડેડ જાહેર કર્યા
સિવિલ હોસ્પિટલમાં સધન સારવાર બાદ પણ ભગવાનને ગમ્યું તે ખરું. ત્રણ દિવસના સંપૂર્ણ પ્રયાસોના અંતે માથાના ભાગમાં થયેલ ગંભીર ઇજાના પરિણામે આખરે હોસ્પિટલના તબીબોએ તેમને બ્રેઇનડેડ જાહેર કર્યા.કિસનભાઇ વાધેલાને બ્રેઇનડેડ જાહેર કરતા સિવિલ હોસ્પિટલમાં અંગદાન સાથે સંકળાયેલ સમગ્ર ટીમ પરિવારજનોને અંગદાન માટે પ્રેરવા કાર્યરત બની.અંગદાનની સમગ્ર કામગીરીમાં શરૂઆતથી જ નિષ્ઠાભાવપૂર્ણ જોડાયેલા ડૉ. પુંજીકા અને તેમની ટીમે દર્દીના સગાને અંગદાન માટે કાઉન્સેલીંગ કર્યું. પરિવારજનો પણ અંગદાનનું મહત્વ સમજીને કોઇપણ બીજી ક્ષણનો પણ વિલંબ કર્યા વિના અંગદાન માટે સહમતિ દર્શાવી
પરિવારજનો અંગદાન કરવાનો  નિર્ણય  કર્યો 
અંગદાનની સહમતિ દર્શાવતા ડૉ. પુંજીકા અને તેમની સમગ્ર ટીમ બ્રેઇનડેડ કિસનભાઇને રીટ્રાઇવલ રૂમમાં લઇ ગયા. જ્યાં અંદાજીત ૫ થી ૬ કલાકની ભારે જહેમતના અંતે બે કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા મળી. બંને કિડનીને સિવિલ મેડિસીટીની જ કિડની હોસ્પિટલમાં દાખલ દર્દીમાં જ્યારે લીવરને ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.અત્રે નોંધનીય છે.કેઅંગદાનની સમગ્ર પ્રક્રિયાનુ પ્રાથમિક સોપાન પરિવારજનોનું કાઉન્સેલીંગ અને તેમની સહમતિ છે. 
ડૉ. પુંજીકા શું  કહ્યું 
ડૉ. પુંજીકા કહ્યું કે, છેલ્લા એક વર્ષથી સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાયજ્ઞના પરિણામે આજે સમગ્ર રાજ્યમાં અંગદાન પ્રત્યે જાગૃકતા પ્રવર્તી છે. આજે અંગોની ખોડખાંપણ અને સમસ્યા થી પીડાઇ રહેલા દર્દીને અંગદાન થકી મળતા અંગોથી પ્રત્યારોપણ દ્વારા નવજીવન મળી રહ્યું છે. આ ક્ષણે તબીબે સમાજના દરેક વર્ગને અંગદાનના સેવાયજ્ઞમાં જોડાઇને વધુમાં વધુ લોકોને નવજીવન આપવા માટે અનુરોધ કર્યો છે. 
સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી કહે છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલે અંગદાનનો સેવાયજ્ઞ આદરીને સમગ્ર રાજ્ય અને અન્ય રાજ્યો માટે અંગદાન  ક્ષેત્રે સારથીની ભૂમિકા અદા કરી છે. રાજ્યની અન્ય હોસ્પિટલ પણ સિવિલ હોસ્પિટલની કાર્યપ્રણાલી થી પ્રેરણા લઇને અંગદાન થકી નવજીવન આપવાની કામગીરીમાં નિષ્ઠાપૂર્વક જોડાઇ છે. સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધીમાં થયેલ ૯૫ અંગદાન થકી ૨૯૮ અંગોનું દાન મળ્યું છે. જેને ૨૭૬ જરૂરિયાતમંદ અને પીડિત દર્દીઓમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરીને નવજીવન આપવામાં સફળતા મળી છે. 
ગુજરાત ની નંબર ૧ ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ - જે ગુજરાતીઓ ને દરેક સમાચાર માં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
52yearoldbraindeadAhmedabadCivilHospitalGujaratFirstorgandonation
Next Article