Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઝુલતા પુલ દુર્ઘટનામાં 51 માસૂમ બાળકો મોતને ભેટ્યા

મોરબી (Morbi)માં ઝુલતો પુલ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 132 લોકોના મૃત્યુ નિપજ્યા હોવાની સત્તાવાર યાદી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે જેમાં 2 વર્ષથી લઈ 16 વર્ષના  કુલ 51 માસૂમ બાળકોના અકાળે મૃત્યુ નિપજ્યા હોવાનું સામે આવ્યું છે.132 લોકોના મૃતદેહ મળ્યાતા.30 ઓક્ટોબરના અપશુકનિયાળ દિવસે સાંજના સમયે મોરબીની શાન સમો ઐતિહાસિક ઝુલતો પુલ તૂટી પડતા સેંકડો લોકોનàª
ઝુલતા પુલ દુર્ઘટનામાં 51 માસૂમ બાળકો મોતને ભેટ્યા
મોરબી (Morbi)માં ઝુલતો પુલ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 132 લોકોના મૃત્યુ નિપજ્યા હોવાની સત્તાવાર યાદી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે જેમાં 2 વર્ષથી લઈ 16 વર્ષના  કુલ 51 માસૂમ બાળકોના અકાળે મૃત્યુ નિપજ્યા હોવાનું સામે આવ્યું છે.
132 લોકોના મૃતદેહ મળ્યા
તા.30 ઓક્ટોબરના અપશુકનિયાળ દિવસે સાંજના સમયે મોરબીની શાન સમો ઐતિહાસિક ઝુલતો પુલ તૂટી પડતા સેંકડો લોકોના મૃત્યુની આશંકા વચ્ચે રાતભર બચાવ રાહત કામગીરી ચાલુ રહી હતી અને એક પછી એક મૃતદેહો બહાર નીકળવાનો સિલસિલો ચાલુ રહેતા સવાર સુધીમાં કુલ 132 લોકોના મૃતદેહો મળ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા મૃતકોનો સતાવાર યાદી જાહેર કરવામાં આવી છે.
51 બાળકોના મોત
મૃતકોની આ યાદીમાં 2 વર્ષથી લઈ 16 વર્ષ સુધીના 51 બાળકોનો સમાવેશ થાય છે અને કુલ 132ના મૃત્યુ આંકમાં મોરબી તેમજ અન્ય શહેર અને જિલ્લાના 76 પુરુષો અને 56 સ્ત્રીઓનો સમાવેશ થતો હોવાનું યાદીમાં જાહેર કરાયુ છે.
Advertisement
Tags :
Advertisement

.